‘હે બેબી’ માં નાની ‘એંજલ’ હવે થઈ ગઈ છે ખૂબ જ મોટી, જુવો તેની હાલની સુંદર તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં ઘણા એવા નાના સ્ટાર્સ પણ છે જેમણે પોતાના કામ અને નામના કારણે ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જગ્યા બનાવી છે. તેમાંથી એક છે ‘હે બેબી’ ફિલ્મની તે નાનકડી છોકરી જેણે પોતાની ક્યુટનેસ દ્વારા દરેકના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. આ છોકરીએ કંઈપણ બોલ્યા વગર પોતાની સ્માઈલથી લોકોના દિલ જીતી લીધા હતા. પણ હવે તે માસૂમ બાળકી ખૂબ મોટી થઈ ગઈ ચુકી છે.

‘હે બેબી’ ફિલ્મમાં નાની છોકરી એંજલનું પાત્ર જુઆના સંઘવીએ નિભાવ્યું હતું. જુઆના સંઘવી હવે મોટી થઈ ગઈ છે. અને તેના લુકએ લોકોના હોશ ઉડાવી દીધા છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.

તેની તસવીરો જોઈને ચાહકોને એ વિશ્વાસ આવી રહ્યો નથી કે તે ક્યૂટ બાળકી જુઆના સંઘવી જ હતી. એક યુઝરે તો એ પણ લખ્યું કે, ‘એ નાની છોકરી હવે આટલી મોટી થઈ ગઈ છે વાહ’. એક અન્ય યુઝરે લખ્યું, ‘વિશ્વાસ નથી આવતો કે આ તે જ છોકરી છે.’

જણાવી દઈએ કે આ ફિલ્મમાં વિદ્યા બાલન અને અક્ષય કુમારની પુત્રીની જ્યારે ભુમિકા નિભાવી હતી ત્યારે એંજલ માત્ર 16 મહિનાની હતી. પરંતુ હવે તે 17 વર્ષની થઈ ચુકી છે. પરંતુ તેના ચહેરા પર આજે પણ તે જ ક્યૂટનેસ છે જે બાળપણમાં હતી. માહિતી મુજબ, હાલમાં જુઆના પરિવાર સાથે મલેશિયામાં રહે છે.

હાલમાં તેના નવા પ્રોજેક્ટ વિશે કંઈ કહી શકાય નહિં, પરંતુ ચાહકો તેને ફરી એક વખત ફિલ્મ અક્ષય સાથે જોવા ઈચ્છે છે.