અંબાણી પરિવારની પુત્રવધૂએ લગ્નમાં પહેર્યો હતો લવ સ્ટોરી લહેંગો, જાણો શું છે તેનું રહસ્ય

મનોરંજન

દેશના સૌથી ધનિક લોકોના લિસ્ટમાં ટોપ પર શામેલ મુકેશ અંબાણી વિશે કોણ નથી જાણતું. માત્ર મુકેશ અંબાણી જ નહીં પરંતુ તેના પરિવારના અન્ય સભ્યોને પણ આજે દરેક વ્યક્તિ ઓળખે છે. પછી ભલે તે તેની પત્ની નીતા અંબાણી હોય કે તેના પુત્રો આકાશ અથવા અનંત હોય. અંબાણી પરિવાર અવારનવાર કોઈ ને કોઈ કારણસર સમાચારમાં રહે છે.

અંબાણી પરિવારનો દરેક સભ્ય તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ પ્રખ્યાત છે. સાથે જ અંબાણી પરિવારના લગ્ન પણ ખૂબ જ ખાસ હોય છે. જોકે 2019 માં મુકેશ અને નીતાના પુત્ર આકાશના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે આકાશે શ્લોકા મહેતા સાથે 9 માર્ચ 2019 ના રોજ લગ્ન કર્યા હતા અને તે દુનિયાના સૌથી રોયલ લગ્નમાંના એક રહ્યા હતા.

આ લગ્નમાં માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશથી પણ અનેક હસ્તીઓ સામેલ થઈ હતી અને તેથી જ આકાશ અને શ્લોકાના લગ્ન ઘણાં મહિનાઓ સુધી હેડલાઇન્સમાં રહ્યા હતા. જોકે આ લગ્ન તેની રોયલ્ટી માટે પણ હેડલાઇન્સમાં રહ્યા હતા, આ ઉપરાંત અંબાણી પરિવારની પુત્રી શ્લોકા મહેતા વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ હતી.

ખરેખર આ લગ્નમાં શ્લોકા મહેતા પર દરેકની નજર એટલા માટે હતી કારણ કે તે દેશના સૌથી અમીર પરિવાર (અંબાણી પરિવાર) ની પુત્રવધૂ બનવા જઈ રહી હતી. આજે અમે તમને આ આર્ટિકલમાં શ્લોકા મહેતાના સંગીત કાર્યક્રમમાં પહેરેલા લહેંગા વિશે કેટલીક ખાસ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ શું છે ખાસ.

આ કારણે ખાસ હતો શ્લોકા મહેતાનો લહેંગો: જણાવી દઈએ કે શ્લોકા મહેતાએ લગ્નની સંગીત સેરેમનીમાં પિંક કલરનો લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એવું કહેવામાં આવે છે કે આ લહેંગામાં એક મોટી વિશેષતા હતી, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ખરેખર, આ લહેંગાની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં શ્લોકાએ પોતાની અને આકાશની આખી લવ સ્ટોરી કહી હતી.

સંગીત સેરેમનીમાં પહેરવામાં આવેલા આ લહેંગામાં શ્લોકા અને આકાશની પહેલી મુલાકાતથી લઈને પ્રપોઝ અને સગાઈ સુધીની બધી માહિતી હતી. આટલું જ નહીં શ્લોકા મહેતાએ આ લહેંગામાં સાસુ – સસરા એટલે કે નીતા અને મુકેશનું નામ પણ લખ્યું હતું. શ્લોકા તેમાં જોઈ કોઈ પરીથી ઓછી લાગી રહી ન હતી અને તેમણે પોતાની સુંદરતાથી આખી મહેફિલ લૂટી લીધી હતી.

એવું કહેવામાં આવે છે કે અંબાણી પરિવારની પુત્રવધૂ એટલે કે શ્લોકાનો આ લહેંગો બનાવવા માટે કારીગરોને ખૂબ જ મહેનત કરવી પડી હતી. આ લહેંગો સંપૂર્ણપણે હાથ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, તેમાં જડાઉ એમ્બ્રોડરી કરવામાં આવ્યું હતું. તેમાં ક્રિસ્ટલ અને ગ્લાસ બીડ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ખૂબ જ મહેનતથી તે તૈયાર થયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ લહેંગાનું નામ પણ આપવામાં આવ્યું હતું. શ્લોકાના આ લહેંગાનું નામ લવ સ્ટોરી લહેંગા હતું. આ એટલા માટે કારણ કે આ લહેંગામાં શ્લોકા અને આકાશની આખી લવ સ્ટોરી શામેલ કરવામાં આવી હતી, તેથી તે લવ સ્ટોરી લહેંગો કહેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published.