હિન્દી સિનેમાની લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. પાંચ વર્ષના સંબંધને બંનેએ લગ્ન કરીને નવું નામ આપ્યું છે. હવે બંને પ્રેમી-પ્રેમિકામાંથી પતિ-પત્ની બની ચુક્યા છે.
લગ્નના બંધનમાં બંધાયા પછી, આલિયાએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, જેને અત્યાર સુધીમાં 1 કરોડ 15 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. ચાલો જાણીએ કેટલાક એવા જ સેલેબ્સના લગ્નની તસવીરો વિશે જેને સૌથી વધુ લાઈક્સ મળી છે.
કેટરીના કૈફ અને વિકી કૌશલ: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને ચાર મહિના પૂર્ણ થઈ ચુક્યા છે. બંનેના લગ્ન એ ખૂબ હેડલાઈન્સ બનાવી હતી. બંનેએ લગભગ ત્રણ વર્ષના સંબંધ પછી ગયા વર્ષે 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં રોયલ સ્ટાઈલમાં લગ્ન કર્યા હતા. સાત ફેરા લીધા પછી, કપલે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી હતી.
કેટરીના દ્વારા શેર કરેલી લગ્નની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડ 27 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે. સાથે જ વિકી દ્વારા શેર કરેલી લગ્નની તસવીરોને 79 લાખ 42 હજારથી વધુ લોકોએ પસંદ કરી છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. વર્ષ 2018માં બંને પ્રેમી-પ્રેમિકામાંથી પતિ-પત્ની બની ગયા હતા. કહેવાય છે કે દીપિકા અને રણવીરના લગ્નની તસવીરોને 65 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ: હિન્દી સિનેમામાં ‘દેશી ગર્લ’ તરીકે પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે ઈશ્ક લડાવ્યું છે, જો કે તેણે છેવટે હોલીવુડ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા. થોડા સમય સુધી ડેટ કર્યા પછી બંને એકબીજાના બની ગયા હતા. બંનેએ ધૂમધામથી હિંદુ અને ક્રિશ્ચિયન રિવાજો મુજબ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. કપલના લગ્નની તસવીરોને 54 લાખ લોકોએ પસંદ કરી હતી.
નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ: આજના સમયની સૌથી પ્રખ્યાત સિંગર ગણાતી નેહા કક્કરે થોડા સમયના અફેર પછી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને કલાકારોએ ઓક્ટોબર 2020માં લગ્ન કર્યા હતા. નેહાએ સોશિયલ મીડિયા પર તેના લગ્નની તસવીરો શેર કરી હતી જેને 39 લાખ લોકોએ પસંદ કરી હતી.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી: ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નની તસવીરોએ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી હતી. જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્નની તસવીરોને સોશિયલ મીડિયા પર 34 લાખથી વધુ લાઈક્સ મળી હતી.
રાજકુમાર રાવ અને પત્રલેખા: હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતા રાજકુમાર રાવ તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. તેમણે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ગયા વર્ષે 2021માં થયા હતા. જણાવી દઈએ કે રાજકુમાર અને પત્રલેખાના લગ્નની તસવીરોને 30 લાખ લાઈક્સ મળી હતી.
કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂ: કાજલ અગ્રવાલ દક્ષિણ ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે બોલિવૂડમાં પણ સફળ ફિલ્મો આપી છે. કાજલે પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. કાજલે વર્ષ 2020 ના અંતમાં ગૌતમ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લગ્નની તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી છે. લગ્નની તસવીરોને 17 લાખ લોકોએ લાઈક કરી હતી.
સોનમ કપૂર અને આનંદ આહુજા: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર પણ પરિણીત છે. તેણે પોતાના બિઝનેસમેન બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ ધરાવતી સોનમ કપૂરના લગ્નની તસવીરોને 13 લાખથી વધુ લાઈક મળી હતી.