માધુરી દીક્ષિતે ભાડા પર લીધું એપાર્ટમેંટ, દર મહિને ભાડા તરીકે ચુકવશે અટલા અધધધ લાખ

બોલિવુડ

હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતને ‘ધક ધક ગર્લ’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. માધુરી દીક્ષિતની ફોલોઈંગની વાત કરીએ તો આજે પણ તે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. માધુરી દીક્ષિત આજકાલ હિન્દી સિનેમા જગતની ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી કોઈને કોઈ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. જણાવી દઈએ કે હવે માધુરી દીક્ષિત અમેરિકાથી ભારતનાં મુંબઈમાં પોતાનું ઘર બનાવી ચુકી છે. રિપોર્ટ્સનું માનીએ તો માધુરી દીક્ષિતે તાજેતરમાં જ એક એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. જેના માટે તે 1 મહિના માટે 12 લાખ રૂપિયા ચૂકવે છે.

જણાવી દઈએ કે માધુરી દીક્ષિતે જે એપાર્ટમેન્ટ ભાડા પર લીધું છે તેના ભાડાના દસ્તાવેજો અને વિગતો Zapkey.com પર ઉપલબ્ધ છે. આ વેબસાઈટ મુજબ માધુરી દીક્ષિતે આ એપાર્ટમેન્ટ 3 વર્ષ માટે ભાડા પર લીધું છે. જો આ એપાર્ટમેન્ટના લોકેશનની વાત કરીએ તો આ એપાર્ટમેન્ટ વર્લીના ઈન્ડિયાબુલ્સ બ્લુ માં આવેલું છે. આ બિલ્ડીંગના 29મા માળ પર અભિનેત્રી દ્વારા ભાડા પર લેવામાં આવેલો એપાર્ટમેંટ છે. જો આપણે એપાર્ટમેન્ટ વિશે વાત કરીએ, તો એપાર્ટમેન્ટ 5500 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.

માહિતી માટે તમને જણાવી દઈએ કે આ એપાર્ટમેન્ટને 3 વર્ષ માટે ભાડા પર લેવા માટે અભિનેત્રી દ્વારા 3 કરોડની ડિપોઝિટ કરવામાં આવી છે. સાથે જ જો ઘરના ભાડા કરારની વાત કરીએ, તો તે 26 ઓક્ટોબર 2021 ના રોજ રજિસ્ટર કરવામાં આવ્યો હતો. જે બિલ્ડિંગમાં માધુરી દીક્ષિતનું આ એપાર્ટમેન્ટ છે તે બિલ્ડિંગમાં લગભગ 300 એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ્સની ડિઝાઇન પણ ખૂબ જ સુંદર છે.

જો આ બિલ્ડીંગના ઘરની વાત કરીએ તો તેમાં 2BHK થી લઈને 4BHK સુધી તમામ પ્રકારના ઘર છે. અને આ તમામ ઘરની કિંમત 4.5 કરોડથી શરૂ કરીને 15 કરોડ સુધી છે. કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો ઇન્ડિયાબુલ બ્લુ ટાવર B&C ના 10 માળ રાણાએ ભાડે આપ્યા છે અને આ બધા પ્લોટ 5000 થી 6000 ચોરસ ફૂટમાં ફેલાયેલા છે.

માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ચાહકો સાથે પોતાની અને તેના પરિવારની કેટલીક તસવીર કે વીડિયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. અભિનેત્રી દરેક વખતે નવા આઉટફિટ સાથે તેના ચાહકોનું દિલ જીતી લે છે. તેના ચાહકો માધુરી દીક્ષિતને ખૂબ જ પ્રેમ કરે છે અને આજે પણ દર્શકો તેની ફિલ્મોને ખૂબ જ ઉત્સાહ સાથે જોવાનું પસંદ કરે છે. જોકે હવે તે બોલિવૂડમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ તેની ફિલ્મોની તેના ચાહકો આતુરતાથી રાહ જુવે છે. જણાવી દઈએ કે પોતાના સમયમાં માધુરી દીક્ષિત લાખો-કરોડો દર્શકોના દિલ પર રાજ કરી ચુકી છે અને તેનો આ જાદુ આજે પણ અકબંધ છે, આજે પણ તેના ચાહકોની સંખ્યા લાખોમાં છે. જ્યારે પણ તે પોતાનો કોઈ વીડિયો કે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે છે ત્યારે તેના ચાહકો આ તસવીરને ખૂબ લાઈક કરે છે અને તસવીરો પર ખૂબ કમેંટ પણ કરે છે.