ખૂબ જ હેંડસમ છે રામાયણના ‘લક્ષ્મણ’ નો રિયલ લાઈફ પુત્ર, લુકની બાબતમાં પિતાને પણ આપે છે માત, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

કોરોના લોકડાઉન વચ્ચે દૂરદર્શન પર રામાયણ ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી. તેમાં લક્ષ્મણનું પાત્ર નિભાવનાર સુનીલ લાહિરીની ભૂમિકા ખૂબ પસંદ આવી રહી છે. જોકે તેનો પુત્ર કૃષ પાઠક પણ તેના પિતાની જેમ ખૂબ જ હેન્ડસમ છે. તેના વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અભિનયનો કીડો તેમની અંદર પણ છે. તેણે હવે ફિલ્મોમાં એન્ટ્રી પણ લીધી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે પોતાના વિશે ઘણી વાતો જણાવી છે.

આવી રીતે કરી શરૂઆત: ન્યુઝ ચેનલ આજ તકને આપેલા ઇન્ટરવ્યુમાં કૃષે જણાવ્યું હતું કે જે લક્ષ્ય તેના પિતાએ એક્ટિંગમાં મેળવ્યું છે તેને મેળવવાની ઈચ્છા તેમની પણ છે. વર્ષ 2016 માં ટીવી શો ‘પી.ઓ.ડબ્લ્યુ. બંદી યુદ્ધ કે’ થી તેણે એક્ટિંગની શરૂઆત કરી હતી. આર્યન ખાનના પાત્રમાં તે શોમાં જોવા મળ્યો હતો. તેણે કહ્યું હતું કે ટીવીમાં કારકિર્દી બનાવવામાં તેમને કોઈ રસ નથી. તે વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરવા ઈચ્છે છે.

સલમાનનો મોટો ફેન: કૃષના કહેવા પ્રમાણે, તેના પિતાએ તેને જાતે જ મહેનત કરીને આગળ વધવાની શીખ આપી છે. હાલમાં તે એક મ્યુઝિક વીડિયો પર કામ કરી રહ્યો છે. સાથે જ તેઓ નેગેટિવ અને ગ્રેશેડ રોલ ફિલ્મોમાં પણ કામ કરવા ઈચ્છે છે. તેણે કહ્યું કે તેને બિગ બોસ પસંદ છે. જો તેમને તેમાં જવાની તક મળશે, તો તેઓ તેના માટે તરત જ તૈયાર થઈ જશે. જેના કારણે તેણે પોતાને સલમાન ખાનનો મોટો ચાહક જણાવ્યો છે.

આ રીતે ઘટાડ્યું પોતાનુ વજન: તેણે કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા તેનું વજન વધીને 105 કિલો થઈ ગયું હતું. તે યુ.એસ. માં તેમના મામાને ત્યાં ગયા ત્યારે ટ્રેનિંગ લઈને 5 મહિનામાં 70 કિલો વજન ઓછું કર્યું. કૃષના પિતા સુનીલ લહરીનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. અનુરાગ કશ્યપ અને નિખિલ અડવાણી કૃષના ફિવરિટ ફિલ્મ નિર્માતા છે.

સુનિલ લહરીની વાયરલ તસવીર: કૃષના પિતા સુનીલ લહરી તરફથી તાજેતરમાં એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તે અભિનેત્રી અનુરાધા સાથે જોવા મળી રહ્યા છે. 1985 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફિર આઈ બરસાત’ના સેટની આ તસવીર દેખાઈ રહી છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે આ તસવીર ફિલ્મ ‘ફિર આઈ બરસાત’ના સેટ પરથી શેર કરી રહ્યો છું. એક અંડરવોટર રોમેંટિક સીન તે સમયે અમે કર્યો હતો. સોશિયલ મીડિયામાં સુનીલ લહરીની આ તસવીર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સાથે જ લોકો તેને વાયરલ પણ કરી રહ્યા છે.

સુનિલ લાહિરી વિશે વાત કરીએ તો રામાયણ ઉપરાંત વિક્રમ બેતાલમાં પણ તેમણે કામ કર્યું હતું. આ ઉપરાંત 1990 માં પ્રસારિત થયેલો ટીવી શો પરમવીર ચક્રમાં પણ સેકંડ લેફ્ટનન્ટ રામ રઘુબા રાણેની ભૂમિકા નિભાવીને તેમણે ખૂબ પ્રશંસા મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published.