કરીના સાથે લગ્ન પહેલા લિવ ઈનમાં રહેવા ઈચ્છતા હતા સૈફ અલી ખાન, જાણવા ઈચ્છતા હતા આ વાત

બોલિવુડ

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનની લવ સ્ટોરી આ ઇન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત લવ સ્ટોરીમાંની એક છે. આ બંનેની લવ સ્ટોરી ફિલ્મ ‘એલઓસી કારગિલ’ થી શરૂ થઈ હતી. ત્યાર પછી ઓમકારા અને ટશનમાં બંનેનિ નિકટતા વધવા લાગી. ત્યાર પછી બંને ઘણી વખત સાથે ફરતા જોવા મળ્યા હતા. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરી હતી. આ કપલનાં લગ્નને 9 વર્ષ થઈ ચુક્યા છે અને બંને ખુશીથી લાઇફ જીવી રહ્યા છે.

આ બંનેએ વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. આજે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બંનેની જોડી હંમેશાં મીડિયાની હેડલાઇન્સ બનાવે છે. તેની સ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે. લગ્ન પહેલા સૈફ બેબો સાથે લિવ ઈન રહેવા ઈચ્છતા હતા. આ વાતનો ખુલાસો સૈફ અલીએ પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. આ વાત તેણે તેની સાસુ બબીતા કપૂરને પણ જણાવી હતી.

સૈફ અલિ ખાનની આ ડિમાંડ પર તેની માતા બબીતા કપૂરે કેવું રિએક્શન આપ્યું હતું આ વાતનો ખુલાસો કરીના એ વર્ષ 2019 માં એક પર્સનલ સમાચારમાં કર્યો હતો. કરીનાએ કહ્યું હતું કે સૈફ સાથે લિવ ઈન રહેતાં પહેલાં માતાને બધી જાણ હોવી જોઈએ. આ વિચારીને અમે બંનેએ અમારી રિલેશનશિપ વિશે માતા બબીતા સાથે વાત કરી હતી. સૈફે મારી માતાને કહ્યું કે અમે બંને એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહ્યા છીએ. સૈફે કહ્યું કે હું 25 વર્ષનો નથી અને તે મને દરરોજ રાત્રે ઘરે છોડવા અંહીં આવી શકે. તેથી હું મારી આગળની લાઈફ કરીના સાથે પસાર કરવા ઈચ્છું છું. અમે સાથે રહેવા ઈચ્છીએ છીએ.

કરીના અનુસાર તેની માતા ખૂબ જ કૂલ છે. તેમના માટે આ નિર્ણય લેવો ખૂબ જ સરળ હતો. જ્યારે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારે તે યોગ્ય લાગ્યું. આ દરમિયાન કરીનાએ કહ્યું હતું કે તે અને સૈફ ઘણી વખત મળ્યા હતા, પરંતુ ફિલ્મ ટશન દરમિયાન બંને વચ્ચે પરિવર્તન આવ્યું હતું. હું સૈફને પોતાનું દિલ આપી ચુકી હતી. હું તેના લુક પર મારું દિલ હારી ચુકી હતી. સૈફ મારાથી મોટા હતા અને પહેલા લગ્નથી તેમને 2 બાળકો હતા. મારા માટે સેફ માત્ર સૈફ જ હતા.

અભિનેત્રી કરીનાએ માત્ર તેની કારકિર્દીના સંઘર્ષોનો જ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે હું મારી કારકીર્દિમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે સૈફ પણ મારી સાથે હતો. મેં ઘણી ફિલ્મો કરી હતી પરંતુ ત્યાર પછી મારી પાસે એક વર્ષ સુધી કોઈ કામ ન હતું. મને એવું લાગી રહ્યું હતું કે મારી કારકિર્દી ગવે સમાપ્ત થઈ ચુકી છે. આવી સ્થિતિમાં સૈફે મને કહ્યું કે હું ફરી એક વાર પોતાને શોધું સાઈઝ ઝીરો બનીને. એ સૈફનો જ પ્રેમ હતો જે મારી સાથે હતો.

જણાવી દઈએ કે સૈફ અલી ખાને બીજી વાર કરીના કપૂર ખાન સાથે લગ્ન કર્યા છે. જેનાથી તેને બે બાળકો તૈમૂર અલી ખાન અને એક નાનો મહેમાન છે, જેનું નામ હજી સુધી બહાર આવ્યું નથી. સાથે જ તેણે પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે કર્યા હતા જે તેનાથી 12 વર્ષ મોટી હતી. તેને પણ તેનાથી 2 બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન છે.