આર્યન ખાન જે ક્રૂઝમાંથી પકડાયો તેમાં મળે છે લક્ઝરી સુવિધાઓ, જુવો શું-શું હોય છે અંદર

બોલિવુડ

શનિવારે 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા માટે રવાના થયેલી ક્રૂઝ કાર્ડેલિયા પર નશીલી ચીજોનું સેવન કરતા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી. તેમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને તેના ઘણા અમીર મિત્રો અરબાઝ શેઠ મર્ચંટ અને મોડેલ મુનમુન ધમેચા પણ શામેલ છે. આ બાબતમાં પછી અન્ય પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ બધા આરોપીઓ પર એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ સામે કેસ નોંધીને એનસીબી તેમની પૂછપરછ કરી રહી છે.

એનસીબી આ બાબતમાં કેટલાક વધુ લોકોની પણ ધરપકડ કરી શકે છે. ધરપકડ કરેલા ચાર અન્ય લોકોના નામ અબ્દુલ કાદિર કયૂમ શેખ, શ્રેયસ નાયર, મનીષ દર્યા અને અવિન સાહુ છે. આ બધા તે ઈવેંટ મેનેજમેંટ કંપની સાથે જોડાયેલા જણાવવામાં આવે છે. જેમણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું.

આજે અમે તમને જણાવીએ કે આ લાંબી ક્રૂઝ પર કેવા પ્રકારની સુવિધાઓ મળે છે. આ ક્રૂઝનું નામ કાર્ડેલિયા છે. કોર્ડેલિયા ક્રૂઝ હાલમાં મુંબઈથી લક્ષદ્વીપ, મુંબઈથી ગોવા, મુંબઈથી દીવ, મુંબઈથી ચેન્નઈ અને મુંબઈથી કોચી માટે સેવા આપે છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ તેની શરૂઆત થઈ છે. હજી માત્ર 2 અઠવાડિયા થયા છે આ લક્ઝરી કાર્ડેલિયા ક્રૂઝ સર્વિસ ચાલુ થઈ તેને અને તેમાં ડ્રગ્સ પાર્ટિઓ પણ શરૂ થઈ ગઈ. આ ક્રૂઝ પર બાર, રેસ્ટોરાં અને થિયેટરો જેવી તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ પ્રકારની દરેક ક્રુઝમાં શોપિંગ માટે શોપિંગ સેન્ટર છે. ઘણા પ્રકારના રેસ્ટોરન્ટ્સ, મનોરંજન માટે કેસિનો અને સંગીતની પણ ખૂબ સારી વ્યવસ્થા હોય છે. તેમાં તમને દુનિયાભરની અલગ અલગ વાનગીઓ મળે છે. ક્રુઝની અંદર બે સ્વિમિંગ પુલ અને બાળકો માટે વોટર પાર્ક પણ બનેલા હોય છે. જો તમે તેની મુસાફરી કરો છો, તો તમને બર્લેસ્ક પ્રદર્શન, કેસિનો, સંગીત અને ડાંસ નાઈટ્સ, મૂવી સ્ક્રીનીંગ અને એડવેંચર્સનો આનંદ લેવાની તક મળે છે.

આ બધી સુવિધાઓ સાથે, તેમાં ત્રણ પ્રકારના રૂમ હોય છે, જે વિવિધ સુવિધાઓથી સજ્જ હોય છે. આ ક્રૂઝ કોઈ પણ લક્ઝરી મહેલથી ઓછા નથી હોતા. તેમાં મળતું ભોજન વર્લ્ડ ક્લાસ હોય છે જે અનુભવી શેફ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ક્રૂઝમાં તમે સ્ટ્રીટ ફૂડનો પણ આનંદ લઈ શકો છો.

વાત કરીએ આ કેસની તો આજે તમામ આરોપીઓની કસ્ટડી સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં એનસીબી આ બાબતમાં વધુ તપાસ માટે તેમની કસ્ટડી વધારવાની માંગ કરી શકે છે. જણાવી દઈએ કે આર્યન ખાનની 2 ઓક્ટોબરની રાત્રે કાર્ડેલિયા ક્રુઝથી NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સ બાબતમાં અત્યાર સુધીમાં 17 લોકોની એનસીબીએ ધરપકડ કરી છે. આ બાબતમાં રાજકારણ પણ શરૂ થઈ ચુક્યું છે. એનસીપીના નેતા નવાબ મલિકે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં એનસીબીની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે એનસીબી ભાજપના દબાણ હેઠળ કામ કરી રહી છે. તેમનું કહેવું છે કે આ સમગ્ર કામગીરી દરમિયાન ભાજપના કાર્યકર મનીષ ભાનુશાળી ત્યાં હાજર હતા.