ડુંગળીની છાલને ફેંકતા પહેલા જાણી લો તેના ફાયદાઓ વિશે, ખૂબ જ ફાયદાકારક છે ડુંગળીની છાલ

હેલ્થ

ડુંગળીની છાલ ખૂબ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરવાથી ત્વચા અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તેથી, ડુંગળીની છાલને કચરામાં ન નાંખો અને તેનો ઉપયોગ તમારી સુંદરતાને વધારવા માટે કરો. ડુંગળીની છાલથી થતા ફાયદાઓ નીચે મુજબ છે.

વાળને મજબૂત બનાવે: જો તમારા વાળ નબળા છે, તો તમે ડુંગળીની છાલના પાણીથી તમારા વાળ ધોઈ લો. ડુંગળીની છાલનાં પાણીથી વાળ ધોવાથી તે મજબૂત બને છે અને સાથે જ નરમ અને ચમકદાર પણ બને છે.

ચહેરાની સુંદરતા માટે: ચહેરાના ડાઘ દૂર કરવા માટે પણ ડુંગળીની છાલ ખૂબ ઉપયોગી છે. ચહેરાના ડાઘ દૂર કરવા માટે ડુંગળીની છાલનો ફેસ પેક બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો. આ ફેસ પેક લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થઈ જશે.

આ રીતે બનાવો ફેસ પેક: તમે થોડી ડુંગળીની છાલ પીસી લો અને પછી તેમાં હળદર અને પાણી મિક્સ કરો. આ ફેસ પેકને તમે સારી રીતે પાતળુ બનાવો અને પછી તેને તમારા ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી, તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. ચાર દિવસ આ ફેસ પેક લગાવવાથી તમારા ચેહરાના ડાઘ દૂર થઈ જશે. ચહેરા સિવાય, જો તમારા શરીરના અન્ય કોઈ ભાગ પર પણ ડાઘ છે, તો પછી તમે આ ફેસ પેકને ત્યાં પણ લગાવી શકો છો.

ગળુ બરાબર કરે: ગળામાં દુખાવો થાય તો તમે ડુંગળીની છાલને પાણીમાં નાંખો અને આ પાણીને સારી રીતે ઉકાળો. પછી તમે આ પાણીને થોડું ઠંડું કરીને પીવો. આ પાણી પીવાથી તમારું ગળુ એકદમ પરફેક્ટ થઈ જશે. પાણી સિવાય તમે ડુંગળીની છાલની ચા પણ પી શકો છો.

એલર્જીથી રાહત આપે: એલર્જીને કારણે શરીર પર ફોલ્લીઓ નીકળે છે અને આ ફોલ્લીઓ પર ખંજવાળ આવે છે. જો તમને કોઈ પણ ચીજથી એલર્જી હોય, તો તમે ડુંગળીની છાલની મદદથી એલર્જીને દૂર કરી શકો છો. જો તમને એલર્જી હોય તો ડુંગળીની છાલને આખી રાત પાણીની અંદર પલાળી રાખો અને સવારે આ પાણી પીવો. પાણી પીવા સિવાય, જો તમે ઈચ્છો તો તમે તેનાથી તમારી ત્વચા પણ સાફ કરી શકો છો, આમ કરવાથી એલર્જીની ફોલ્લીઓ બેસી જશે.

Leave a Reply

Your email address will not be published.