ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે સ્વર કોકિલા લતા મંગેશ્કર, આટલા અધધધ કરોડની સંપત્તિની છે માલિક

બોલિવુડ

ભારતની સ્વર કોકિલા લતા મંગેશકર આજે સિંગિંગની દુનિયાની કોહિનૂર છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં જન્મેલી લતા મંગેશકર થિયેટરના કલાકાર અને સિંગર પંડિત દીનાનાથ મંગેશકરની પુત્રી છે. લતાજીને સિંગિંગ વારસામાં મળ્યું હતું. તેથી ગીત અને મ્યૂઝિકમાં તેમનો રસ બાળપણથી જ હતો. પોતાના મધુર અને મનમોહક અવાજના દમ પર લાખો દિલો પર રાજ કરનાર લતા મંગેશકર આજે કોઈ ઓળખની મોહતાજ નથી.

તે તેના અવાજનો જાદુ રહ્યો કે તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ સિંગર બની. જણાવી દઈએ કે લતા મંગેશકરને બોલિવૂડમાં ‘સ્વર કોકિલા’ ના નામથી ઓળખવામાં આવે છે અને છેલ્લા 7 દાયકાથી લતાજી પોતાની સિંગિંગ કારકિર્દીને સંવારી રહી છે. જણાવી દઈએ કે લતા મંગેશકરે અત્યાર સુધીમાં લગભગ 50 હજાર ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. સાથે જ તેમણે 36 ભાષાઓમાં ગીત ગાયા છે.

પોતાના અવાજના દમ પર તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે સ્થાન પ્રાપ્ત કર્યું છે જેને મેળવવું કોઈ પણ વ્યક્તિ માટે સરળ નથી. ચાલો આજે જાણીએ લતા મંગેશ્કર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાત અને તેમના લક્ઝરી જીવન વિશે.

નાની ઉંમરમાં શરૂ કરી સિંગિંગની સફર: જણાવી દઈએ કે લતા મંગેશ્કરે પોતાની સિંગિંગ કારકિર્દીની શરૂઆત માત્ર 13 વર્ષની ઉંમરમાં જ કરી હતી. બાળપણમાં જ પિતાનો માથા પરથી પડછાયો ઉઠી ગયા પછી લતા એ જ પરિવારની જવાબદારી પોતાના ખભા પર લીધી. નાની ઉંમરથી શરૂ થયેલી આ સુંદર સફરનું પરિણામ એ આવ્યું કે આજે કરોડોની સંખ્યામાં તેના ચાહકો છે. લતા મંગેશ્કર પાસે પૈસા, ખ્યાતિ કોઈ પણ ચીજની અછત નથી.

કરોડોની સંપત્તિની માલિક છે લતા મંગેશકર: લતા મંગેશકર 50 મિલિયન ડોલરની માલિક છે. તેણે પોતાના ટેલેંટ અને મહેનતના આધારે તેણે લગભગ 368 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે એ કહેવું પણ ખોટું નહીં હોય કે તેણે આ તબક્કા સુધી પહોંચવા માટે સખત મહેનત કરી હતી. નાની ઉંમરમાં જ પોતાના ટેલેંટના જલવા બતાવીને તેમણે આ સ્થાન મેળવ્યું છે. જણાવી દઈએ કે સ્વર કોકિલા લતા મંગેશકર પ્રભુ કુંજ ભવનમાં રહે છે જે દક્ષિણ મુંબઈના સૌથી મોંઘા એરિયા પેડર રોડમાં આવેલું છે.

લતા મંગેશકરને મોંઘી અને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. જો તેના કાર કલેક્શન પર નજર કરીએ તો તેમાં એક શેકરલે, બ્યૂક અને એક ક્રિસલર જેવી લક્ઝરી કાર શામેલ છે. લતાને ‘વીર જરા’ ગીત રિલીઝ થયા પછી ડાયરેક્ટર યશ ચોપરાએ મર્સિડીઝ કાર ગિફ્ટ કરી હતી. લતા મંગેશકર પાસે ઘણી લક્ઝરી કાર છે.

ભારત રત્નથી સન્માનિત છે લતા: વર્ષ 2001 માં સ્વરા કોકિલા લતા મંગેશકરને ‘ભારત રત્ન’ થી સમ્માનિત કરવામાં આવી હતી. સાથે જ વર્ષે 2007 માં ફ્રાન્સ સરકાર દ્વારા લતાજીને ‘ઓફિસર ઓફ ધ લીજન ઓફ ઓનર’ થી પણ સમ્માનિત કરવામાં આવી ચુકી છે. આ એવોર્ડ ઉપરાંત સ્વર કોકિલા લતા મંગેશકરને પદ્મ ભૂષણ, દાદાસાહેબ ફાળકે, પદ્મ વિભૂષણ, મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ, એનટીઆર રાષ્ટ્રીય એવોર્ડ, એનઆર રાષ્ટ્રીયએવોર્ડ ઉપરાંત ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ મળ્યા છે.