જાણો સ્તન કેન્સરના લક્ષણો, આ ભૂલોથી તમે પણ બની શકો છો સ્તન કેન્સરનો શિકાર

હેલ્થ

સ્તન કેન્સર એ મહિલાઓની સૌથી મોટી આરોગ્ય સમસ્યામાંની એક સમસ્યા છે. આખી દુનિયામાં આ બિમારીથી મહિલાઓ પીડિત છે. ભારતની વાત કરીએ તો અહીં પણ, 25 થી 40 વર્ષની ઉંમરની મહિલાઓ સતત આ રોગનો શિકાર બની રહી છે. આ રોગો અનેક પ્રકારની બેદરકારીને કારણે થાય છે. હકીકતમાં 50 ટકાથી વધુ સ્ત્રીઓને જાણ પણ નથી થતી કે તેમને સ્તન કેન્સરની બિમારી છે, તે એટલા માટે છે કે કારણ કે સ્ત્રીઓ આ રોગ વિશે જાગૃત નથી અને તે જ્યારે આ બિમારીની જાણ થાય છે ત્યારે આ બિમારી બિજા અથવા ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ હોય છે. પરંતુ જો શરીરમાં થતા કેટલાક પરિવર્તનની કાળજી લેવામાં આવે તો આ રોગ સરળતાથી પકડી શકાય છે અને દર્દી યોગ્ય સમયે સારવાર લઈ શકે છે. આજે અમે તમને આ લેખમાં કેટલીક એવી બાબતો જણાવીશું, જેના વિશે દરેક સ્ત્રીને જાણવી જોઈએ. આ પહેલાં, સ્તન કેન્સરના લક્ષણો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને પણ આ લક્ષણો જોવા મળે છે, તો તેને બિલકુલ અવગણશો નહીં.

જાણો સ્તન કેન્સરના લક્ષણો: સ્તનો પર કોઈ ગાંઠનું બનવું. સ્તનમાં દર્દ, ખંજવાળ અને લાલાશ થવી. અન્ડરઆર્મ્સ અથવા ખભામાં દુખાવો, સોજો અથવા ગાંઠ બનવી. ગળાના ઉપરના ભાગમાં પીડા થવી. નિપ્પ્લ માંથી ચીકણું પાણી નીકળવું. નિપ્પ્લના આકારમાં બદલાવ થવો. થાક લાગવો, કારણ કે જ્યારે કેન્સરના કોષો લોહીના કોષોને દબાણ કરે છે, ત્યારે શરીરમાં ઘણો થાક લાગે છે.

આ બિમારીના કારણો શું છે: આ બિમારી ઝેનેટિક પણ છે, એટલે કે, જો તમારા ઘરમાં પહેલા કોઈ સ્ત્રીને આ સમસ્યા રહી છે, તો પછી ઘરની અન્ય સ્ત્રીઓને પણ આ બિમારીનું જોખમ રહેલું છે. ખરાબ લાઇફસ્ટાઈલ પણ આ રોગનું એક મુખ્ય કારણ છે. ખાસ કરીને, અનહેલ્ધી ખોરાક અને જંક ફૂડનું વધુ પડતું સેવન રોગનું જોખમ બમણું કરે છે.

જે મહિલાઓ 30 વર્ષની ઉંમર પછી પ્રેગ્નેંસી કંસીવ કરે છે તેમને પણ સ્તન કેન્સરનું જોખમ રહેલું છે. એ મહિલાઓને પણ આ બિમારીનું જોખમ વધારે રહે છે જે બર્થ કંટ્રોલ ગોળીઓનું વધારે પ્રમાણમાં સેવન કરે છે.

જે મહિલાઓને પીરિયડ્સ વહેલા આવવા અને વહેલા બંધ થવાની સમસ્યા હોય છે, તેમને પણ આ રોગ થવાનું જોખમ રહે છે. ઉદાહરણ તરીકે, જે સ્ત્રીને 12 વર્ષની ઉંમરે જ પીરિયડ્સ શરૂ થઈ ગયા છે અને 55 વર્ષની ઉંમર પહેલાં બંધ થઈ ગયા છે, તેમને સ્તન કેન્સરનું જોખમ વધારે છે. જે મહિલાઓ વધારે તણાવમાં રહે છે તેમને પણ આ રોગનું જોખમ રહેલું છે.

કઈ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે: નહાતી વખતે તમારા સ્તનોને બરાબર સાફ કરો, તેમજ સ્તનોની આસપાસ કોઈ પીડા થાય અથવા કોઈ ગાંઠ જેવું લાગે તો, તરત જ ડોક્ટરને મળો. તમારા આહારમાં સ્વસ્થ ચીજોનો સમાવેશ કરો. આહારમાં વધુ ફળો, બદામ અને લીલા શાકભાજી લેવાનો પ્રયત્ન કરો. જંકફૂડનું સેવન ન કરો.

કસરત અને યોગને તમારા રૂટિનનો એક ભાગ બનાવો અને વજનને નિયંત્રણમાં રાખો. પોતાને તણાવ મુક્ત રાખવા માટે, તમે ધ્યાનનો આશરો પણ લઈ શકો છો. આ પ્રકારની સાવધાનિઓ માત્ર તમને સ્તન કેન્સરથી જ નહિં પરંતુ અન્ય બિમારીથી પણ બચાવે છે.

Leave a Reply

Your email address will not be published.