પ્રેગ્નેંસી દરમિયાન બિલકુલ અલગ દેખાતી હતી બોલીવુડની આ 7 અભિનેત્રીઓ, નંબર 7 ને તો ઓળખવી પણ બની ગયું હતું મુશ્કેલ

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રીઓ તેમની સુંદરતા અને ફિટનેસ માટે જાણીતી છે. પરંતુ તેમના જીવનમાં એક સમય એવો પણ આવે છે જ્યારે તેમનું વજન ખૂબ વધી જાય છે. જ્યારે કોઈ મહિલા પ્રેગ્નેંટ હોય છે ત્યારે તેનું વજન વધવું સ્વાભાવિક છે. પરંતુ પ્રેગ્નેંસી પછી વધેલા વજનને ઘટાડવું એક પડકાર છે. જ્યારે સામાન્ય મહિલાઓને પ્રેગ્નેંસી પછી વજન ઘટાડવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો બોલિવૂડ અભિનેત્રીઓ ખૂબ જ સરળતાથી થોડા દિવસોમાં ફરીથી શેપમાં આવી જાય છે. આજની આ પોસ્ટમાં અમે તમારા માટે બોલિવૂડ અભિનેત્રીઓની પ્રેગ્નેંસી દરમિયાનની કેટલીક તસવીરો લાવ્યા છીએ. આ તસવીરો જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ તે જ અભિનેત્રીઓ છે જેમની દુનિયા દીવાની છે. પ્રેગ્નેંસી દરમિયાન આ અભિનેત્રીઓનું વજન ખૂબ વધી ગયું હતું, પરંતુ જે રીતે તેમણે પછી વજન ઘટાડ્યું તે ખરેખર પ્રશંસનીય છે. તો ચાલો જોઈએ પ્રેગ્નેંસી દરમિયાન કેવી દેખાતી હતી આ અભિનેત્રીઓ.

એશ્વર્યા રાય બચ્ચન: પ્રેગ્નેંસી દરમિયાન પણ એશ્વર્યા તેટલી જ સુંદર દેખાતી હતી જેટલી તે આજે છે. જોકે તેનું વજન ખૂબ વધી ગયું હતું પરંતુ તેના વજનથી તેની સુંદરતામાં કોઈ ઘટાડો આવ્યો ન હતો. આજે એશ્વર્યા ફરીથી શેપમાં આવી ગઈ છે અને ખૂબ સુંદર લાગે છે.

અમૃતા અરોરા: આ તસવીરમાં તમે જોઈ શકો છો કે અમૃતા અરોરા પ્રેગ્નેંસી દરમિયાન કેવી દેખાતી હતી. પરંતુ હવે તે પહેલાની જેમ ફિટ છે અને ફરીથી શેપમાં આવી ગઈ છે.

જેનેલિયા ડિસૂઝા: બોલિવૂડની બબલી અભિનેત્રી જેનેલિયા ડિસૂઝા પ્રેગ્નેંસી દરમિયાન પણ ખૂબ જ ક્યૂટ દેખાતી હતી. આજે જેનેલિયાને બે બાળકો છે, છતાં પણ તેણે પોતાને મેંટેન રાખી છે.

કાજોલ: કહેવાય છે કે ફિલ્મ ‘ફના’ના શૂટિંગ દરમિયાન કાજોલ પ્રેગ્નેંટ હતી. જેમ તમે આ તસવીરમાં જોઈ શકો છો કે કાજોલનું વજન વધેલું છે અને તેને છુપાવવા માટે તેણે ઢીલા-ઢીલા કપડાં પહેર્યા છે. પરંતુ હવે કાજોલ ફરીથી શેપમાં આવી ગઈ છે અને 44 વર્ષની ઉંમરમાં પહેલાથી પણ વધુ યંગ અને સુંદર દેખાય છે.

કરીના કપૂર: બોલિવૂડની હોટેસ્ટ મોમ કરીના કપૂર પણ પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ જ જાડી થઈ ગઈ હતી. પરંતુ તૈમુરના જન્મ પછી તે જિમ ગઈ અને સખત મહેનતથી તે ફરીથી શેપમાં આવી ગઈ. આજે તે બોલીવુડની સૌથી ફિટ અને સુંદર અભિનેત્રી છે.

લારા દત્તા: જેમ તમે આ તસવીરમાં જોઈ શકો છો કે જ્યારે લારા દત્તા પ્રેગ્નેંટ હતી ત્યારે તેનું પણ વજન ખૂબ વધી ગયું હતું પરંતુ આજે ફરીથી તેણે જીમમાં પરસેવો પાડીને પોતાને ફિટ કરી લીધી છે.

મંદિરા બેદી: પોતાની ફિટનેસ માટે જાણીતી અભિનેત્રી મંદિરા બેદી પણ પ્રેગ્નેંસી દરમિયાન જાડી થઈ ગઈ હતી. પરંતુ પ્રેગ્નેંસી પછી તેમણે થોડા મહિનાઓમાં પોતાને ફિટ કરી લીધી. મંદિરા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.