સીરીયલમાં અથાણાં-પાપડનો બિઝનેસ કરતી માધવી રિયલ લાઈફમાં પણ કરે છે આ બિઝનેસ અને કરે છે કરોડોની કમાણી

મનોરંજન

દુન્યાનો સૌથી પ્રખ્યાત ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનું દરેક પાત્ર દેશના લોકોના મનમાં વસી ગયું છે. આપણે કોઈપણ પાત્ર વિશે વાત કરીએ, લોકો તેમની વિશે જાણાવા માટે આતુર હોય છે. આજે અમે તમને આ શોમાં માધવી ભાભીનું પાત્ર નિભાવનારી સોનાલિકા જોશી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સોનાલિકા 45 વર્ષની થઈ ચુકી છે. સોનાલિકાનો જન્મ 5 જૂન, 1976 માં મુંબઇમાં થયો હતો. સોનાલિકા છેલ્લા 15 વર્ષથી આ શોમાં ટ્યુશન શિક્ષક આત્મારામ તુકારામ ભીડેની પત્ની તરીકે જોવા મળી રહી છે.

શોમાં અથાણાં-પાપડનો ધંધો કરનારી માધવી ઉર્ફ સોનાલિકા રિયલ લાઈફમા પણ બિઝનેસ વુમન છે. સીરીયલમાં અથાણાં-પાપડ બનાવતી સોનાલિકા રિયલ લાઈફ ફેશન ડિઝાઇનિંગના બિઝનેસ સાથે જોડાયેલી છે. આ બિઝનેસથી તે લાખો અને કરોડોની કમાણી કરે છે. સમાચારોનું માનીએ તો તેના ખૂબ જ પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં એક્ટિંગ કરવા માટે તેને એક દિવસ માટે 25 હજાર રૂપિયા આપવામાં આવે છે. રિયલ લાઈફમાં માધવી ભાભી કરોડો રૂપિયાની માલિક છે.

જો કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેની આવકનો સ્ત્રોત માત્ર તારક મહેતા શો જ નથી. આ ઉપરાંત તે પોતાની ફેશન બ્રાન્ડ્સ, શો અને સ્પોન્સર્સથી પણ ઘણા રૂપિયા કમાય છે. સોનાલિકા આ શોમાં ખૂબ જ સરળ જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ જ ગ્લેમરસ છે. રીલ લાઇફમાં પાપડ અને અથાણામાં વ્યસ્ત રહેતી સોનાલિકા ઈંસ્ટાગ્રામ પર અવારનવાર એકથી એક ચઢિયાતી તસવીર શેર કરે છે તેમના ઈંસ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો જોઈ શકાય છે.

સોનાલિકા જોશીની સિગારેટ પીતી વખતે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તેણે 5 એપ્રિલ, 2004 ના રોજ સમીર જોશી સાથે લગ્ન કર્યા હતા. આ બંનેને લગ્ન પછી એક પુત્રી પણ છે, જેનું નામ આર્યા જોશી છે. આ સાથે માધવી ભાભી ટ્રાવેલિંગ કરવાની ખૂબ જ શોખીન છે. આટલું જ નહીં માધવી ભાભી મોંઘી ગાડીઓ રાખવાની પણ શોખીન છે.

સોનાલિકાના કાર કલેક્શન વિશે વાત કરીએ તો, તેની પાસે 18 લાખની એમજી હેક્ટર, સ્વેંકી મારુતિ અને ટોયોટા ઇટીયોસ જેવી લક્ઝરી કાર છે. આટલું જ નહીં સોનાલીકાએ કોલકતાની મિરાંડા હાઇ સ્કૂલમાંથી પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે. સોનાલિકાએ હિસ્ટ્રીમાં બી.એ. કર્યું છે. આ સાથે સોનાલીકાએ ફેશન ડિઝાઇનિંગ અને થિયેટરમાં પણ ડિગ્રી મેળવી છે.

સોનાલિકાની એક્ટિંગ કારકિર્દીની વાત કરીએ તો તેણે પોતાની કારકીર્દિ મરાઠી થિયેટરથી શરૂ કરી હતી. તો તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં માધવી ભિડેનું પાત્ર નિભાવતા પહેલાં તે વારસ સરેચ સરસ અને ઝુલુક જેવી મરાઠી સિરિયલોનો ભાગ રહી ચૂકી છે. પરંતુ તેમને તારક મહેતાથી જ દેશભરમાં ઓળખ મળી છે. આ શોમાં તે ખૂબ જ સરળ જોવા મળે છે.