હોલાષ્ટકમાં કરી લો આ નાનું કામ, ઘરમાં નહિં આવે પૈસાની અછત, મળશે અનેક ધન લાભ

ધાર્મિક

માર્ચ મહિનામાં હોળીનો તહેવાર આવી રહ્યો છે. આ પહેલા હોલાષ્ટક શરૂ થશે. હોલાષ્ટક દર વર્ષે હોળીના આઠ દિવસ પહેલાં શરૂ થઈ જાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે હોલાષ્ટક ફાગણ મહિનાની આઠમ તિથિએ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં તે 22 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચ સુધી ચાલશે.

હોલાષ્ટક સાથે ઘણી ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. ઉદાહરણ તરીકે, જ્યારે હોલાષ્ટક ચાલી રહ્યું હોય છે, ત્યારે લગ્ન કરવા, વાહન અથવા ઘર ખરીદવા અથવા કોઈ અન્ય મંગલ કાર્ય કરવાની મનાઈ છે. પરંતુ તમે આ હોલાષ્ટકમાં ભગવાનની પૂજા, તેમનું સ્મરણ અને ભજન વગેરે કરી શકો છો. તે શુભ પરિણામ આપે છે. આ સિવાય જો તમે હોલાષ્ટક દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરો છો, તો તમને ઘણા ફાયદાઓ મળે છે. આ ઉપાય નીચે મુજબ છે.

સંતાન માટે: જો કોઈ કપલને સંતાન સુખ મળી રહ્યું નથી તો તે લોકોએ હોલાષ્ટકમાં લડ્ડુ ગોપાલની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. આ સમય દરમિયાન હવન પણ કરો જેમાં ગાયનું ઘી અને સાકરનો ઉપયોગ કરો. આ ઉપાય કરવાથી નિઃસંતાનને પણ સંતાન પ્રાપ્ત થાય છે.

કારકિર્દીમાં સફળ બનવા માટે: જો તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ મેળવવા ઈચ્છો છો, તો હોલાષ્ટકમાં આ ઉપાય કરો. ઘર અથવા ઓફિસમાં જવ, તલ અને સાકર સાથે હવન કરાવો. આ કરવાથી, તમારી કારકિર્દીના બધા અવરોધો દૂર થઈ જશે. તમે જે ક્ષેત્રમાં કામ શરૂ કરશો તેમાં સરળતાથી સફળતાનો સ્વાદ ચાખી શકશો.

ધન મેળવવા માટે: જો તમે આર્થિક રીતે નબળા છો અથવા વધારે સંપત્તિની ઇચ્છા ધરાવો છો તો હોલાષ્ટકમાં આ ઉપાય કરો. કરેણના ફૂલ, પીળા સરસવ, અને ગોળ દ્વારા તમાર ઘરમાં હવન કરો. આમ કરવાથી પૈસાથી સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. એટલું જ નહીં સંપત્તિ સાથે જોડાયેલી બાબતમાં પણ લાભ મળશે.

સારા સ્વાસ્થ્ય માટે: તમારા સારા સ્વાસ્થ્ય માટે તમારે હોલાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ કર્યા પછી ગુગળથી હવન કરવાનું ભૂલશો નહીં. આ કરીને તમે અસાધ્ય રોગથી છૂટકારો મેળવી શકો છો.

સુખી જીવન માટે: જો તમારા જીવનમાં વધારે પડતા દુઃખ છે, તો હોલાષ્ટકમાં હનુમાન ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ શરૂ કરો. તેનાથી તમારા દુઃખ સમાપ્ત થઈ જશે. જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. તમારું જીવન સુવિધાઓથી સજ્જ રહેશે.

24 thoughts on “હોલાષ્ટકમાં કરી લો આ નાનું કામ, ઘરમાં નહિં આવે પૈસાની અછત, મળશે અનેક ધન લાભ

Leave a Reply

Your email address will not be published.