જાણો ક્યારથી ચાલી રહ્યું હતું યામી-આદિત્યના પ્રેમનું ચક્કર, કંઈક આવી રીતે શરૂ થઈ હતી તેમની લવ સ્ટોરી

બોલિવુડ

બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ પણ હવે એકથી બે થઈ ગઈ છે. યામીએ બોલિવૂડ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. 4 જૂને બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. જ્યારે આ બંનેના લગ્ન ખૂબ ગુપ્ત રહ્યા હતા, તો તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે આ બંનેએ ક્યારેય કોઈને તેમના પ્રેમ વિશે જણાવ્યું નથી.

અચાનક લગ્ન કરતાં વધુ ચોંકાવનારી વાત આ રહી કે તેમની લવ સ્ટોરીથી દરેક અજાણ હતા. 4 જૂને જ્યારે યામી અને આદિત્ય લગ્નના બંધનમાં બંધાયા ત્યારે યામી ગૌતમે પોતે જ સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્નની માહિતી પોતાના ચહકો સાથે શેર કરી હતી. તેના લગ્નની તસવીરો પર ચાહકોએ ખૂબ પ્રેમ લૂટાવ્યો હતો.

લગ્નની તસવીર શેર કરતા યામીએ લખ્યું કે, “તમારા પ્રકાશમાં હું પ્રેમ કરવાનું શીખું છું – રૂમી. આપણા પરિવારના આશીર્વાદ સાથે, આજે આપણે એક એંટીમેટ વેડિંગ સેરેમની માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છીએ. આપણે આ ખુશીની તકને આપણા પરિવાર સાથે સેલિબ્રેટ કરી છે. આપણે હવે પ્રેમ અને મિત્રતાની મુસાફરી શરૂ કરી છે, અમે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ. લવ, યામી અને આદિત્ય.”

સોશિયલ મીડિયા પર બે દિવસથી યામી ગૌતમ અને આદિત્યના લગ્નની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકોએ આ તસવીરો ખૂબ પસંદ કરી છે. બોલીવુડના ઘણા કલાકારો દ્વારા પણ બંનેને લગ્નની શુભકામનાઓ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આદિત્યએ યામી અને વિક્કી કૌશલ અભિનીત ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ નું નિર્દેશન કર્યું છે. ચાલો તમને યામી અને આદિત્યની લવ સ્ટોરી વિશે જણાવીએ.

વર્ષ 2019 માં ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ આવી હતી. તે આ વર્ષની મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. યામીની કારકિર્દીને આ ફિલ્મથી નવી ઓળખ મળી. જ્યારે આ ફિલ્મે વિકી કૌશલને બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાવ્યો હતો. તે જ સમયે આદિત્યના નિર્દેશનની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મના સેટ દરમિયાન આદિત્ય અને યામી પહેલી વખત મળ્યા હતા. જો કે આ પહેલા બંને એક બીજાના સંપર્કમાં જરૂર હતા.

ફિલ્મ ઉરી યામી અને આદિત્ય માટે પ્રેમ લાવી હતી. ફિલ્મમાં સાથે કામ કરવા દરમિયાન, બંને કલાકારો એકબીજાની ખૂબ નજીક આવ્યા હતા અને સમય જતાં તેમનો પ્રેમ વધવા લાગ્યો હતો. પરંતુ બંનેના પ્રેમના સમાચાર કોઈએ પણ સાંભળ્યા ન હતા. બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નહીં.

એક મીડિયા રિપોર્ટ મુજબ એક સૂત્રએ જણાવ્યું કે, ‘ખરેખર નહીં! પરંતુ ‘ઉરી’ ના સેટ પર પહેલા દિવસથી જ ચિંગારી ઉઠી ગઈ હતી. તે વિશ્વાસ નથી કરી શકતા કે, બંને ‘ઉરી’ ના દિવસોમાં એકબીજાના પ્રેમમાં હતા, જ્યારે તેવું બિલકુલ નથી લાગ્યું. બંને એ તેમની ફીલિંગ્સને એ હદે છુપાવીને રાખી કે, યૂનિટમાં કોઈને પણ બંનેની નિકટતા વિશે જાણ ન થઈ.’