રાશિફળ 28 માર્ચ 2021: આ 5 રાશિના લોકોનું નસીબ ચમકાવશે આ હોળી, આ વખતે બની રહ્યો છે આ શુભ યોગ

રાશિફળ

ફાગણ મહિનાની શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસે હોલીકા દહન કરવામાં આવે છે. બીજા દિવસે રંગોનો તહેવાર હોળી ઉજવવામાં આવે છે. સનાતન હિન્દુ ધર્મમાં હોલિકા દહનનું ખૂબ મહત્વ છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે હોળી પર ધ્રુવ યોગ બનવા જઈ રહ્યો છે. સાથે જ આ દિવસે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. અમે તમને રવિવાર 28 માર્ચનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે છે. રોજિંદા ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, સ્વાસ્થ્ય, શિક્ષણ, લગ્ન અને પ્રેમ જીવનથી સંબંધિત બધી માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માંગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 28 માર્ચ 2021.

મેષ રાશિ: આજે તમારા માન-સમ્માનમાં વધારો થવાની સંભાવના છે. કાર્યક્ષેત્ર પર વ્યસ્તતા વધી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે ઇન્ટરનેટ પર સમય પસાર કરશો, અથવા તમે ફોન પર મીઠી વાતચીત કરી શકો છો. કોઈ પણ રીતે આજે તમે બંને દિવસભર જોડાયેલા રહેશો. કેટલાક લોકો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. દુશ્મનો સાથે વિવાદ ન કરો તો સારું રહેશે. નવી તકો અને નવા લોકો સાથે પરિચય થશે. એક્ટિવ રહીને બધા કામ કરો. તક હાથમાંથી જવા ન દો.

વૃષભ રાશિ: આજે તમારામાં ધીરજનો અભાવ રહેશે. ભાગીદારી ફાયદાકારક રહેશે. તમે કોઈ બાબતે થોડા ગુસ્સે થશો કારણ કે તમારી ઈચ્છા મુજબ કાર્ય થશે નહિં. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સંતુલિત આહાર લો, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમને તમારી પર્સનલ લાઈફ વિશે મિત્રો તરફથી સારી સલાહ મળશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. જોખમેઐ કાર્યો કરવાથી બચો.

મિથુન રાશિ: ઘરમાં ઉપયોગમાં આવતી ચીજો ખરીદી શકો છો. કેટલીક આદતોમાં સુધારો કરવો સારું રહેશે. તમારે તમારા જીવનસાથી સાથે પ્રેમથી વાતો કરવી જોઈએ, તેનાથી સંબંધોમાં મધુરતા વધશે. આજે તમને તમારા માટે પણ થોડો સમય મળશે. તમારી બેદરકારી આજે તમને ભારે પડશે. કાનૂની બાબતોથી દૂર રહેવું સારું છે. તમારી વિચારસરણીને સકારાત્મક રાખો. વિશ્વાસપાત્ર વ્યક્તિનો સાથ પણ મળી શકે છે.

કર્ક રાશિ: આજે કોઈ પણ જગ્યાએથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. પ્રેમમાં નિરાશા મલશે અને ભવિષ્ય વિશે ચિંતા તમને પરેશાન કરી શકે છે. રૂટિનની બહાર કેટલાક કામ કરો, જેથી તમને આનંદનો અનુભવ થાય. મહેનત વધુ કરવી પડશે. વ્યર્થની ભાગ દૌડ રહેશે. મનમાં મૂંઝવણ રહેશે. તમારા સંબંધોમાં થોડી ઠંડક આવી શકે છે.તમને સંપત્તિ સંબંધિત કોઈ લાભ મળી શકે છે.

સિંહ રાશિ: પારિવારિક ખર્ચ વધી શકે છે. લેવડ-દેવદમાં સાવચેતી રાખવી. અટકેલા કાર્યો પૂર્ણ થશે. મહિલાઓ ઘરની સાફ-સફાઇ કરશે. જો તમે નવો ધંધો શરૂ કરવા ઈચ્છો છો તો અત્યારે યોગ્ય સમય નથી. સાઉં રહેશે કે પરિસ્થિતિ સારી બને ત્યાં સુધી રાહ જોવી. જૂના રોકાણથી આજે ફાયદો થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરશો. કાનૂની બાબતોમાં જીત મળશે. ઉતાવળમાં કોઈ ભૂલ પણ થઈ શકે છે.

કન્યા રાશિ: આજે તમે દુઃખી થઈ શકો છો. તમારી સખત મહેનત તમારા પક્ષમાં ઉભી રહેશે જેનાથી કાર્યમાં સારા પરિણામ મળશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે વધારે સમય પસાર કરી શકશો નહીં, પરંતુ સંબંધોમાં તાલમેલ રહેશે. સરકારી ક્ષેત્ર તરફથી લાભ મળી શકે છે. તમારો સમય સારો રહેશે. તમારા પ્રેમને લગ્નમાં બદલવા માટે સમય અનુકુળ છે.

તુલા રાશિ: આજનો દિવસ સારો રહેશે. તમારી કાર્યપદ્ધતિમાં સુધારો થશે. મોડેલિંગના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારી બ્રાન્ડ માટે કામ કરવાની ઓફર મળશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. વિવાહિત જીવનને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. સવારે ઉઠીને માતા ધરતીને સ્પર્શ કરો અને તેમને પ્રણામ કરો, આખો દિવસ મન પ્રસન્ન રહેશે. એવી પરિસ્થિતિઓ આવી શકે છે કે જે તમને વિચાર કર્યા વગર કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરશે.

વૃશ્ચિક રાશિ: સંગીત તરફ આકર્ષિત રહેશો. શિક્ષણમાં સારા પરિણામ મળશે. પરિવારમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો અને ભવિષ્યની યોજનાઓ બનાવશો. વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી. મોંઘી ચીજો પર ખર્ચ વધુ થઈ શકે છે. પરિવારમાં કોઈની તબિયત ખરાબ થઈ શકે છે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે. લાભ મળવાથી તમે મોટું ઉઠાવવાનો વિચાર કરી શકો છો.

ધન રાશિ: આજે અચાનક ધન લાભ મળી શકે છે. તેથી તમારું બજેટ સુધરશે. હિંમત અને મગજથી બગડેલી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં તમે સફળ થઈ શકો છો. ધંધામાં નવી યોજના બની શકે છે. સારા વર્તનને કારણે કેટલાક લોકોની મદદ મળી શકે છે. અટકેલું કામ પૂર્ણ થવાની સંભાવના છે. તમે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા કરી શકો છો. પૈસાની દ્રષ્ટિએ દિવસ સારો છે.

મકર રાશિ: આજે તમે ઘરની બાબતો હલ કરશો. દરેક સાથે નમ્રતાથી વાત કરો. તમારે સમય સમય પર દરેક કાર્યની સંભાળ લેવાનું શીખવું પડશે, ત્યારે જ તમે આગળ વધી શકશો. સારા લોકો સાથે મુલાકાત થશે. નોકરી કરતા લોકો માટે દિવસ સામાન્ય છે. તમે ઘણા કાર્યો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી શકો છો. જીવનસાથીની મદદ મળિ શકે છે. તમને આજે વડીલોના આશીર્વાદ પણ મળી શકે છે. અંગત સંબંધ મદદરૂપ થશે.

કુંભ રશિ: આજે તમે તામારા નજીકના સંબંધીઓને પૈસા ઉધાર આપી શકો છો. આજે તમને ખ્યાતિ અને સન્માન મળશે. અચાનક ધન લાભ મળશે. મિત્રોની મદદથી ધન લાભ મળશે. વડીલોના આશીર્વાદ મળશે. આજે તમારા જીવનસાથી તમારું વધુ ધ્યાન રાખશે. મહેનત વધુ કરવી પડશે.

મીન રાશિ: કેટલાક નવા પરિવર્તન તમારા સંબંધોમાં આવી શકે છે. ભાગીદારીને લઈને તમારું મન ચિંતિત રહેશે. અચાનક પૈસાની ખોટ થઈ શકે છે. કામ સમયસર પૂર્ણ થશે નહીં. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો. જો આજે તમે મુસાફરી પર જઈ રહ્યા છો તો તમારા સામાનનું ધ્યાન રાખો.

Leave a Reply

Your email address will not be published.