સપનામાં ગરોળી જોવા મળે તો સારા દિવસો આવે છે કે ખરાબ? જાણો ગરોળી સાથે જોડાયેલા સપનાનું રાજ

ધાર્મિક

સપના દરેકને આવે છે. ક્યારેક તે ખૂબ જ મીઠા હોય છે તો ક્યારેક ખૂબ જ ડરામણા હોય છે. સપનામાં અવારનવાર વિચિત્ર ચીજો જોવા મળે છે. આવી સ્થિતિમાં આપણે વિચારમાં પડી જઈએ છીએ કે શું તેનો કોઈ અર્થ પણ છે? જો સ્વપ્ન શાસ્ત્રનું માનીએ તો સ્વપ્નમાં દેખાતી દરેક ચીજ તમને કોઈ ખાસ સંકેત આપે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સપનામાં ગરોળી જોવાનો અર્થ જણાવી રહ્યા છીએ. તમે પણ જાણો કે સપનામાં ગરોળી જોવી શુભ છે કે અશુભ.

સપનામાં ગરોળી જોવા મળે તો આપે છે આ સંકેત: જો તમે તમારા સપનામાં ગરોળીને કીડા અને જીવાત ખાતા જુવો છો તો તે અશુભ સંકેત છે. તેનાથી તમારે સાવચેત થઈ જવું જોઈએ. તેનો અર્થ એ છે કે કોઈ તમારા ઘરને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

જો તમે તમારા સપનામાં દિવાલ પર ગરોળી જુવો છો, જે અચાનક તમારા પર ઝપટ મારે છે તો તે પણ એક અશુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યો છે. તેથી આવી સ્થિતિમાં તમે સાવચેત રહો.

જો સપનામાં ગરોળી તમને જોઈને ડરી જાય અને ભાગી જાય તો આ એક સારો સંકેત હોય છે. તેનો અર્થ એ છે કે તમને નોકરીમાં પ્રમોશન મળવાનું છે. જો તમે ધંધો કરો છો તો તેમાં પણ સફળતા મળશે.

જો તમે પ્રેગ્નેન્ટ છો અને તમને સપનામાં ગરોળી દેખાય છે, તો તે સારો સંકેત નથી. તેનો અર્થ એ છે કે પેટમાં પળી રહેલું તમારું બાળક સ્વસ્થ નથી. સપનામાં ગરોળી પકડવી એ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમને કોઈ મોટો ડર છે અને તમે તે ડરને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છો.

સપનામાં ગરોળીને ઘરમાં પ્રવેશ કરતા જોવી એ પણ શુભ સંકેત માનવામાં આવતું નથી. તેનો અર્થ એ છે કે તમે તમારા ઘરમાં પારિવારિક સમસ્યાઓથી ચિંતિત છો. તેથી તમારે તેનો સામનો કરવાની જરૂર છે. જો તમે તમારા સપનામાં ગરોળીને મારી નાખો છો, તો તે એક સારો સંકેત છે. તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત કરી દીધી છે.