લતા મંગેશકરભાઈ-બહેનોમાં હતા સૌથી મોટા, 13 વર્ષની ઉંમરમાં શરૂ કરી હતી કારકિર્દી, જુવો તેમના પરિવારની તસવીરો

બોલિવુડ

લોકોની આંખો ભીની કરીને લતા મંગેશકરે ગઈ કાલે આ દુનિયાને અલવિદા કહી દીધું. હા, લતા મંગેશકર ઘણા સમયથી બીમાર હતા અને દેશભરમાં તેમના માટે પ્રાર્થનાઓ ચાલી રહી હતી. બીજી તરફ ડોક્ટરો તેમને દવાઓ આપી રહ્યા હતા, પરંતુ આ વખતે પ્રાર્થના અને દવા બંને કામ ન આવી અને હવે લતાજી સ્વર્ગલોકની સેવામાં પહોંચી ગયા છે.

જણાવી દઈએ કે ગઈકાલે રાત્રે તેમનું નિધન થયું હતું અને તેની મહિતી સૌથી પહેલા તેમની બહેન ઉષાએ મીડિયા દ્વારા શેર કરી હતી. સાથે જ લતા મંગેશકરના નિધનનના સમાચાર સાંભળતાની સાથે જ લોકોનું દિલ બેસી ગયું અને તેમની આંખો આંસુઓથી ભીની થઈ ગઈ. આટલું જ નહીં ચારે બાજુથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સ્વર કોકિલાના નિધન પછી વડાપ્રધાન પણ દુઃખી જોવા મળ્યા અને તેમણે લતાજીને શ્રદ્ધાંજલિ આપી હતી.

દેશભરમાં તેમના જવાનું દુઃખ સ્પષ્ટ જોઈ શકાય છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે સુર સમ્રાજીને યાદ કરી રહ્યા છે. સાથે જ જ્યારે આપણે લતાજીની સંગીત સાધના પર નજર કરીએ, ત્યારે એક ભાવ-વિભોર કરનાર વ્યક્તિત્વ સામે આવે છે. જણાવી દાઈએ કે સુર કોકિલાના અવાજમાં એવો જાદુ હતો જેના કારણે તેમના દ્વારા ગાયેલા ગીત કાનમાં સાકર ઘોળવાનું કામ કરતા હતા અને આગળ પણ કરતા રહેશે. આવી સ્થિતિમાં આજે અમે તમને લતાજીના પરિવાર સાથે જોડાયેલી સ્ટોરી જણાવીએ.

વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર લતાજીએ લગભગ 8 દાયકા સુધી સંગીત સાધના કરી અને તેમના દ્વારા ગાયેલા ગીતો હંમેશા ચર્ચાનો વિષય બની રહ્યા, પછી તે તેમનું પહેલું ગીત હોય કે પછી છેલ્લું. જણાવી દઈએ કે ફિલ્મ ‘મહલ’ના ગીત ‘આને વાલા આયેગા’થી લતાજીને પહેલીવાર ઓળખ મળી હતી અને ત્યાર પછી તેમણે 30,000થી વધુ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો.

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો અને જ્યારે તે 13 વર્ષના હતા ત્યારથી ગાવાનું શરૂ કર્યું અને લતાજીના પિતા પંડિત દીનાનાથ મંગેશકર સંગીતની દુનિયા અને મરાઠી થિયેટરના પ્રખ્યાત વ્યક્તિ હતા. આવી સ્થિતિમાં ઘર પર રહીને, લતાજીને પોતાના પિતા પાસેથી સંગીત શીખવાની તક મળી અને તેમણે આ વારસામાં મળેલી કુશળતાનો સારી રીતે ઉપયોગ કર્યો અને દેશ-વિદેશમાં આગળ જઈને ખ્યાતિ મેળવી.

સાથે જ જણાવી દઈએ કે લતાજીની માતાનું નામ શ્રીમતી માઈ હતું અને જન્મ સમયે લતાજીનું નામ હેમા રાખવામાં આવ્યું હતું, પરંતુ થોડા સમય પછી તેમના પિતાએ તેમનું નામ લતા રાખ્યું અને લતા મંગેશકર પોતાના પાંચ ભાઈ-બહેનોમાં સૌથી મોટી બહેન હતા. તેમના પછી તેમની ત્રણ બહેનો મીના મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને ભાઈ હૃદયનાથ મંગેશકર છે. હા, આ ભાઈ-બહેનો વચ્ચેની એક રસપ્રદ વાત એ છે કે દરેકે પોતાની આજીવિકા તરીકે સંગીતને પસંદ કર્યું.

ત્યાર પછી સમય આવે છે વર્ષ 1942 નો. જ્યારે લતાજીના પિતાનું નિધન થઈ જાય છે અને પરિવારની તમામ જવાબદારી મોટી પુત્રી હોવાને કારણે લતા પર આવી જાય છે આવી સ્થિતિમાં 13 વર્ષની નાની ઉંમરમાં જ લતા મંગેશકરે આર્થિક તંગી દૂર કરવા માટે કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં પરિવારની આર્થિક જવાબદારીઓ નિભાવવાની વચ્ચે તે પોતાના જીવન વિશે વિચારવાનું ભૂલી ગયા અને પછી જીવનભર અપરિણીત જ રહ્યા.

સાથે જ જણાવી દઈએ કે લતાની બહેન આશાએ આરડી બર્મન સાથે લગ્ન કર્યા, તો લતાની ત્રીજી બહેન મીના મંગેશકરે પણ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કર્યું અને મીનાએ લગ્ન પછી બાળકો માટે ઘણાં ગીતો પણ રેકોર્ડ કર્યા. સાથે જ ઉષા મંગેશકરે પણ મોટી બહેન લતાની જેમ લગ્ન ન કર્યા અને તેમણે હિન્દી, નેપાળી, ભોજપુરી અને ગુજરાતી ભાષાના ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

આ ઉપરાંત ઉષા મંગેશકર સાથે જોડાયેલી એક વિશેષ વાત એ છે કે તેમને પેઇન્ટિંગમાં પણ ખૂબ રસ છે. આ બધા ઉપરાંત લતા મંગેશકરનો એક નાનો ભાઈ છે જેનું નામ હૃદયનાથ મંગેશકર છે અને તેણે શાસ્ત્રીય સંગીતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને હૃદયનાથને લોકો પ્રેમથી ‘બાલા સાહેબ’ કહે છે.

આ ઉપરાંત છેલ્લે જણાવી દઈએ કે લતા મંગેશકરે પોતાની લાંબી કારકિર્દી દરમિયાન ઘણા ગીતોને પોતાનો મધુર અવાજ આપ્યો અને કદાચ ખૂબ ઓછા લોકો જાણતા હશે કે લતાજી ગાયક હોવાની સાથે સંગીતકાર પણ હતા અને તેમનું પોતાનું એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ હતું. જેના બેનર હેઠળ ફિલ્મ ‘લેકિન’ બની હતી.