ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે અજય દેવગણ, પોતાનું પ્રાઈવેટ જેટ, જાણો કુલ કેટલી સંપત્તિના માલિક છે અજય દેવગણ

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અને ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા અજય દેવગણ દેશ અને દુનિયામાં પોતાની ખાસ ઓળખ ધરાવે છે. તેની સુંદર એક્ટિંગના દરેક દિવાના છે. 30 વર્ષથી અજય દેવગણ બોલિવૂડમાં કામ કરી રહ્યા છે અને આ દરમિયાન તેણે હિન્દી સિનેમાને ઘણી યાદગાર અને ઘણી સફળ ફિલ્મો આપી છે. અજય દેવગણ એક ફિલ્મ માટે ઘણી મોટી ફી પણ લે છે.

અજય દેવગણના શાંત સ્વભાવથી દરેક વ્યક્તિ જાણીતા છે, જોકે તે ઘણીવાર ગંભીર પણ જોવા મળે છે. તેઓ ખૂબ જ ઓછું બોલે છે. અજય દેવગણ આજે અબજો રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમની પાસે મોંઘી કાર, મોંઘા મકાનો અને ખર્ચાળ પ્રાઈવેટ જેટ છે. ચાલો આજે અજય દેવગણની લક્ઝુરિયસ લાઈફ વિશે જાણીએ.

અભિનેતા અજય દેવગણને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ આદર સાથે જોવામાં આવે છે. વર્ષ 1991 માં ફિલ્મ ફૂલ ઔર કાંટેથી હિંદી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરનાર અજયના આજે લાખો ચાહકો છે. પહેલી જ ફિલ્મ હિટ આપીને, તેણે દર્શાવ્યું કે તે એક લાંબી રેસનો ઘોડો છે. ફોર્બ્સ ઈન્ડિયાની 2019 સેલિબ્રિટી 100 ના લિસ્ટમાં તેમણે 94 કરોડની વર્ષિક કમાણી સાથે 12મું સ્થાન મેળવ્યું હતું.

અજય દેવગણ ઘણી કિંમતી ચીજોના માલિક છે. અજય પાસે અનેક લક્ઝરી વાહનો છે. તેમાં લગભગ 28 કરોડની મસેરાટી ક્વાટ્રોપોર્ટે પણ શામેલ છે. ખાસ વાત એ છે કે, તે આ કાર ખરીદનાર પ્રથમ ભારતીય પણ છે. તેની પાસે આ લક્ઝુરિયસ કાર ઉપરાંત માત્ર માસેરાતી જ નહીં પરંતુ રેન્જ રોવર્સ, મર્સિડીઝ અને બીએમડબ્લ્યુ જેવી મોંઘી કાર પણ છે. અજય રેંજ રોવર કંપનીની સૌથી મોંઘી કારના માલિક પણ છે. તેની પાસે 2.08 કરોડ રૂપિયાની રેંજ રોવર વોગ કાર છે.

લંડનમાં 54 કરોડનું ઘર: અજય દેવગણ તેના આખા પરિવાર સાથે ‘માયાનગરી’ મુંબઈમાં રહે છે. અજય દેવગણ મુંબઇ સિવાય લંડનમાં પણ એક લક્ઝુરિયસ ઘરના માલિક છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, અજયના લંડન વાળા ઘરની કિંમત લગભગ 54 કરોડ રૂપિયા છે.

25 કરોડનું ફાર્મહાઉસ: અજય દેવગણ પાસે મુંબઇ નજીક કરજત શહેરમાં એક મોંઘુ ફાર્મહાઉસ પણ છે. આ ફાર્મહાઉસની કિંમત 25 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમના આ ફાર્મહાઉસમાં શાકભાજી અને ફળોની ખેતી કરવામાં આવે છે.

84 કરોડનું પ્રાઈવેટ જેટ: અજય દેવગણની લક્ઝરી લાઈફનો અંદાજ આ વાત પરથી પણ લગાવી શકાય છે કે તેમની પાસે પ્રાઈવેટ જેટ પણ છે. તે ઘણીવાર લાંબા અંતરની મુસાફરી જેટમાં જ કરે છે. તેની પાસે હોકર 8 નામનું એક પ્રાઈવેટ જેટ છે અને આ જેટની કિંમતની વાત કરવામાં આવે તો તેની કિંમત 84 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે, આ જેટ અજય દેવગણના કિંમતી કલેક્શનમાં સૌથી મોંઘુ છે.

વેનિટી વેનના માલિક પણ છે અજય દેવગણ: અભિનેતા અજય દેવગણ પાસે એક કિંમતી વેનિટી વેન પણ છે. તેના વેનિટી વેન વિશે કોઈ ઓફિશિયલ માહિતી ઉપલબ્ધ નથી, જોકે તેની વેનિટી વેનની કિંમત કરોડમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અજયની આ વેનિટી વેન બધી સુવિધાઓથી સજ્જ છે.

નોંધપાત્ર વાત એ છે કે, અજય દેવગણે તેની ફિલ્મી કારકિર્દીની ધમાકેદાર શરૂઆત કરી હતી. આ પછી તેણે ઘણી સુંદર ફિલ્મો ફિલ્મો આપી છે. તેમની મુખ્ય ફિલ્મોમાં દિલવાલે, સિંઘમ, સિંઘમ રિટર્ન્સ, ગંગાજલ, ગોલમાલ, તાન્હાજી, ઇશ્ક, દિલજલે, રાઇડ વગેરે શામેલ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મો મેદાન અને મેડે છે. મેડેમાં તેની સાથે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.