લતા મંગેશકરના જીવન સાથે જોડાયેલા તે 10 ન સાંભળેલા કિસ્સા, જેની અસાપાસ પસાર થયું તેમનું આખું જીવન

બોલિવુડ

લતા મંગેશકર દેશની પ્રખ્યાત હસ્તી હતી અને હવે તેમનું 92 વર્ષની ઉંમરમાં નિધન થઈ ચુક્યું છે. આવી સ્થિતિમાં એક તરફ આખો દેશ શોકમાં ડૂબેલો છે તો બીજી તરફ લોકોના મનમાં તેમની યાદો પણ ઉઠી રહી છે. જણાવી દઈએ કે લતાજી એકમાત્ર એવા સંગીતના પૂજારી હતા. જેમનો અવાજ હંમેશા માટે એક સરખો જ મધુર રહ્યો અને તેમના અવાજ પર ક્યારેય પણ ઉંમર ન છવાઈ.

આટલું જ નહીં જણાવી દઈએ કે તેમણે પોતાના અવાજના દમ પર દુનિયાને દિવાની બનાવી અને આજે તેમના ગયા પછી દરેક તેમને યાદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે લતાજીએ સંગીતની દુનિયામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું અને લગભગ 8 દાયકા સુધી ગીતને અવાજ આપતા રહ્યા. સાથે જ જ્યારે આજે તે આ દુનિયા છોડીને સ્વર્ગમાં સંગીત ના સુર છોડવા ચાલ્યા ગયા છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવીએ તેમના જીવન સાથે જોડાયેલા 10 મહત્વપૂર્ણ કિસ્સા.

1) નાની ઉંમરમાં પિતાના નિધન પછી ઉઠાવી ઘરની જવાબદારી: જણાવી દઈએ કે લતાજીનું જીવન શરૂઆતથી સંઘર્ષ વચ્ચે પસાર થયું અને જ્યારે તે માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું અને ત્યાર પછી ત્રણ બહેનો અને એક ભાઈ સહિત આખા પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. આવી સ્થિતિમાં તેણે ફિલ્મોમાં કામ કરીને અને સંગીતની દુનિયામાં પગ મુકીને ઘર આગળ વધાર્યું.

2) મરાઠી ફિલ્મ માટે ગાયું હતું પહેલું ગીત: એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પૂતના પગ પારણામાં દેખાય છે, પરંતુ અહીં પુત્રી હતી અને લતાજીનું ટેલેંટ નાની ઉંમરમાં જ દરેકની સામે આવી ગયું હતું અને તેમણે માત્ર 5 વર્ષની ઉંમરમાં જ ગાવાનું શરૂ કર્યું હતું અને તેમણે ગાવાની શરુઆત મરાઠી ફિલ્મોમાં ગીત ગાયને કરી હતી. જણાવી દઈએ કે તેમનું પહેલું ગીત મરાઠી ફિલ્મ ‘કીતી હસલ’ માટે ‘નાચુ યા ગડે’ હતું.

3) આ રીતે મળ્યું હતું પહેલું હિન્દી ગીત: શરૂઆતના તબક્કામાં જ લતાજીએ મરાઠી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું અને સાથે તે એક્ટિંગ પણ કરતા હતા. આવી સ્થિતિમાં તેમણે પોતાના પિતાના મિત્ર માસ્ટર વિનાયકની ફિલ્મ ‘પહેલી મંગલાગોર’માં એક્ટિંગ કરી હતી. ત્યાર પછી જ લતાજીને પહેલું હિન્દી ગીત ગાવાની તક મળી અને આ ગીતનું નામ હતું ‘માતા એક સપુત કી’.

4) નબળી આર્થિક પરિસ્થિતિનો મજબૂત રીતે કર્યો સામનો: લતાજી ભલે બાળપણથી જ ટેલેંટથી ભરપુર હોય, પરંતુ તેમને શરૂઆતથી જ નબળી આર્થિક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને તેમના ટેલેંટને સૌથી પહેલા ઓળખ પ્રખ્યાત સંગીતકાર માસ્ટર ગુલામ હૈદર એ આપી. પછી શું હતું લતાજીએ પોતાની આ સંગીતની કુશળતાને હથિયાર બનાવી લીધું અને આજે લતાજી શું હતા અને કેતલા આર્થિક રીતે સફળ હતા તે તમે દરેક જાણો છો.

5) લતાજીને પણ થવું પડ્યું હતું રિજેક્ટ: જોકે ટેલેન્ટેડ હોવાનો અર્થ એ ક્યારેય નથી કે તમે પહેલીવારમાં જ સફળતાની સીડી મેળવી લો અને આ વાત લતાજી સાથે પણ થઈ. જણાવી દઈએ કે માસ્ટર ગુલામ હૈદર અને લતાજી સાથે જોડાયેલો એક કિસ્સો ખૂબ જ ચર્ચિત હતો અને જણાવી દઈએ કે ફિલ્મ મેકર શશધર મલિક એક ‘શહીદ’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા.

આટલું જ નહીં, આ ફિલ્મમાં ગુલામ હૈદર સંગીત આપી રહ્યા હતા, પરંતુ જ્યારે તેમણે લતાજીનો અવાજ શશધરને સંભળાવ્યો ત્યારે તેમણે તેનો અવાજ ખૂબ પાતળો હોવાનું કહીને રિજેક્ટ કર્યો હતો અને ત્યારપછી માસ્ટર ગુલામને આ વાત એટલી ચુભી ગઈ હતી કે તેમણે લતાજીને સ્ટાર બનાવવાનું નક્કી કરી લીધું હતું અને છેવટે તેમનું આ સપનું પૂર્ણ પણ થયું.

6) 1948માં આવ્યું હતું લતાજીનું પહેલું હિટ ગીત: સાથે જ જણાવી દઈએ કે શશધર દ્વારા રિજેક્ટ કર્યા પછી, લતાજીએ હાર ન માની અને પછી વર્ષ આવે છે 1948નું. જ્યારે લતાજીને ફિલ્મ ‘મજબૂર’માં માસ્ટર ગુલામ હૈદરે એક ગીત ગવડાવ્યું અને આ ગીતના બોલ હતા ‘દિલ મેરા તોડા’. જણાવી દઈએ કે આ તે જ ગીત હતું જેણે લતાજીના જીવનને બદલવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

7) ગાવાને કારણે પડતી હતી માતાની ડાટ: સાથે જ જણાવી દઈએ કે લતા મંગેશકરે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખૂબ જ રસપ્રદ વાત શેર કરી હતી અને તેમણે આ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેમના પિતા દીનાનાથ મંગેશકર લાંબા સમયથી જાણતા ન હતા કે તે ગીત ગાય છે. આટલું જ નહીં, આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “જો પિતાજી જીવતા હોત તો કદાચ હું સિંગર બની શકી ન હોત અને ગીતો ગાવા બદલ મને ઘણી વખત માતા દ્વારા ઠપકો પણ મળ્યો હતો.”

8) લગ્ન ન કરવા પાછળનું સાચું કારણ: જો કે લતાજીના લગ્ન ન કરવાના અલગ-અલગ કિસ્સા છે, પરંતુ સ્વરા કોકિલાએ 2021માં જણાવ્યું હતું કે ઘરની જવાબદારીઓને કારણે તે લગ્ન વિશે વિચારી ન શકી. આટલું જ નહીં, તે દરમિયાન તેમણે કહ્યું હતું કે ભગવાન જે કરે છે તે સારું જ કરે છે.

9) આ કારણોસર કિશોર કુમાર સાથે ગાવાની કરી હતી મનાઈ: લતાજી અને કિશોર કુમાર વચ્ચે ભાઈ-બહેન જેવો સંબંધ હતો, પરંતુ એકવાર કિશોર કુમારના મજાકિયા વર્તનથી પરેશાન થઈને લતાજીએ તેમની સાથે કામ કરવાની ના પાડી દીધી.

10) મોહમ્મદ રફી સાથે થઈ હતી અનબન: આ ઉપરાંત છેલ્લે જણાવી દઈએ કે એકવાર લતાજીની મોહમ્મદ રફીજી સાથે અનબન થઈ હતી અને તે કિસ્સો કંઈક એવો હતો કે ગીત માટે મળતી રોયલ્ટી વિશે બંનેના અલગ-અલગ વિચાર હતા. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આવી સ્થિતિમાં, લતાજીના જીવન સાથે જોડાયેલા કિસ્સા તમને કેવા લાગ્યા, અમને કમેંટ કરીને જણાવી શકો છો.