હથેળીની આ રેખા બતાવે છે તમારી પાસે કેટલા હશે પૈસા

ધાર્મિક

સમુદ્ર શાસ્ત્ર મુજબ કોઈ પણ વ્યક્તિના હાથની રેખાઓથી તે વ્યક્તિના નસીબ વિશે જાણી શકાય છે. ખરેખર આપણી હથેળીની રેખાઓ અને નિશાન આપણા વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય વિશે જણાવે છે. તેના દ્વારા આપણા જીવનના દરેક મહત્વપૂર્ણ પાસાઓનો વિચાર કરી શકાય છે, જેમાં તમારો આર્થિક પાસો પણ શામેલ છે.

ખૂબ નસીબદાર હોય છે આવા લોકો: જે વ્યક્તિની ભાગ્ય રેખા મણિબંધથી શરૂ થઈને સીધી શનિ પર્વત પર જઈને મળે છે, એવી વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેમને તેમના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. હાર માનવી એ તેમની આદત નથી. જીવનમાં કેટલીકવાર સમય વિપરીત ચાલે છે, આવા સમયે આવી હસ્તરેખાવાળા લોકોમાં ખૂબ ધીરજ અને ધૈર્ય હોય છે.

આ લોકોને ક્યારેય નથી થતી પૈસાની અછત: જો ભાગ્ય રેખા જીવનરેખાથી શરૂ થાય છે, તો તે વ્યક્તિનું આર્થિક જીવન ખૂબ સમૃદ્ધ હોય છે. આવી વ્યક્તિને પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

તેમને મળે છે જીવનમાં સફળતા: આ સિવાય જે વ્યક્તિની હથેળીમાં ભાગ્ય રેખા ચંદ્રના ક્ષેત્રથી શરૂ થાય છે તેના દરેક કાર્ય સફળ થાય છે અને જીવનમાં ઘણું માન-સમ્માન પ્રાપ્ત થાય છે.

હથેળીની રેખાઓ અને પર્વતોને આ રીતે સમજો: જો કોઈ વ્યક્તિની હથેળી પરની રેખાઓ વધુ કપાયેલી છે, તો તે તેના માટે અશુભ સંકેત નથી. જ્યારે સ્પષ્ટ રેખાઓ શુભતા દર્શાવે છે. તે જ સમયે હથેળીમાં પર્વત જેટલા ઉભરાયેલા હશે તેટલું જ તે વ્યક્તિ માટે સારું રહેશે.

હથેળી પર બનતા પર્વત: ગુરુ પર્વત પહેલી આંગળીના નીચેના ભાગને કહેવાય છે. શનિ પર્વત મધ્યમા આંગળીની નીચે આવેલો હોય છે. અનામિકા આંગળીની નીચે આવેલા પર્વતને સૂર્ય પર્વત કહે છે. ટચલી આંગળીની નીચે આવેલા પર્વતને બુધ પર્વત કહે છે. અંગૂઠા નીચે બનેલો પર્વત શુક્ર પર્વત કહે છે.

1 thought on “હથેળીની આ રેખા બતાવે છે તમારી પાસે કેટલા હશે પૈસા

  1. This is very interesting, You’re an overly professional blogger.

    I have joined your rss feed and look ahead to in search
    of extra of your excellent post. Also, I’ve
    shared your web site in my social networks

Leave a Reply

Your email address will not be published.