લતા મંગેશકરની હોસ્પિટલમાં થઈ ગઈ હતી કંઈક આવી હાલત, યોગ્ય રીતે ચાલી પણ શકતા ન હતા, જુવો તેમનો છેલ્લો વીડિયો

બોલિવુડ

સ્વર કોકિલા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. તેમનું રવિવારે સવારે 92 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો. છેલ્લા એક મહિનાથી અહીં તેની સારવાર ચાલી રહી હતી. તેમને કોરોના અને ન્યુમોનિયા બંને થઈ ગયો હતો.

લતાજીના નિધનથી આખો દેશ શોકમાં છે. દરેકની આંખો ભીની છે. રવિવારે સાંજે જ્યારે શિવાજી પાર્કમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે દરેક ખૂબ જ દુઃખી હતા. આ તક પર મોટા-મોટા ફિલ્મ સ્ટાર્સથી લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી દરેકે તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી.

છેલ્લા સમયમાં કંઈક આવી થઈ ગઈ હતી લતા મંગેશકરની હલત: આ દરમિયાન લતાજીના નિધન પહેલા હોસ્પિટલનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લતાજીની હાલત છેલ્લા સમયમાં ખૂબ જ ખરાબ હતી. બે લોકો તેને ટેકો આપીને ચલાવી રહ્યા હતા, પરંતુ છતાં પણ તેમને ચાલવામાં તકલીફ થઈ રહી હતી. તે ખૂબ જ ધીમે-ધીમે ચાલી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollygossip (@bollyg0ssip) 

આ વીડિયો વાયરલ થયા પછી લોકો લતા મંગેશકરને ખૂબ મિસ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ એ જ વિચારી રહ્યા છે કે કાશ તે થોડા વધુ વર્ષો જીવ્યા હોત. લતાજી હોસ્પિટલમાં પોતાના છેલ્લા સમયમાં શું કરી રહ્યા હતા તેને લઈને પણ લોકો ઉત્સુક છે. આ વાતનો ખુલાસો વોઈસઓવર આર્ટિસ્ટ હરીશ ભીમાણીએ કર્યો છે. તેમને આ માહિતી લતાજીના ભાઈ હૃદયનાથ મંગેશકરે આપી હતી.

છેલ્લા દિવસોમાં સાંભળી રહ્ય હતા પિતાના ગીતો: હૃદયનાથ મંગેશકરના જણાવ્યા મુજબ લતાજી છેલ્લા દિવસોમાં તેમના પિતા દીનાનાથ મંગેશકરને યાદ કરી રહ્યા હતા. તેમણે પોતાના પિતાના રેકોર્ડિંગ્સ મંગાવ્યા હતા, જેને સાંભળીને તે તે ગીતો ગાવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નિધનના બે દિવસ પહેલા તેમણે હોસ્પિટલમાં ઈયરફોન મંગાવ્યા હતા. ડૉક્ટરોએ તેમને માસ્ક હટાવવાની મનાઈ કરી હતી, પરંતુ છતાં પણ તે માસ્ક હટાવીને ગાયા કરતા હતા.

પોતે ગાયેલા ગીત સાંભળતા ન હતા: લતાજી પોતાના પિતાને પોતાના ગુરુ માનતા હતા. તેને પોતાના ગીતો સાંભળવાનું પસંદ ન હતું. ત તેનાથી ડરતા હત. જ્યારે તે પોતાના ગીતો સાંભળતા ત્યારે તે તેની ભૂલો પકડતા હતા. તેનાથી તે ખૂબ દુઃખી થઈ જતા હતા. તે વિચારતા હતા કે જો મોટા-મોતા સંગીતકાર તેમના ગીત સાંભળશે તો શું વિચારશે.

લતા મંગેશકરના નિધન પછી બે દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણ કરવામાં આવી છે. કેટલાક રાજ્યોએ તેમના સમ્માનમાં સોમવારને જાહેર રજા પણ જાહેર કરી છે. નોંધપાત્ર વાત એ છે કે લતા મંગેશકરે 1942માં માત્ર 13 વર્ષની ઉંમરમાં પોતાની સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમણે તેમની કારકિર્દીમાં ઘણી ભાષાઓમાં ત્રીસ હજારથી વધુ ગીતો ગાયા હતા. તેણે લગભગ સાત દાયકા સુધી ઘણા હિટ ગીતો ગાયા.