પહેલી ફિલ્મ દરમિયાન કંઈક આવા દેખાતા હતા આ 7 સ્ટાર્સ, અક્ષયને જોઈને તો નહિં આવે વિશ્વાસ

બોલિવુડ

સમયની સાથે બધું બદલાતું રહે છે. લુક, સંબંધ, ઉંમર વગેરે બધું. તેમાં ઉંમરને રોકવી કોઈના હાથમાં નથી. પછી ભલે સામાન્ય વ્યક્તિ હોય કે કોઈ ખાસ વ્યક્તિ. દરેક વ્યક્તિનો લુક સમયની સાથે બદલી જાય છે. આજે હિન્દી સિનેમાના કેટલાક પ્રખ્યાત કલાકારોના વર્ષો પહેલાના અને અત્યારના લુક વિશે જણાવીશું. આજે અમે તમને હિન્દી સિનેમાના કેટલાક જાણીતા કલાકારોની તેમની પહેલી ફિલ્મ દરમિયાનની અને આજના સમયની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં બધા કલાકારો ખૂબ દુબળા-પાતળા જોવા મળી રહ્યા છે. એક ક્ષણ માટે તો તમને તમારા ફેવરિટ સ્ટાર્સની જૂની તસવીર જોઈને વિશ્વાસ નહિં આવે. તો ચાલો શરૂ કરીએ આ સુંદર સફર.

અક્ષય કુમાર: વર્ષ 1991 માં ફિલ્મ સૌગંધથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર સુપરસ્ટાર અક્ષય કુમાર આજે લાખો લોકોની પહેલી પસંદ બની ચુક્યા છે. તેની પહેલી ફિલ્મ દરમિયાન અક્ષય કુમાર ખૂબ દુબળા-પાતળા હતા. આજે લુક અને ફિટનેસની બાબતમાં ખિલાડી કુમાર દરેકને માત આપે છે. ખૂબ જ જલ્દી ચાહકોને અભિનેતા અક્ષય કુમાર ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે.

અજય દેવગણ: હિન્દી સિનેમાના સૌથી પ્રખ્યાત કલાકારોમાં અજય દેવગણનું નામ પણ શામેલ છે. અજય દેવગણે પોતાની સુંદર એક્ટિંગથી ઈંડસ્ટ્રીમાં એક અલગ અને ખાસ ઓળખ બનાવી છે. વર્ષ 1991 માં ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ અજયે તેની ફિલ્મી કારકીર્દિની શરૂઆત કરી હતી અને પહેલી ફિલ્મથી જ તે બધાના ફેવરિટ બની ગયા હતા. અજયના 30 વર્ષ જૂના અને આજના લૂકમાં ઘણો તફાવત જોવા મળે છે.

શાહરૂખ ખાન: અભિનેતા શાહરૂખ ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1992 માં કરી હતી. તેમની પહેલી ફિલ્મ ‘દીવાના’ હતી, જેમાં તેમની સાથે દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને દિવ્યા ભારતી પણ મુખ્ય ભૂમિકામાં હતાં. છેલ્લા લગભગ 29 વર્ષોથી શાહરુખ દુનિયાભરનું પોતાની સુંદર એક્ટિંગથી મનોરંજન કરી રહ્યો છે. 28 વર્ષોમાં અભિનેતાનો લૂક ઘણો બદલાઈ ગયો છે.

સલમાન ખાન: સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 31 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. સલમાન ખાને વર્ષ 1989 માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી જ ફિલ્મ સુપરહિટ રહી હતી. પહેલી ફિલ્મ દરમિયાન ખૂબ દૂબળા-પાતળા જોવા મળેલા સલમાન ખાન આજે પોતાની સુંદર બોડીથી દરેકને માત આપે છે. સલમાન ખાન ટૂંક સમયમાં જ પડદા પર ફિલ્મ રાધેમાં જોવા મળશે.

આમિર ખાન: બોલીવુડના ત્રણ ખાનમાં પોતાનું સ્થાન રાખનાર આમિર ખાન પણ તેની કારકિર્દીની શરૂઆતમાં ખૂબ જ પાતળા હતા. સમયની સાથે અભિનેતાએ પોતાને બદલવાનું શરૂ કર્યું અને આજે 55 વર્ષની ઉંમરે પણ તે એકદમ ફીટ છે. આમિર ખાને તેની કારકિર્દીની શરૂઆત ‘કયામત સે કયામત તક’ ફિલ્મથી કરી હતી. જેમાં તે એક નિર્દોષ છોકરાની ભૂમિકામાં હતા.

પ્રિયંકા ચોપડા: પ્રિયંકા ચોપડાએ હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં પ્રિયંકાનો રંગ એટલો સ્પષ્ટ ન હતો અને તે આટલી હોટ પણ ન હતી. તેની હાલની અને પહેલાની તસવીરની તુલના કરવામાં આવે તો તે અત્યારે ખૂબ જ આકર્ષક અને સુંદર જોવા મળે છે.

કરીના કપૂર ખાન: કરીના કપૂર ખાન 20 વર્ષ કરતા વધુ સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. વર્ષ 2000 માં અભિષેક બચ્ચન સાથે ફિલ્મ રેફ્યુજીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કરીનાએ બદલાતા સમય સાથે પોતાને બદલી અને હવે તે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે. એક સમયે તેને ઝીરો સાઈઝ ફિગર બનાવીને બધાના હોંશ ઉઠાવી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published.