350 કરોડના આ લક્ઝરી બંગલામાં રહેતા હતા દિવંગત અભિનેતા દિલીપ કુમાર, જુવો તેના બંગલાની અંદરની તસવીરો

બોલિવુડ

પોતાના સમયના સૌથી શ્રેષ્ઠ અભિનેતાઓમાં શામેલ ટ્રેજેડી કિંગ ના નામથી જાણીતા દિલીપકુમારે ગઈકાલે બધાને અલવિદા કહ્યું છે. દિલીપકુમારનું અવસાન 7 જુલાઈ 2021 ના રોજ સવારે 7:30 વાગ્યે થયું હતું. જણાવી દઈએ કે બોલીવુડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા રહી ચુકેલા દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 ના રોજ પાકિસ્તાનના પેશાવર જિલ્લામાં થયો હતો અને તેમનું બાળપણ ખૂબ ગરીબીમાં પસાર થયું હતું.

દિલીપકુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું, પરંતુ તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં દિલીપકુમાર ના નામથી જાણીતા હતા. દિલીપકુમારની ફિલ્મો અને તેની એક્ટિંગ આજે પણ લોકોના મનને મોહિત કરે છે. ભલે આજે દિલીપકુમાર આપણી સાથે નથી, પરંતુ તે પોતાની એક્ટિંગથી હંમેશા આપણા દિલમાં જીવંત રહેશે.

દિલીપકુમારની પહેલી ફિલ્મ “જ્વાર ભાટા” હતી, જે વર્ષ 1944 માં આવી હતી. ત્યાર પછી દિલીપ કુમારે અંદાજ, આન અને દાગ જેવી ઘણી ફિલ્મો કરી. વર્ષ 1955 માં ફિલ્મ “દેવદાસ” માં એક્ટિંગ કર્યા પછી તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. 1976 માં ફિલ્મોથી બ્રેક લીધા પછી તેણે ફરીથી ફિલ્મ ‘ક્રાંતિ’ સાથે બોલિવૂડમાં જોરદાર એન્ટ્રી કરી હતી.

જણાવી દઈએ કે કરોડોની સંપત્તિના માલિક દિલીપકુમાર મુંબઈના બાંદ્રાના પાલી હિલમાં એક લક્ઝુરિયસ બંગલામાં રહેતા હતા. જેની કિંમત લગભગ 370 કરોડ રૂપિયા છે. દિલીપકુમારનો બંગલો કોઈ મહેલથી ઓછો નથી.

સફેદ આરસની કારીગરી અને ફર્નિચર બંગલાની સુંદરતામાં વધારો કરે છે. ઘણા વિવાદોમાં રહી ચુકેલા આ 2 હજાર ચોરસ મીટરના આ બંગલાનો હક છેલ્લે દિલીપ કુમાર અને તેમની પત્નીને જ મળ્યો.

દિલીપકુમારની પત્ની સાયરા બાનુએ આ બંગલાને પોતાની રીતે સજાવ્યો છે. દિલીપકુમારના બંગલાની આસપાસ ઘણા મોટા બોલીવુડ કલાકાર જેવા કે સંજય દત્ત, ઋષિ કપૂર અને આમિર ખાનનું પણ ઘર છે.

પોતાના જીવનનો મોટાભાગનો સમય આ બંગલામાં જ પસાર કરી ચુકેલા દિલીપ કુમારને આ બંગલા સાથે ખૂબ લગાવ હતો. તેમણે પોતાની જવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની જિંદગીની સફર આ બંગલાં જ પૂર્ણ કરી અને અહીંથી જ જીવનની છેલ્લી સફર પર નિકળી પડ્યા.