મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસાએ લગાવ્યા જબરદસ્ત ઠુમકા, ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વીડિયો, જુવો તમે પણ

બોલિવુડ

ટીવીની જાણીતી અને સુંદર અભિનેત્રી અને હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર મદાલસા શર્મા ઘણીવાર તેની તસવીરો અને ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તે એક વીડિયોને લઈને ચર્ચામાં છે.

મદાલસા શર્માનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે તે આ વીડિયોમાં સુંદર સ્ટાઈલમાં ડાન્સ કરી રહી છે અને ચાહકો મદાલસા શર્માની આ સ્ટાઈલનો આનંદ લઈ રહ્યા છે. ટીવી અભિનેત્રીના ચાહકો તેના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે અને કમેંટમાં સુંદર રિએક્શન આપી રહ્યા છે.

મિથુન ચક્રવર્તીની પુત્રવધૂ મદાલસાએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી તાજેતરમાં જ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં માદલસા ખૂબ જ સુંદર સ્ટાઈલમાં ડાન્સ કરી રહી છે. આ વીડિયો તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જણાવી દઈએ કે, આ દિવસોમાં કાર્ડી બીનું બિગ બેગ બુસિન ગીત ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ટ્યૂન પર ઘણા સેલેબ્સ અત્યાર સુધીમાં વીડિયો બનાવી ચુક્યા છે. વીડિયો શેર કરતા મદાલસાએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ કરવામાં મજા આવી.’

જણાવી દઈએ કે મદાલસા અભિનેત્રી શીલા ડેવિડ અને ફિલ્મ નિર્દેશક સુભાષ શર્માની પુત્રી છે. મદાલસાના લગ્ન દિગ્ગઝ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષય સાથે થયાં હતાં. બંનેએ વર્ષ 2018 માં સાત ફેરા લીધા હતા. મહાક્ષય અને મદાલસાના લગ્ન ખૂબ ધામધૂમ સાથે થયા હતા. બંને પરિવારો તરફથી આ લગ્ન પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

અનુપમા ટીવી શોમાં કામ કરી રહી છે મદાલસા શર્મા: જણાવી દઈએ કે મદાલસા શર્મા હાલમાં પ્રખ્યાત ટીવી શો ‘અનુપમા’ માં કામ કરી રહી છે. આ શોમાં તે કાવ્યા ગાંધીનું પાત્ર નિભાવી રહી છે. તેમના કામને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહ્યું છે. સુધાંશુ પાંડે અને રૂપા ગાંગુલી જેવા સ્ટાર્સ પણ આ શોનો મુખ્ય ભાગ છે.

સોશિયલ મીડિયા પર પણ હિટ છે મદાલસા શર્મા: મદાલસા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળે છે. તે અવારનવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેની સુંદરતાથી મિથુન દા ની પુત્રવધૂ બૂલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ઇન્સ્ટાગ્રામ પર મદાલસા શર્માને 6 લાખ 60 હજારથી વધુ લોકો ફોલો કરે છે.