આ મંદિરમાં સ્ત્રી સ્વરૂપમાં બિરાજમાન છે ભગવાન હનુમાન, વાંચો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણીક કથા

ધાર્મિક

છત્તીસગઢમાં આવેલા એક મંદિરમાં હનુમાનજીની સ્ત્રી-સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. દેશનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન હનુમાનજી સ્ત્રી સ્વરૂપે બિરાજમાન છે. આ એક પ્રાચીન મંદિર છે જે ખૂબ જૂનું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા કરવાથી જરૂર લાભ મળે છે અને બજરંગબલીના આશીર્વાદ મળે છે. આ મંદિર છત્તીસગઢના બિલાસપુરથી 25 કિમી દૂર રતનપુર ગામમાં આવેલું છે. આ ગામ આ મંદિરના કારણે આખા ભારત માં જાણીતું છે.

ગિરિજાબંધ હનુમાનજી નામનું આ મંદિર ખૂબ પ્રખ્યાત છે અને દૂર-દૂરથી લોકો આ મંદિરમાં બજરંગબલીના દર્શન કરવા માટે આવે છે. મંગળવારે પણ આ મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ હોય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સ્થાપિત સ્ત્રીના રૂપ વાળા હનુમાનજીની મૂર્તિ લગભગ 10 હજાર વર્ષ જૂની છે. જે લોકો અહીં આવીને તેમની પૂજા કરે છે, તેમની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આટલું જ નહીં, હનુમાનજી તેમની રક્ષા કરે છે. કોઈ ભક્ત અહીંથી ખાલી હાથ અથવા નિરાશ પરત જતા નથી. આ મંદિર સાથે એક પૌરાણીક કથા પણ જોડાયેલી છે જે આ મુજબ છે.

મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા: ગિરિજાબંધ હનુમાન મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા મુજબ, રાજા પૃથ્વી દેવજુ હનુમાનજીના ભક્ત હતા. એકવાર તેને રક્તપિત્ત થયો હતો. તેઓ દર મંગળવારે હનુમાનજીની પૂજા કરતા હતા અને તેમને આશા હતી કે એક દિવસ હનુમાનજી આ રોગ દૂર કરશે. એક દિવસ તેમને ભગવાન હનુમાનનું સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં હનુમાનજીએ કહ્યું કે મહામાયા કુંડમાં તેમની મૂર્તિ છે. તે મૂર્તિને બહાર કાઢીને મંદિરમાં રાખવામાં આવે. આ સ્વપ્ન પછી તેમણે સૌથી પહેલા એક મંદિર બનાવ્યું અને સાથે મહામાયા કુંડમાંથી મૂર્તિ પણ કઢાવી. જેને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. મહા માયા કુંડમાંથી જે મૂર્તિ રાજાએ લાવીને મંદિરમાં સ્થાપિત કરી હતી. તે મૂર્તિ સ્ત્રીના સ્વરૂપમાં હતી. આ મૂર્તિ મંદિરમાં સ્થાપિત થતાંની સાથે જ રાજાનો રોગ દૂર થઈ ગયો. ત્યારથી આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્ત્રી સ્વરૂપમાં બિરાજમાન છે. દરરોજ આ મૂર્તિનિ શણગાર સારી રીતે કરવામાં આવે છે.

આ મૂર્તિના ડાબા ખભા પર ભગવાન રામ અને જમણા ખભા પર લક્ષ્મણજી બિરાજમાન છે. સાથે જ ડાબા પગની નીચે આહિરવણ છે અને જમણા પગ નીચે કસાઈ છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ રોગથી પીડિત લોકો અહીં આવીને ભગવાન હનુમાનની પૂજા કરે છે. તો તેમનો આ રોગ દુર થઈ જાય છે. અહીં આવીને પૂજા કરવાથી દુ: ખ દૂર થાય છે. દર મંગળવારે આ મંદિરમાં વિશેષ ભીડ જોવા મળે છે અને દૂર-દૂરથી લોકો આવીને અહીં હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવા માટે આવે છે.

હનુમાનજીનું આ મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં દરેક સુવિધા ભક્તોને આપવામાં આવી છે. મંદિરની પાસે ધર્મશાળા પણ છે. જ્યાં ભક્ત રોકાઈ શકે છે. હનુમાનજીના મંદિર ઉપરાંત અહીં માતા મહામાયા દેવી મંદિર પણ છે. જેના કારને આ જગ્યાને મહામાયા નગરી પણ કહેવામાં આવે છે.