લતાજીના ખોળામાં રમનાર ઋષિ કપૂર લતાજી પહેલા દુનિયાને કહી ગયા અલવિદા, જુવો નીતુ કપૂરે શેર કરેલી કેટલીક જૂની તસવીરો

બોલિવુડ

સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરના નિધનથી સમગ્ર ભારત શોકમાં છે. બોલિવૂડમાં આ દુ:ખ કંઈક વધુ જોવા મળી રહ્યું છે. બોલિવૂડ સાથે સંબંધ ધરાવનાર દરેક વ્યક્તિની કોઈને કોઈ એવી યાદો જરૂર છે જે લતા મંગેશકર સાથે જોડાયેલી છે. દરેક વ્યક્તિ એ યાદો સાથે પોતપોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

આ રીતે એક ખૂબ જ ઈમોશનલ શ્રદ્ધાંજલિ દિવંગત અભિનેતા ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂરે આપી છે. તેમણે લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક એવી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં લતા મંગેશકરના ખોળામાં નાના ઋષિ કપૂર રમી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પોતાના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી નીતુ સિંહ જે હવે નીતુ કપૂર છે, તેના માટે લતાજી એ ઘણા ગીતો ગાયા હતા, તેમાંથી મોટાભાગના ગીત હિટ રહ્યા હતા. હવે તેમણે તેમના નિધન પર એક ખુબ જ ઈમોશનલ તસવીર શેર કરી છે.

લતા મંગેશકરના ખોળામાં રમતા ઋષિ કપૂર: નીતુ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર છે જેમાં લતા મંગેશકર એ ખૂબ જ પ્રેમથી નાના ઋષિ કપૂરને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને તે હસી રહ્યાં છે. આ તસવીર પોસ્ટ કરતાં નીતુ કપૂરે લખ્યું, ‘સંપૂર્ણ રીતે તૂટી ચુકી છું, ઋષિ કપૂરને તેમણે પોતાના ખોળામાં લીધા છે’.

રણવીર શૌરીના પિતાની ફિલ્મમાં પણ ગાયું હતું આ ગીત: નીતુ કપૂર ઉપરાંત રણવીર શૌરીએ પણ એક પોસ્ટ શેર કરી છે. જેમાં લતા દીદીએ નીતુ કપૂરના એક ગીત માટે પોતાનો અવાજ આપ્યો. અભિનેતા રણવીર શૌરીએ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ‘મારા પિતા દ્વારા પ્રોડ્યૂસ કરેલી આ ફિલ્મ માટે લતા મંગેશકરે પોતાનો અવાજ આપ્યો હતો, આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે.

આ ગીત નીતુ કપૂર અને ઋષિ કપૂર પર ફિલ્માવામાં આવ્યું છે. આ ગીત ફિલ્મ ઝિંદા દિલનું છે. જેને રણવીર શૌરીના પિતા કે ડી શૌરીએ પ્રોડ્યૂસ કર્યું હતું. તેણે ‘નહી નહીં જાના નહીં’ ગીત માટે પોતાનો અવાજ આપ્યો હતો. આ ઉપરાંત રણવીર શૌરીએ એક અન્ય ગીત શેર કર્યું છે, જેમાં પરવીન બાબી સંજીવ કુમાર અને શત્રુઘ્ન સિંહા છે. આ ગીતમાં પણ લતા મંગેશકરે ‘બે મુરવત બે કાદર’ ગીતમાં પોતાનો સુંદર અવાજ આપ્યો.

લતા મંગેશકરે પોતાના મધુર અવાજથી સૌના દિલ જીતી લીધા. તેમણે 36 અલગ-અલગ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીત ગાયા છે. લતા મંગેશકરજીને ભારત રત્ન ઉપરાંત, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે, ફિલ્મફેર લાઈફ ટાઈમ અચીવમેન્ટ, આઈફા લાઈફ ટાઈમ અચીવમેન્ટ, નેશનલ એવોર્ડ સહિત ઘણા મોટા પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે. લતા મંગેશકરે ભારતની આઝાદી પહેલાથી લઈને અત્યાર સુધી તેમના ચાહકોને ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે.