કરોડો રૂપિયાની કમાણી કરતી હોવા છતા પણ ભાડાના મકાનમાં રહે છે આ 5 અભિનેત્રી, નંબર 4 નું નામ જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

વડીલોનું માનવું છે કે તમે ત્યાં સુધી સફળ નથી જ્યાં સુધી તમારી પાસે તમારું પોતાનું ઘર ન હોય. પછી ભલે તમારી આવક કરોડોમાં કેમ ન હોય. એક સામાન્ય માણસનું સ્વપ્ન પોતાનું ઘર લેવાનું છે. પૈસા કમાવવા પર તે સૌથી પહેલા પોતાનું ઘર લેવા ઈચ્છે છે. ઘણા લોકો લોન લઈને ઘર લે છે. સામાન્ય લોકો માટે પોતાનું ઘર હોવું એ કોઈ સ્વપ્નાથી ઓછું નથી. તે સપનાનું ઘર ખરીદવા માટે ખૂબ જ સખત મહેનત કરે છે. પરંતુ જરા વિચારો કે જે લોકો કરોડોની કમાણી કરે છે, પરંતુ છતા પણ તેમની પાસે પોતાનુ ઘર ન હોય તો તમને કેવું લાગશે? તમે પણ એ જ વિચાર કરશો કે કરોડોની કમાણી હોવા છતા પણ પોતાનું ઘર કેવી રીતે ન હોઈ શકે. પરંતુ એવું બને છે. બોલિવૂડમાં આજે પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જે કરોડોની કમાણી કરે છે, છતા પણ તે ભાડાના મકાનમાં રહે છે. આજે આ પોસ્ટમાં અમે તમને એવી કેટલીક બોલીવુડ અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જે કરોડોની કમાણી કરતી હોવા છતાં પણ ભાડાના મકાનમાં રહે છે.

કેટરિના કૈફ: બોલીવુડની ટોપ અભિનેત્રી કેટરીના કૈફ પાસે પોતાનું ઘર નથી. તે બાંદરાના ફ્લેટમાં ભાડું આપીને રહે છે. રણબીર કપૂર સાથે રિલેશન દરમિયાન તે તેની સાથે કાર્ટર રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી હતી, પરંતુ બ્રેકઅપ પછી તે તેના ઘરે એકલી રહેવા લાગી હતી.

હુમા કુરેશી: ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ થી ઓળખ બનાવનારી અભિનેત્રી હુમા કુરેશી પણ મુંબઇના અંધેરીમાં તેના ભાઇ સાથે ભાડાના ફ્લેટમાં રહે છે. જણાવી દઈએ કે, તેનો ભાઈ પણ બોલિવૂડ અભિનેતા છે.

નરગીસ ફાખરી: ફિલ્મોમાં સારું નામ મેળવી ચૂકેલી અભિનેત્રી નરગીસ ફાખરી પાસે પણ મુંબઈમાં પોતાનું ઘર નથી. આ કારણ પણ હોઈ શકે છે કે તેનું ભારતની બહાર અવર-જવર ચાલું રહે છે તેથી તેમણે અત્યાર સુધી પોતાનું ઘર ખરીદ્યું નથી.

ઇલિયાના ડિક્રુઝ: ઇલિયાના ડિક્રુઝ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તેણે આજ સુધી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. છતાં પણ તેની પાસે આજ સુધી મુંબઈમાં પોતાનું ઘર નથી. એવું નથી કે તેની પાસે પૈસાની અછત છે પરંતુ છતા પણ તે ભાડાના મકાનમાં રહેવાનું પસંદ કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે 1 બીએચકે ફ્લેટમાં રહે છે.

અદિતિ રાવ હૈદરી: અભિનેત્રી અદિતિ રાવ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. જણાવી દઈએ કે અદિતિ મોટા રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રાજવી પરિવારથી હોવા છતા પણ તે મુંબઈમાં ભાડાન મકાનમાં રહે છે.