સુંદરતામાં 5 સ્ટાર હોટલને પણ ફેલ કરે છે નેહા કક્કરનું આ લક્ઝુરિયસ ઘર, જુવો અંદરની તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાની પ્રખ્યાત સિંગર નેહા કક્કર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેમને પસંદ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે. નેહા કક્કરે ખૂબ જ ઓછા સમયમાં સિંગિંગની દુનિયામાં મોટું નામ કમાવ્યું છે અને તે આજની બોલિવૂડની સૌથી સફળ અને પ્રખ્યાત સિંગરમાંની એક છે. તેણે પોતાના શ્રેષ્ઠ અવાજથી બધાને દિવાના બનાવ્યા છે.

જણાવી દઈએ કે નેહા કક્કરે ગયા વર્ષે લગ્ન કર્યાં હતાં. નેહાએ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે સાત ફેરા લીધા હતા. ઘણીવાર આ કપલ કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. બંને ઓક્ટોબર 2020 માં લગ્ન કર્યા પછી નવા ઘરમાં રહે છે. સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નેહા હંમેશાં પતિ સાથે તસવીરો શેર કરતી રહે છે. નેહા અને રોહનપ્રીત ‘મયનાગરી’ મુંબઈમાં રહે છે. અત્યાર સુધીની ઘણી તસવીરોમાં નેહા પોતાના નવા ઘરની ઝલક પણ બતાવી ચુકી છે. ચાલો આજે અમે તમને નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના લક્ઝુરિયસ ઘરની તસવીરો બતાવીએ.

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહના ઘરની સુંદરતા જોતા જ બને છે. બંનેનું ઘર લક્ઝરી હોટલની જેમ અંદરથી ખૂબ સુંદર લાગે છે. ઘરમાં સફેદ કલરને ઘણી જગ્યા આપવામાં આવી છે. સાથે જ ક્રીમ કલર પણ ઘરમાં જોવા મળી રહ્યો છે.

નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ બંને મ્યુઝિક લવર્સ છે જે ઘરમાં જમીન પર બેસીને ગિટાર વગાડતા રહે છે. બેકગ્રાઉન્ડમાં જોઈએ તો દિવાલો પર ઘણી તસવીરો લગાવેલી છે. જે દિવાલ અને ઘરની સુંદરતા વધારવાનું કામ કરી રહી છે. ઘરનું ઈંટીરિયર ખૂબ જ સુંદરતા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. ઘરની દિવાલોનો કલર અને સોફા એક જ કલરના છે.

નેહા કક્કર અને રોહનપ્રીતનું ઘર ખૂબ જ સુંદર લોકેશન પર બનેલું છે. જ્યારે તમે ઘરની બહાર જુઓ ત્યારે આંખોને ઘણી રાહત મળે છે. આ તસવીર ઘરના લિવિંગ રૂમની છે, જ્યાં એક બાજુ કાચની દિવાલ છે, જ્યાં કેટલાક કુંડા છે અને ત્યાંથી મુંબઈની ઉંચી-ઉંચી બિલ્ડિંગો અને વાદળી આકાશનો સુંદર નજારો જોવા મળી શકે છે.

આ તસવીરમાં નેહાનો પતિ રોહનપ્રીત સિંહ ખૂબ જ હેંડસમ દેખાઈ રહ્યો છે. તેમની પાછળ ઘરનો ડાઈનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયામાં ઉપરની બાજુ સુંદર લાઇટ્સ પણ છે.

ઘરનો દરેક એરિયા ખૂબ જ સુંદર છે. નેહા કક્કર હંમેશાં તેના ઘરની અંદર તસવીરો ક્લિક કરતી રહે છે. આ નેહાના ઘરના કિચનનો નજારો છે, સિંગર તેના ઘરમાં કુકિંગ કરતા જોવા મળી શકે છે.

જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીતની પહેલી મુલાકાત ઓગસ્ટ 2020 માં મ્યુઝિક વીડિયોના શૂટિંગ દરમિયાન થઈ હતી. ટૂંક સમયમાં જ બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં અને ત્યાર પછી ઓક્ટોબરમાં લગ્ન કરી લીધાં. કોરોના મહામારીને કારણે આ લગ્ન ખૂબ સીક્રેટ રાખવામાં આવ્યા હતા. નેહાએ અચાનક લગ્ન કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા હતા.