નથી રહ્યા સ્વર કોકિલા લતા મંગેશકર, 92 વર્ષની ઉંમરમાં લીધો અંતિમ શ્વાસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી કેટલીલ રસપ્રદ વાતો

બોલિવુડ

મહાન સિંગર લતા મંગેશકરનું 92 વર્ષની ઉંમરમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મોડી રાત્રે નિધન થયું હતું. હા, ભારત રત્ન, સ્વર કોકિલા, સંગીતની મલ્લિકા… અને ન જાણે કેટલા નામોથી પોતાના અવાજના દમ પર કરોડો દિલ પર રાજ કરનાર લતા મંગેશકર એ આ દુનિયામાંથી વિદાઈ તો લઈ લીધી છે, પરંતુ હવે તેના નિધનથી પૂરા દેશમાં શોકની લહેર દોડી ગઈ છે.

એક લાંબા સમયથી સ્વર કોકિલા લતાજી ખરાબ સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા અને હવે તેમનું નિધન થઈ ગયું છે. જેની માહિતી તેમની બહેન ઉષા મંગેશકરે આપી હતી. જણાવી દઈએ કે ભારતની ‘નાઈટીંગેલ’ નામની બહુમુખી ગાયિકાએ લગભગ આઠ દાયકાની પોતાની કારકિર્દીમાં 36 ભાષાઓમાં હજારો ગીતને અવાજ આપ્યો, પરંતુ હવે તે આ દુનિયામાં નથી રહ્યા અને હવે તેમના દ્વારા ગાયેલા ગીતો જ તેમની યાદ બનીને આપણને બધાને તેમની યાદ અપાવતા રહેશે.

જણાવી દઈએ કે લતા મંગેશકરને ભૂતકાળમાં કોવિડ -19 અને ન્યુમોનિયા થયો હતો. ત્યાર પછી તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત સતત નાજુક બની રહી હતી. જેના કારણે તેમને ICUમાં ડોક્ટરોની દેખરેખમાં સતત રાખવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશમાં પંડિત દીનાનાથ ના ઘરે જનમ્યા હતા સ્વર કોકિલા: જણાવી દઈએ કે લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્ય પ્રદેશમાં થયો હતો અને લતાજીના જિનમાં જ સંગીત હતું. જણાવી દઈએ કે તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર એક મરાઠી સંગીતકાર અને થિયેટર કલાકાર હતા. સાથે જ પોતાના જીવનકાળ દરમિયાન, મંગેશકરે વિવિધ પેઢીઓના સંગીતના મહાન લોકો સાથે કામ કર્યું.

ત્રણ રાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત થયા લતા મંગેશકર: જણાવી દઈએ કે લતાજીનું અદ્ભુત વ્યક્તિત્વ અને તેમના અવાજનો જાદુ જ હતો કે તેમને ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને 1989માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી 2001 માં, તેમને કલાના ક્ષેત્રમાં યોગદાન માટે ભારત રત્નથી પણ સમ્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત તેમને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે.

છેલ્લે જણાવી દઈએ કે લતાજી સાથે જોડાયેલી એક ખાસ વાત એ છે કે તેમણે ક્યારેય લગ્ન નથી કર્યા અને જીવનભર સંગીત સાધનામાં જ વ્યસ્ત રહ્યા હતા અને છેલ્લા તબક્કામાં જ્યારે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ આખો દેશ તેના માટે પ્રાર્થના કરતો રહ્યો, પરંતુ આ વખતે તે આપણને બધાને છોડીને ચાલ્યા ગયા.