બહેનની પાલકી ઉઠાવતા જોવા મળ્યા વિક્કી કૌશલ, જુવો લગ્નની કેટલીક સુંદર તસવીરો

બોલિવુડ

એક સમયે આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકનાર વિક્કી કૌશલ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. કેટલાક વર્ષો પછી તેમણે કેટલીક ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ નિભાવી. પરંતુ વર્ષ 2015 માં વિક્કીનું નસીબ ત્યારે ખુલ્યું જ્યારે તેને ફિલ્મ ‘મસાન’ મળી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી. અહીંથી વિક્કીનું નસીબ ચમકી ગયું.

જણાવી દઈએ કે વિક્કી તેના રફ અને ટફ લૂક માટે ફીમેલ ચાહકોની વચ્ચે ખૂબ પ્રખ્યાત છે. તેમણે ધીમે-ધીમે પોતાની એક ખાસ ઓળખ બનાવી. આટલું જ નહીં વિક્કી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવારનવાર તે નવી નવી તસવીરો અને વીડિયોઝ શેર કરે છે જે ઘણીવખત ટ્રેંડમાં પણ આવતી રહે છે.

આ ઉપરાંત વિક્કી કેટરીના સાથે તેના સંબંધોને લઈને પણ ખૂબ હેડલાઇન્સ બનાવે છે. તેમણે શેર કરેલી તસવીરોમાં કેટરીના જોવા મળે કે ન મળે પરંતુ ચાહકો તેને વચ્ચે લઈ જ લે છે. હવે ફરી એક વાર વિક્કી ચર્ચામાં આવી ગયો છે અને તે તેના કઝીનના લગ્નને એન્જોય કરતા જોવા મળી રહ્યો છે.

જણાવી દઈએ કે વિક્કી કૌશલ અને તેના ભાઈ સન્ની કૌશલ તેમની કઝિન ડૉક્ટર ઉપાસના વોહરાના લગ્નમાં જોવા મળ્યા છે. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. દુલ્હનનો ભાઈ એટલે કે વિક્કી કૌશલ લગ્નમાં ખૂબ હેંડસમ અને ખુશ લાગી રહ્યો છે.

જણાવી દઈએ કે વિક્કીની કઝીન ઉપસના વોહરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઘણા વીડિયો અને તસવીરો શેર કરી છે અને લગ્ન સમારોહની થોડી ઝલક બતાવી છે. શેર કરેલી દરેક તસવીરો અને વીડિયોમાં વિક્કી કૌશલ જોવા મળી રહ્યો છે. સાથે જ તેના ભાઈ સની કૌશલ પણ તેમાં શામેલ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે વિક્કી કૌશલે માત્ર ભાઈ સની કૌશલ સાથે લગ્નમાં ભાગ જ નથી લીધો પરંતુ તેમણે બહેનની પાલકી પણ ઉઠાવી. વિકીની બહેને વિદાયનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં વિક્કી કૌશલ પોતાની બહેનની પાલકી ઉઠાવતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન ઉપાસના વોહરા એ આ ઈમોશનલ વીડિયો શેર કરતા લખ્યું કે, ‘ભાઈનો પ્રેમ! તમારા પ્રેમથી હું અભિભૂત છું.” આટલું જ નહીં તેણે અન્ય એક વીડિયો પણ શેર કર્યો છે જે વિદાયનો જ છે. તેમાં તે ભીની આંખોથી પરિવારને અલવિદા કહી રહી છે. વિક્કી અને સની કૌશલ તેને સંભાળતા જોવા મળી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે વિકી કૌશલે વર્ષ 2015 માં ફિલ્મ ‘મસાન’ થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી વિકી સતત ‘સંજુ’, ‘રાઝી’, ‘ઉરી’, ‘મનમર્ઝિયાં’ અને ‘ભૂત પાર્ટ વન’માં જોવા મળી ચુક્યો છે. આ ઉપરાંત વિક્કી ટૂંક સમયમાં ‘ઈમોર્ટલ ઓફ અશ્વત્થામા’, ‘સરદાર ઉધમ સિંહ’ અને ‘તખ્ત’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.