આ અંગ પર ગરોળી પડવાથી મળે છે અચાનક ધનલાભ, જાણો ગરોળી સાથે જોડાયેલા રહસ્યમય સંકેત વિશે

ધાર્મિક

ગરોળી એક એવો જીવ છે તમને લગભગ દરેક ઘરની દિવાલ પર જોવા મળી જાય છે. તે દિવાલ અને છત પર આમ-તેમ દોડતી રહે છે. ક્યારેક ગરોળી નીચે પણ પડી જાય છે. સાથે જ તે ક્યારેક આપણા શરીરના કોઈ અંગ પર પણ પડે છે. શાસ્ત્રોમાં ગરોળી સાથે જોડાયેલી ઘણી શુભ અને અશુભ વાતો જણાવવામાં આવી છે. આ ગરોળી આપણને ઘણા એવા સંકેત આપે છે જેના પરથી આપણે આવનારા સારા કે ખરાબ સમયનો અંદાજ લગાવી શકીએ છીએ.

ગરોળી સાથે જોડાયેલી માન્યતાઓ: જો ગરોળી એકબીજા સાથે લડતી જોવા મળે તો તે અશુભ સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે ઘરમાં પરિવાર વચ્ચે ઝઘડો થવાનો છે. સાથે જ આ ઝઘડો કોઈ મિત્ર સાથે પણ થઈ શકે છે. જીવનસાથી સાથે લડવાની સંભાવના પણ તેનાથી વધી જાય છે.

જો તમે ભોજન કરી રહ્યા છો અને અચાનક તમને ગરોળીનો અવાજ સંભળાય છે તો તે એક સારો સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે. તમારી સાથે કંઈક સારું થવાનું છે.

જો ગરોળી એકબીજા સાથે લડી રહી છે અને અચાનક તમારા માથા પર પડી જાય તો તે એક સારો સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે તમને અચાનક જ ખૂબ જ મોટો ધન લાભ થવાનો છે. પૈસાની આવક વધશે. પૈસા સાથે જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે.

જો ગરોળી વાળ પર પડે તો તે શુભ માનવામાં આવતું નથી. આ એક ખરાબ ઘટના છે. તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. તેથી આ સ્થિતિમાં સાવચેત રહો.

જો ગરોળી ગળા પર પડે તો તે શુભ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારા માન-સમ્માનમાં વધારો થવાનો છે. સાથે જ ગાલ પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારી કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આ મુલાકાત તમારા માટે ફાયદાકારક ડીલ પણ સાબિત થશે. તેથી તમે તેને એક સારો સંકેત માનીને ચાલો.

જો ગરોળી તમારા જમણા ગાલ પર પડે તો તેને પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમારી સુખ-સુવિધાઓમાં વધારો થવાનો છે. તમારું જીવન આરામદાયક બનવાનું છે. આટલું જ નહીં તેનો એક સંકેત એ પણ હોય છે કે તમારા જીવનમાંથી પૈસા સાથે જોડાયેલી દરેક સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

જો ગરોળી તમારી પીઠ પર પડે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તેનો અર્થ એ છે કે તમારો મિત્ર અથવા નજીકના લોકો તમારી પીઠ પાછળ વાર કરી શકે છે. એટલે કે તમને દગો આપી શકે છે.