સીરિયલના શૂટિંગ દરમિયાન જ એકબીજાને દિલ આપી બેઠા હતા 10 પ્રખ્યાત સ્ટાર્સ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવુડ

આજના સમયમાં લોકો ટીવી સિરિયલ જોવાનું ખુબ જ પસંદ કરે છે. આટલું જ નહીં પરંતુ તેના કલાકારો પણ ઘર-ઘરમાં સારી ઓળખ બનાવી ચુક્યા છે. ટીવી ઈંડસ્ટ્રીના એવા ઘણા કલાકારો છે જેમને સેટ પર શૂટિંગ દરમિયાન જ એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આજે અમે તમને રીલ લાઈફણી એવી કપલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે શૂટિંગ દરમિયાન એકબીજા સાથે દિલ લગાવી બેઠા હતા અને છેલ્લે તેઓ લગ્નના બંધનમાં બંધાઈને હંમેશા માટે હંમેશા માટે એકબીજાના બની ગયા.

વિવેક દહિયા અને દિવ્યાંકા ત્રિપાઠી: ટીવી ની પ્રખ્યાત અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની પ્રખ્યાત સીરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં ઈશિમાના પાત્રમાં જોવા મળી ચુકી છે. અભિનેત્રી પોતાના કો-સ્ટાર શરદ મલ્હોત્રાને લગભગ 9 વર્ષ સુધી ડેટ કરતી રહી, પરંતુ પછી જ્યારે બ્રેકઅપ થઈ ગયું તો ત્યાર પછી વિવેક દહિયાના રૂપમાં તેને એક સારો મિત્ર મળી ગયો. આ શોના સેટ પરથી તેમની પહેલી મુલાકાત થઈ અને ધીમે ધીમે મિત્રતા, પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને છેવટે આ કપલ 14 જુલાઈ 2016ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ.

ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી: ટીવી ના જાણીતા અભિનેતા ગુરમીત ચૌધરી અને અભિનેત્રી દેબીના બેનર્જીએ ટીવીની પ્રખ્યાત સીરિયલ “રામાયણ” માં સીતા અને રામની ભૂમિકા નિભાવી છે. સીરિયલમાં કામ કરતા કરતા ક્યારે તેઓ એકબીજાને દિલ આપી બેઠા તેમને પોતાને પણ ખબર ન પડી. આ બંને લગભગ 5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા. પછી રિયાલિટી શો “પતિ, પત્ની ઔર વો” ના સેટ પર ગુરમીત ચૌધરીએ એક હીરાની વીંટી સાથે દેબિના બેનર્જીને લગ્ન માટે પ્રપોઝ કરી દીધો અને છેવટે 15 ફેબ્રુઆરી 2021ના રોજ આ કપલ લગ્નના બંધનમાં બંધાઈને હંમેશા હંમેશા માટે એક-બીજાના થઈ ગયા. હવે તે બંને દત્તક લીધેલી બે પુત્રીઓ પૂજા અને લતાના માતા-પિતા છે.

મોહિત સહગલ અને સનાયા ઈરાની: સિરિયલ “મિલે જબ હમ તુમ”ના સેટ પર મોહિત સહગલ અને સનાયા ઈરાનીની પહેલી મુલાકાત થઈ હતી. આ સીરિયલમાં બંને એક રોમેન્ટિક કપલની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા. તેમનો ઓનસ્ક્રીન રોમાંસ ધીમે ધીમે ઓફ સ્ક્રીન રોમાંસમાં બદલાઈ ગયો અને બંને એકબીજાને પ્રેમ કરવા લગ્યા. 7 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી 25 જાન્યુઆરી 2016ના રોજ આ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

રવિ દુબે અને સરગુન મેહતા: ટીવી ની પ્રખ્યાત સિરિયલ “12/24 કરોલ બાગ” મા રવિ દુબે અને સરગુન મેહતા માં પતિ-પત્નીની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા, પરંતુ સિરિયલમાં કામ કરતા-કરતા તે રિયલ લાઈફમાં એકબીજાને દિલ આપી બેઠા અને બંનેએ બીજાને ડેટ કરવાનુ શરૂ કરી દીધું. રવિ દુબેએ “નચ બલિયે”ના સેટ પર ઘુંટણ પર બેસીને સરગુન ને પ્રપોઝ કર્યો હતો. ત્યાર પછી બંનેએ 7 ડિસેમ્બર 2013ના રોજ લગ્ન કરી લીધા.

શક્તિ અરોરા અને નેહા સક્સેના: ટીવી ના પ્રખ્યાત કલાકાર નેહા સક્સેના અને શક્તિ અરોરાની પહેલી મુલાકાત એક ગેરસમજના કારણે થઈ હતી. પરંતુ આ ગેરસમજના કારણે જ તે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જ્યારે શક્તિ અરોરા પોતાના શો “તેરે લિયે” ની બ્રીફિંગ કરી રહ્યા હતા, ત્યારે એર હોસ્ટેસથી અભિનેત્રી બનેલી નેહા તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી અને તે બંને “નચ બલિયે” માં પણ ભાગ લઈ ચુક્યા છે. આ બંનેએ 2018માં લગ્ન કર્યા હતા.

ધીરજ ધૂપર અને વિન્ની અરોડા: ધીરજ ધૂપર અને વિન્ની અરોડા ની પહેલી મુલાકાત ઝી ટીવીના શો “માતા પિતા ના ચરણમાં સ્વર્ગ” ના સેટ પર થઈ હતી. ત્યાર પછી આ બંને 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને છેલ્લે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંને 16 નવેમ્બર 2016ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

માનવ ગોહિલ અને શ્વેતા કવતરા: માનવ ગોહિલ અને શ્વેતા કવતરા વચ્ચે નિકટતા સિરિયલ “કહાની ઘર ઘર કી” અને “કુસુમ” દરમિયાન વધી હતી. શરૂઆતમાં તે સારા મિત્રો બન્યા અને સમય ની સાથે-સાથે તે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. 3 વર્ષની લાંબી રાહ જોયા પછી 6 ડિસેમ્બર 2004ના રોજ આ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્ન પછી 11 મે 2012 ના રોજ તેઓ એક સુંદર પુત્રીના માતાપિતા બન્યા.

શરદ કેલકર અને કીર્તિ ગાયકવાડ: શરદ કેલકર અને કીર્તિ ગાયકવાડ ઝી ટીવી સિરિયલ “સાત ફેરા” માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળ્યા હતા. આ પહેલા પણ દૂરદર્શનના શો “આક્રોશ” માં બંનેએ કામ કર્યું હતું. તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા હતા પરંતુ પછી બંને વચ્ચે પ્રેમનો સિલસિલો શરૂ થયો હતો. તે “નચ બલિયે” માં પણ ભાગ લઈ ચુક્યા છે અને પોતાના સંબંધને જગજાહેર કર્યો. આ કપલ 3 જૂન 2005ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ હતી. લગ્ન પછી 7 ફેબ્રુઆરી 2014 ના રોજ તેમણે પોતાના ઘરે પુત્રીનું સ્વાગત કર્યું.

હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન: હિતેન તેજવાની અને ગૌરી પ્રધાનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી પરંતુ બંને રિયલ લાઈફમાં પણ એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. આ બંને 29 એપ્રિલ, 2004ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને 2009 માં કપલે પોતાના ઘરે જુડવા બાળકોનું સ્વાગત કર્યું.

આમિર અલી અને સંજીદા શેખ: આમિર અલી અને સંજીદા શેખ ટીવી ઈંડસ્ટ્રીની હોટ કપલમાં શામેલ છે. આ બંને લાંબા સમય સુધી એકબીજાના સારા મિત્રો રહ્યા. એક બીજા પ્રત્યે પ્રેમનો અહેસાસ થવામાં ખૂબ લાંબો સમય લાગી ગયો હતો. થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી તેમણે પોતાના સંબંધને આગળ વધારવાનો નિર્ણય લીધો. આ બંને 2007માં “નચ બલિયે” માં પણ ભાગ લઈ ચુક્યા છે. આટલું જ નહીં પરંતુ શોના વિનર પણ બન્યા હતા. આ કપલે 2 માર્ચ 2012ના રોજ લગ્ન કર્યા હતા.