શ્રાવણમાં માધુરી દીક્ષિતને પણ ચળી મસ્તી, ઝૂમીને કર્યો સુંદર ડાંસ, જુવો માધુરીની કાતિલ સ્ટાઈલ

બોલિવુડ

બોલીવુડ અને ડાંસ આ બંનેની મિત્રતા ખૂબ ઉંડી છે. લગભગ દરેક બોલિવૂડ ફિલ્મોમાં તમને ગીત જરૂર મળી જશે. આ ગીત પર અભિનેતા અભિનેત્રીને નાચતા જોવાની પોતાની અલગ જ મજા હોય છે. બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે સારી એક્ટિંગની સાથે સાથે સારો ડાંસ પણ કરે છે. બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત આવી જ એક કલાકાર છે.

માધુરીને ડાન્સ ક્વીન પણ કહેવામાં આવે છે. તેણે બોલિવૂડમાં ઘણા હિટ સોંગ્સ પર પરફોર્મ કર્યું છે. તેની ડાંસ સ્ટાઈલને આજે પણ ઘણા લોકો કોપી કરે છે. તેમને ડાન્સ કરતા જોવી એક ખૂબ જ આનંદદાયક અનુભવ છે. તે ડાંસની સાથે સાથે સુંદર એક્સપ્રેશન પણ આપે છે. માધુરીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આ દિવસોમાં તે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર માધુરીને 2 કરોડથી 58 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અહીં માધુરી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી ઘણી પોસ્ટ ચાહકો સાથે શેર કરતી રહે છે. ડાંસ પ્રત્યે રસ હોવાને કારણે માધુરી પોતાના ડાંસ વીડિયોઝ પણ પોસ્ટ કરતી રહે છે. તે ઓનલાઈન પોતાના ડાંસ ક્લાસ પણ ચલાવે છે.

તાજેતરમાં માધુરીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. તેમાં બોલિવૂડની ધક ધક ગર્લ અલગ અલગ સ્ટાઇલમાં ખૂબ જ સુંદર ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ વિડીયો શેર કરતા માધુરી કેપ્શનમાં લખ્યું છે કે – જે ચીજને તમે પ્રેમ કરો છો તેને જિવો.

માધુરીના આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ 42 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વિડીયો પર ઘણી સુંદર કમેંટ્સ પણ આવી રહી છે. જેને એક યુઝરે લખ્યું ‘માધુરી મેમ તમે ડાન્સ કરતા ખૂબ જ ક્યૂટ લાગો છો.’ પછી એક યુઝરે કમેંટ કરી છે ‘બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ આવી અને ગઈ પરંતુ માધુરીનું લેવલ અલગ જ છે. તેના જેવું કોઈ નથી.’ પછી અન્ય એક કમેંટ આવે છે કે ‘તમે જ સાચી ડાંસ કવીન છો.’

આ પહેલા માધુરીએ અન્ય એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં માધુરી ‘અપને હી રંગ મેં મુઝ કો રંગ દે’ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે ખૂબ જ સુંદર લેહેંગો પહેર્યો છે. માધુરીના આ વીડિયોને બે લાખ ત્રીસ હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. તેમાં તે ડાન્સ કરતા ગજબની સુંદર લાગી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો માધુરી હાલમાં ‘ડાન્સ દિવાને’ શોમાં જજ તરીકે જોવા મળે છે. આ સેટ પર માધુરી ખૂબ મસ્તી કરે છે. તેના સેટના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ફિલ્મોની વાત કરીએ તો માધુરી છેલ્લે ‘કલંક’ અને ફિલ્મ ‘ટોટલ ધમાલ’ જેવી ફિલ્મમાં જોવા મળી હતી. તેમાં કલંક ફ્લોપ રહી હતી જ્યારે ટોટલ ધમાલે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે બંને ફિલ્મોમાં માધુરીના કામની પ્રશંસા કરવામાં આવી હતી.