સસરા મિથુન ની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર આવ્યું વહૂ મદાલસાનું મોટું નિવેદન, કહી આ હોંધ ઉડાવનારી વાત

બોલિવુડ

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મોટા પડદા પર અટકવાનું નામ નથી લઈ રહી. ફિલ્મની તાબડતોડ કમાણી અકબંધ છે. ધ કશ્મીર ફાઇલ્સે ધમાકેદાર કમાણી કરીને માત્ર 13 દિવસની અંદર 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ ગઈ છે.

ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની દરેક વ્યક્તિ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને બોલીવુડના દિગ્ગજ કલાકારો પણ આ ફિલ્મની પ્રસંશા કરતા થાકતા નથી. આ ફિલ્મને લઈને બોલિવૂડમાં વિરોધનો અવાજ પણ ઉઠ્યો છે, જોકે ફિલ્મને સમર્થન પણ ગજબનું મળી રહ્યું છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 1990માં કશ્મીરમાં જિહાદીઓ દ્વારા હિંદુઓ પર કરવામાં આવેલી ક્રૂરતા પર આધારિત છે. 90ના દાયકાની શરૂઆતમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. લાખો કશ્મીરી પંડિતો માર્યા ગયા અને લાખો હિંદુઓ કાશ્મીરમાંથી નાસી ગયા. આ સત્ય ઘટના હવે 32 વર્ષ પછી પહેલીવાર મોટા પડદા પર લાવવામાં આવી છે.

આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ. આ ફિલ્મ માત્ર 14 થી 15 કરોડ રૂપિયાના બજેટમાં બની છે, જ્યારે ફિલ્મ એ માત્ર 13 દિવસની અંદર જ ભારતમાં 200 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. આ ઉપરાંત વિદેશમાં પણ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે.

ફિલ્મની પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ પ્રશંસા કરી છે. સાથે જ બોલીવુડથી અક્ષય કુમાર, અજય દેવગણ, સની દેઓલ, આમિર ખાન, આદિલ હુસૈન, કંગના રનૌત, સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સે આ ફિલ્મની પ્રશંસા કરી છે, સતહે જ હવે તેના પર અન્ય એક સેલિબ્રિટીનું નિવેદન સામે આવ્યું છે.

જણાવી દઈએ કે હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર નાના પડદાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી મદાલસા શર્માનું નિવેદન આવ્યું છે. નોંધપાત્ર છે કે આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમારે મુખ્ય ભૂમિકાઓ નિભાવી છે. મદાલસાએ હવે તેના સસરાની ફિલ્મ પર નિવેદન આપ્યું છે.

નોંધપાત્ર છે કે, મદાલસા મિથુન ચક્રવર્તીની વહુ છે. મદાલસાના લગ્ન મિથુન દાના મોટા પુત્ર મહાક્ષય ચક્રવર્તી સાથે થયા હતા. મદાલસા નાના પડદા પર કામ કરી રહી છે. તે હાલમાં લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’માં કાવ્યા ગાંધીના પાત્રમાં જોવા મળી રહી છે. દર્શકો તેને ખૂબ પસંદ કરે છે.

મદાલસાએ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ પર રિએક્શન આપતા કહ્યું કે તેણે હજુ સુધી તેના સસરા મિથુન ચક્રવર્તીની ફિલ્મ જોઈ નથી. તેણે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. મદાલસા કહે છે કે હું મારા ટીવી શોના શૂટિંગમાં એટલી વ્યસ્ત છું કે તેને ફિલ્મ જોવાની તક મળી નથી.

એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ફિલ્મ વિશે રિએક્શન આપતા મદાલસાએ પોતાની વાત રાખી હતી. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે ઘણા લોકો તેને પ્રોપોગેંડા જણાવી રહ્યા છે તો તમે તેના પર શું કહેશો? તો ટીવી અભિનેત્રી એ કહ્યું કે, “મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ મને ખબર છે કે તે શેના વિશે છે. હું આસપાસ ફેલાયેલી નકારાત્મકતા વિશે વાત કરવા ઈચ્છતી નથી. હું માત્ર એટલું જ કહેવા ઈચ્છું છું કે તે સુંદર રીતે બનાવવામાં આવી છે અને ફિલ્મ દ્વારા ઘણી બધી માહિતી આપવામાં આવી છે.”

આંકડાઓમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’: 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ એ પહેલા દિવસે માત્ર 3.5 કરોડની કમાણી કરી હતી. પરંતુ પછી ફિલ્મ એ ધૂમ મચાવી દીધી. બીજા દિવસે 8.5 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 15.1 કરોડ રૂપિયા, ચોથા દિવસે 15.05 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 18 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 19.05 કરોડ રૂપિયા, સાતમાં દિવસે 18.05 કરોડ રૂપિયા, આઠમાં દિવસે 19.15 કરોડ રૂપિયા, નવમા દિવસે 24.80 કરોડ રૂપિયા, દસમા દિવસે 26.20 કરોડ રૂપિયા,અગિયારમા દિવસે 12.40 કરોડ, બારમા દિવસે 10.25 કરોડ અને 13મા દિવસે 10.03 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 13 દિવસમાં કુલ કલેક્શન 200.13 કરોડ રૂપિયા થઈ ગયું છે.