પહેલા આ સિંગર સાથે થવાના હતા માધુરી દીક્ષિતના લગ્ન, પછી કંઈક આ રીતે મળ્યા ડૉ. નેને

બોલિવુડ

માધુરી દીક્ષિત બોલીવુડની ધક ધક ગર્લ તરીકે પણ જાણીતી છે. 90 ના દાયકામાં માધુરી દીક્ષિતના જલવા દરેક બાજુએ એ ફેલાયેલા હતા. માધુરી દીક્ષિતે કરોડો હિન્દુસ્તાનીઓના દિલ પર રાજ કર્યું છે. માત્ર તેના ચાહકો જ નહિં પરંતુ ઘણા મોટામોટા બોલીવુડ સ્ટાર્સ પણ તેમના દીવાના હતા. તેમાં માધુરી દીક્ષિતનું નામ સંજય દત્ત સાથે ચર્ચામાં જરૂર આવ્યું હતું. પરંતુ માધુરીએ બોલીવુડથી દૂર ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં.

શ્રી રામ નેને માટે માધુરીએ તેની ચમકતી અને પ્રખ્યાત કારકિર્દી છોડી દીધી હતી. ડૉ શ્રીરામ નેને હાર્ટના એક્સપર્ટ છે અને તેમણે માધુરીનું દિલ પણ જીતી લીધું હતું. ડૉ. શ્રીરામ નેને સાથે માધુરી બોલિવૂડ અને ભારત છોડીને અમેરિકા ચાલી ગઈ હતી. ભાગ્યે જ તમે જાણતા હશો કે સૌથી પહેલા માધુરીના માતાપિતાએ તેના લગ્નનો સંબંધ સિંગર સુરેશ વાડેકરને મોકલ્યો હતો. સુરેશે આ સંબંધ આ કહીને નકાર્યો હતો કે છોકરી ખૂબ જ દુબળી છે.

સુરેશ વાડેકરની મનાઈ પછી માધુરી દીક્ષિતે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. એક પછી એક માધુરી સુપર હિટ ફોલ્મો આપતી રહી અને પછી તેણે તે દિવસ પણ જોયો જ્યારે તે દેશના યુવાનોની ધડકન બની ગઈ. માધુરીની કારકિર્દી એટલી ચમકી કે તે ભારતની સાથે-સાથે પાકિસ્તાનમાં પણ પ્રખ્યાત બની ગઈ. કારગિલ યુદ્ધ દરમિયાન પણ પાકિસ્તાનના સૈનિકો કહેતા હતા કે અમને માધુરી આપો અને કાશ્મીર રાખી લો.

આ દરમિયાન કારકીર્દિની ટોચ પર વર્ષ 1998 માં તેની બહેન અને ભાઈને મળવા માટે અમેરિકા ગઈ હતી અને તેના ભાઈના ઘરે યોજાયેલી એક પાર્ટીમાં, તેને કોઈ એવી વ્યક્તિ મળી જેને મળ્યા પછી તે પોતનું દિલ હારી ગઈ. તે વ્યક્તિનું નામ ડોક્ટર શ્રી રામ નેને હતું. તે જ સમયે ડૉ નેને પણ પહેલી મુલકાતમાં જ માધુરીની સ્માઈલના દીવાના બની ગયા હતા. ત્યાર પછી બંને એકબીજાને મળવા ઈચ્છતા હતા.

ડૉ. નેને માં માધુરી દીક્ષિત એટલા માટે પણ ઈંટ્રેસ્ટ લઈ રહી હતી કારણ કે તે સ્ટાર માધુરીને જાણતા ન હતા. ડૉ. નેને ને માધુરીમાં એક સિમ્પલ હોમલી ઈંડિયન ગર્લ જોવા મળી રહી હતી. સાથે જ માધુરી ડૉ. નેને સાથે એ ભૂલવા લાગી કે તે હિંદી ફિલ્મોની સ્ટાર છે. બંનેએ એકબીજા સાથે સારું લાગવા લાગ્યું. આ પછી તે બંને ઘણી વખત મળતા રહ્યા. પછી માધુરી દીક્ષિતે પણ વિચાર્યું કે તે ડૉ. નેને સાથે લગ્ન કરશે. આ બંને વચ્ચે 5 મહિનાની મુલાકાત પછી જ માધુરી અને ડોક્ટર નેનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

ત્યાર પછી, વર્ષ 1999 માં ઓક્ટોબરના રોજ, માધુરીએ મરાઠી રિવાજો સાથે શ્રી રામ નેને સાથે લગ્ન કર્યા. માધુરીના લગ્ન થયાં તે સમયે તે બોલિવૂડની નંબર વન અભિનેત્રી હતી. પરંતુ તેના પ્રેમ અને લગ્ન માટે તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. માધુરીનો પતિ અમેરિકાના ડેનેવરમાં કાર્ડિયોલોજિસ્ટ હતો. લગ્ન પછી માધુરી ભારતથી દૂર 12 વર્ષ યુ.એસ માં રહી. ત્યાર પછી તેણે 2012 માં ફરી બોલિવૂડમાં કમબેક કર્યું હતું.