માધુરી દીક્ષિતનો બેલી ડાંસ જોઈને નોરા ફતેહીના ઉડી ગયા હોંશ, વીડિયો જોઈને તમે પણ કહેશો કે, બાપ બાપ હોય છે

બોલિવુડ

માધુરી દીક્ષિતને બોલિવૂડની શ્રેષ્ઠ ડાંસરોમાંની એક માનવામાં આવે છે. તેની એક્ટિંગ અને ડાંસ બંને ચાહકોને ખૂબ પસંદ આવે છે. ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકો છે જે માધુરીને તેની ડાન્સ સ્ટાઈલમાં ટક્કર આપી શકે છે. હાલમાં નોરા ફતેહી એક એવી અભિનેત્રી છે જેનો ડાન્સ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં, કલ્પના કરો કે શું થશે જ્યારે માધુરી અને નોરા બંને એક સાથે સ્ટેઝ પર ડાંસ કરવા લાગે.

ખરેખર આ પ્રકારનો અનોખો નજારો તાજેતરમાં ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાના 3’ ના સેટ પર જોવા મળ્યો છે. અહીં ડાન્સની ક્વીન માધુરી દીક્ષિત અને નોરા ફતેહીએ સાથે મળીને ખૂબ ઠુમકા લગાવ્યા છે. આ બંને કલાકારોને એક સાથે જોવા એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછું ન હતું.

નોરા ફતેહી રિયાલિટી શો ડાન્સ દિવાને ના સેટ પર મહેમાન તરીકે આવી હતી. આ શોમાં માધુરી દિક્ષિત જજ છે. આવી સ્થિતિમાં, તે બંનેએ સ્ટેજ પર આવીને ખૂબ મસ્તી કરી હતી. આ દરમિયાન માધુરીએ નોરાને ‘મેરા પિયા ઘર આયા’ પર ડાન્સ કરવાનું શીખવ્યું. તે જ સમયે, નોરાએ પણ માધુરીને તેના કેટલાક ડાન્સ સ્ટેપ્સ શીખવ્યા. અંતે માધુરીએ આવો સુંદર બેલી ડાન્સ કર્યો, જેને જોઈને નોરા પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

હવે આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ચાહકો પણ માધુરીને આ રીતે બેલી ડાન્સ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ડાન્સ ઉપરાંત માધુરીનો લુક પણ ખૂબ જ ક્યુટ હતો. તેણે ગુલાબી રંગનો સ્ટાઈલિશ લહેંગો પહેર્યો હતો. આ સાથે તેના વાળમાં બન પન બાંધેલું હતું. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. નોરા વિશે વાત કરીએ તો તે ગ્રે ગાઉન પહેરીને શોમાં આવી હતી. તેની આકર્ષક હેરસ્ટાઇલ આ ડ્રેસ પર ખૂબ જ સુંદર લાગી રહી હતી.

નોરા અને માધુરીના ડાન્સને જોઈને દરેક મસ્તીના મૂડમાં અવી ગયા. દરેકના ચહેરા પર મોટી સ્માઈલ હતી. શો પર ઘણી મસ્તી થઈ. તમે પણ આ વીડિયો જોઈ લો. નોંધપાત્ર વાત એ છે કે, જ્યારે વાત ડાંસની આવે છે, ત્યારે માધુરી દીક્ષિતને ઘણા લોકો તેની આઈડલ માને છે. માધુરી ઓનલાઈન લોકોને ડાંસ શીખવવાનું કામ પણ કરે છે.

53 વર્ષની ઉંમરે પણ માધુરી ખૂબ જ સુંદર ડાન્સ કરે છે. બીજી બાજુ, નોરાને આજના જમાનાની મોડર્ન માધુરી કહેવામાં આવે તો નથી. તે પણ આ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના સુંદર ડાન્સ સ્ટેપ્સ માટે જાણીતી છે.

Leave a Reply

Your email address will not be published.