આ દેશમાં કરવામાં આવે છે દિવાલ પર ખેતી, જાણો કેવી રીતે કરવામાં આવે છે દિવાલ પર ખેતી…

Uncategorized

આજના સમયમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ઘણી અદ્યતન બની છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રકારની ટેકનોલોજી અપનાવવામાં આવી રહી છે, જેથી ખેતીને સરળ પણ બનાવવામાં આવે અને અનાજનું મહત્તમ ઉત્પાદન પણ થાય. જો તમે વિચારી રહ્યા છો કે ખેતી તો જમીન પર જ શક્ય છે, તો પછી તમે કદાચ જાણતા નથી કે એક દેશ એવો છે જ્યાં દિવાલો પર પણ ખેતી કરવામાં આવે છે. અહીં ડાંગર અને ઘઉંની સાથે શાકભાજી પણ દિવાલો પર ઉગાડવામાં આવે છે.આ ટેકનોલોજી ધીમે ધીમે વિશ્વભરમાં લોકપ્રિય થઈ રહી છે. આ ટેકનોલોજીને વર્ટિકલ ફાર્મિંગ એટલે કે ‘દિવાલ પર ખેતી કરવી’ કહેવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે.

વર્ટિકલ ફાર્મિંગ એટલે કે દિવાલ પર ખેતી કરતા દેશનું નામ ઇઝરાઇલ છે. હકીકતમાં, ઇઝરાઇલ અને અન્ય ઘણા દેશોમાં ખેતીલાયક જમીનની અછત છે અને આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અહિંના લોકોએ વર્ટિકલ ફાર્મિંગ ટેકનોલોજી અપનાવી છે.

ઇઝરાઇલની કંપની ગ્રીનવોલના સ્થાપક પાયોનિયર ગાઈ બારનેસના જણાવ્યા અનુસાર, તેમની કંપની સાથે ગૂગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓ પણ સંકળાયેલી છે, જેમના સહકારથી ઇઝરાઇલમાં ઘણી દિવાલો પર વર્ટિકલ ફાર્મિંગ ટેકનોલોજીથી ખેતી કરવામાં આવી રહી છે.

કેવી રીતે થાય છે દિવાલ પર ખેતી?: વર્ટિકલ ફાર્મિંગ હેઠળ છોડને પોટ્સમાં નાના એકમોમાં રોપવામાં આવે છે અને સાથે જ સુનિશ્ચિત કરવામાં આવે છે કે છોડ પોટ્સમાંથી પડે નહિં. આ પોટ્સમાં સિંચાઇ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. જો કે, અનાજ ઉગાડવા માટે પોટ્સને થોડા સમય માટે દિવાલમાંથી કાઢી લેવામાં આવે છે અને પછી ફરીથી તેને દિવાલમાં લગાડવામાં આવે છે.

પર્યાવરણ માટે સારી છે દિવાલ પર ખેતી: ઇઝરાઇલ સિવાય વર્ટિકલ ફાર્મિંગ એટલે કે દિવાલ પર ખેતીની ટેકનોલોજી અમેરિકા, યુરોપ અને ચીનમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. આવી ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે દિવાલ પર છોડ હોવાથી ઘરના તાપમાનમાં વધારો થતો નથી અને આજુબાજુના વાતાવરણમાં ભેજ પણ જળવાઈ રહે છે. આ સિવાય ધ્વનિ પ્રદૂષણની અસર પણ ઓછી થાય છે.

Leave a Reply

Your email address will not be published.