એકબીજાના થયા લવ રંજન અને અલીશા વેદ, કોલેજના દિવસોથી કરી રહ્યા હતા ડેટ, જુવો તેમના લગ્નની તસવીરો

બોલિવુડ

‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર પ્રખ્યાત ડાયરેક્ટર લવ રંજન લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અલીશા વેદ સાથે 20 ફેબ્રુઆરીએ સાત ફેરા લીધા છે. જણાવી દઈએ કે, આ કપલના લગ્નમાં બોલિવૂડ દુનિયા સાથે જોડાયેલા ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા, જેમણે ખૂબ એન્જોય કર્યો.

હવે તાજેતરમાં જ પ્રખ્યાત અભિનેતા અર્જુન કપૂરે આ કપલના લગ્ન અને હલ્દીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, ત્યાર પછીથી ચાહકો લવ રંજનને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. ચાલો જોઈએ લવ રંજન અને તેની ગર્લફ્રેન્ડના લગ્નની કેટલીક સુંદર તસવીરો.

કહેવામાં આવી રહ્યું છે કે લવ રંજન કોલેજના સમયથી અલીશા વેદને ડેટ કરી રહ્યા હતા. બંને એક જ કોલેજમાં ભણતા હતા. ત્યાંથી જ બંનેની ઓળખાણ થઈ અને બંને નજીક આવી ગયા. જોકે તેમણે ક્યારેય પણ પોતાના અંગત જીવન વિશે કોઈ ખાસ વાત નથી કરી. આ જ કારણ છે કે તેમણે પોતાના લગ્ન પણ ખૂબ જ ખાનગી રીતે કર્યા. રિપોર્ટનું માનીએ તો લવ રંજન અને અલીશા વેદના લગ્નમાં શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા, રણબીર કપૂર, અર્જુન કપૂર, નુસરત ભરૂચા, ભૂષણ કુમાર, સની સિંહ, કાર્તિક આર્યન જેવા ઘણા બોલિવૂડના ટોપ કલાકારો શામેલ થયા હતા.

વાયરલ થઈ રહેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે લવ રંજન અને અલીશાએ ખૂબ જ સુંદર આઉટફિટ પહેર્યા છે. લવ રંજને જ્યાં ક્રીમ કલરની શેરવાની પહેરી છે, તો અલીશા પણ લાલ આઉતફિટ પહેરીને દૂલ્હનના લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે અર્જુન કપૂર અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરતા અર્જુન કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે, “ચાલો હવે હંમેશા વાળો સંબંધ કંફર્મ છે, લવ અને અલીશાને ઓફિશિયલી અભિનંદન અને સાથે જ હું આગ્રામાં મારા પસાર કરેલા સમયથી જે કંઈ પણ યાદ કરું છું, તેને પોસ્ટ કરી શકું છું!!!!”

જણાવી દઈએ કે, અલીશાએ પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. આ ઉપરાંત તેણે ખૂબ જ સુંદર રીતે પોતાનો બ્રાઈડલ લુક કમ્પ્લીટ કર્યો. આ સુંદર કપલના લગ્ન આગ્રામાં રોયલ સ્ટાઈલથી થયા.

કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી બંને લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ કોવિડના કારણે તેમના લગ્નની તારીખ આગળ વધી રહી હતી, પરંતુ હવે દેશમાં કોરોના થોડો ઓછો થતા જોવા મળી રહ્યો છે, તેથી તેમણે ફેબ્રુઆરીમાં લગ્ન કરી લીધા.

વાત કરીએ લવ રંજનના વર્ક ફ્રન્ટ વિશે તો, આ દિવસોમાં તે પોતાની અનટાઈટલ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. રિપોર્ટનું માનીએ તો આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થવા જઈ રહી છે.