લતા સભરવાલે 22 વર્ષ ટીવી પર પસાર કર્યા પછી ટીવીને કહ્યું અલવિદા, જાણો શું છે કારણ

Uncategorized

ટીવી ઈંડસ્ટ્રીમાં ચહેરાઓની ઉંમર ખૂબ ઓછી હોય છે. અમારા કહેવાનો અર્થ એ છે કે ટીવી ઈંડસ્ટ્રી નાના પડદા પર અવારનવાર નવા અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળે છે. ઘણી ચેનલો અને તેમાં આવતા કરોડો શો અને તેમાં આવનારા અભિનેતા અને અભિનેત્રી ખૂબ મુશ્કેલીથી કોઈ અભિનેતા અથવા અભિનેત્રી કોઈ અન્ય શો અથવા સીરિયલમાં જોવા મળે છે.

આ કલાકારોને પોતાને જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે. ખૂબ ઓછા લોકો હોય છે જેને આ ઈંડસ્ટ્રીમાં સતત કામ મળતું રહે છે. તેમાંની એક છે ટીવીનો પ્રખ્યાત શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની અભિનેત્રી લતા સભરવાલ, તાજેતરમાં જ લતા સભરવાલે બધાને ચિંકાવનારો નિર્ણય કર્યો છે.

લતા સભરવાલ આ શો સાથે લગભગ છેલ્લા 10 વર્ષથી જોડાયેલી છે. હવે તેણે ડેઈલી શોને અલવિદા કહ્યું છે. હવે તેણે ક્યારેય ટીવી શોમાં કામ ન કરવાનું મન બનાવી લીધું છે. અભિનેત્રી લતા સભરવાલ ‘વિવાહ’ અને ‘ઇશ્ક વિશક’ જેવી ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં મુખ્ય ભાગ રહી છે. અભિનેત્રીએ પોતાના આ નિર્ણયની ઘોષણા સોશિયલ મીડિયા પર કરી છે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘હું ઔપચારિક રીતે આ વાતની ઘોષણા કરું છું કે મેં હવે ડેઈલી શો કરવાનું બંધ કરી દીધું છે. છતા પણ હું વેબ સિરીઝ, મૂવીઝ અથવા કોઈ સુંદર કેમિયો રોલ માટે તૈયાર રહીશ. ડેઈલી શો, મારા જીવનને સુંદર બનાવવા બદલ ખૂબ આભાર ‘

જણાવી દઈએ કે અભિનેત્રી લતા સભરવાલે વર્ષ 1999 માં ટીવી શો ‘ગીતા રહસ્ય’ માં દ્રૌપદીની ભૂમિકાથી ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે પોતાની એક્ટિંગના આધારે ઘણા શો કર્યા. તે નાના પડદા પર ‘નાગિન’, ‘ઘર એક સપના’, ‘કહતા હૈ દિલ’, ‘શાકા લકા બૂમ બૂમ’, ‘જન્નત’, ‘ઇશ્કમાં મરજાવા’, ‘દિશાએ’, ‘ખુશીયા’, ‘વો રહેને વાલી મહેલો કી’, ‘વો અપના સા’, ‘યે રિશ્તા હૈ પ્યાર કે’ અને ‘આવાઝ દિલ દિલ સે દિલ તક’ જેવા ઘણાં ટીવી શોમાં મુખ્ય ભુમિક નિભાવી ચુકી છે. આ પછી, તે સ્ટાર પ્લસ પર આવતો શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સાથે લગભગ 10 વર્ષો સુધી જોડાયેલી હતી. આ શોમાં તેણે અક્ષરા એટલે કે અભિનેત્રી હિના ખાનની માતાની ભૂમિકા નિભાવી હતી.

આ સાથે તેણે મોટા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે ‘વિવાહ’માં શાહિદ કપૂરની ભાભીની ભૂમિકા નિભાવી હતી. આ સિવાય તે સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ માં પણ કામ કરી ચૂકી છે. લતા સભરવાલ એક તેલુગુ ફિલ્મમાં પણ જોવા મળી છે.

Leave a Reply

Your email address will not be published.