RRR ના રામઃ 13 અબજની સંપત્તિ, 38 કરોડનું ઘર, બીજી જ ફિલ્મથી બન્યા સુપરસ્ટાર, જાણો તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય ડિરેક્ટર એસએસ રાજામૌલીની 550 કરોડ રૂપિયાના મોટા બજેટમાં બનેલી ફિલ્મ ‘RRR’ એ ભારતીય સિનેમાના તમામ રેકોર્ડ તોડીને પહેલા દિવસે દુનિયાભરમાં 223 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મમાં દક્ષિણ ભારતીય સિનેમાના બે પ્રખ્યાત સ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

ફિલ્મમાં હિન્દી સિનેમાના પણ બે ચહેરા દિગ્ગઝ અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી આલિયા ભટ્ટ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે પહેલા દિવસની કમાણીની દ્રષ્ટિ એ રાજામૌલીની ‘RRR’ એ રાજામૌલીની ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ના રેકોર્ડ તોડી નાખ્યા છે. સાથે જ આ કારનામું આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ કરી શકી નથી.

જણાવી દઈએ કે ‘RRR’ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ નામના બે સ્વતંત્રતા સેનાનીના જીવન પર આધારિત ફિલ્મ છે. તેમાં કોમારામ ભીમના પાત્રમાં જુનિયર એનટીઆર જોવા મળી રહ્યા છે જ્યારે અલ્લુરી સીતારામ રાજુનું પાત્ર રામ ચરણ નિભાવી રહ્યા છે. જણાવી દઈએ કે રામે 14 વર્ષની કારકિર્દીમાં સિનેમા પ્રેમીઓ વચ્ચે પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે.

રામ ચરણ એક ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા ચિરંજીવી દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર છે. સાથે જ પવન કલ્યાણ, અલ્લુ અરવિંદ, નાગેન્દ્ર બાબુ તેમના કાકા છે. જ્યારે સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેનો કઝિન ભાઈ છે. 27 માર્ચ 1985ના રોજ ચેન્નાઈમાં જન્મેલા રામ દક્ષિણ ભારતીય સિનેમાનું મોટું નામ છે.

રામે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2007માં કરી હતી. આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ ‘ચિરુથા’ આવી હતી. આ ફિલ્મ સફળ રહી અને રામને પહેલી જ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ સાઉથ ડેબ્યુ એક્ટર અને સ્પેશિયલ જ્યુરી દ્વારા નંદી સ્પેશિયલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યાર પછી તેમની બીજી ફિલ્મ આવી ‘મગધીરા’. આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી અને તેમણે 150 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આટલી કમાણીની સાથે રામ ચરણે પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવી લીધો હતો. આ ફિલ્મ દક્ષિણ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી, સાથે જ તેનો રેકોર્ડ વર્ષ 2013માં ‘અત્તારિંકિતિ દારેદી’ એ તોડ્યો હતો.

રાણા દગ્ગુબાતીના સ્કૂલના મિત્ર રહ્યા છે રામ ચરણ: આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે રામ ચરણ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા રાણા દગ્ગુબાતી સ્કૂલના મિત્રો રહ્યા છે. કહેવાય છે કે આ બંનેએ 9મા ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો હતો. જણાવી દઈએ કે રાણાએ બાહુબલીમાં ‘ભલ્લાલ દેવ’ નું પાત્ર નિભાવ્યું હતું.

રામ ચરણના અંગત જીવનની વાત કરીએ તો તેમણે વર્ષ 2012માં ઉપાસના કામીનેની સાથે લગ્ન કર્યા હતા. ઉપાસના એપોલો હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રતાપ સી. રેડ્ડીની પૌત્રી છે. રામ ચરણ અને ઉપાસનાએ પણ સ્કૂલનો અભ્યાસ સાથે કર્યો છે.

38 કરોડનું ઘર: રામ પોતાના પરિવાર સાથે 38 કરોડ રૂપિયાના લક્ઝરી અને સુંદર ઘરમાં રહે છે. તેમનું ઘર હૈદરાબાદના જ્યુબિલી હિલ એરિયામાં બનેલું છે. તેમની પાસે અન્ય ઘણી કરોડો રૂપિયાની સંપત્તિ છે.

1300 કરોડની સંપત્તિના માલિક: રામની કુલ સંપત્તિની વાત કરીએ તો તે 1300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રામ હૈદરાબાદ સ્થિત એરલાઇન ટ્રુજેટના માલિક છે. સાથે જ હૈદરાબાદ પોલો રાઇડિંગ ક્લબ નામની પોલો ટીમના પણ માલિક છે.