ઈરફાન ખાનના છેલ્લા શબ્દો હતા ‘આમ્મા આવી છે મને લેવા’, જાણો આ 5 સેલેબ્સે શું કહ્યું હતું તેના છેલ્લા સમયમાં

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર ઈરફાન ખાન, ઋષિ કપૂર, રાજેશ ખન્ના સહિત ઘણા અભિનેતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પોતાની સુંદર એક્ટિંગથી ચાહકોના દિલ પર રાજ કરનાર આ દિવંગત કલાકાર પોતાના છેલ્લા દિવસોમાં શું બોલીને ગયા, તે ખૂબ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આ કલાકારોએ તેમના છેલ્લા સમયમાં કયા શબ્દો બોલ્યા હતા?

ઋષિ કપૂર: કપૂર પરિવારના દિગ્ગજ કલાકાર અને પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020 ના રોજ કેન્સરથી નિધન થયું હતું. જણાવી દઈએ કે હોસ્પિટલમાં દાખલ થતાની પહેલી રાત્રે ઋષિ કપૂરને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થઈ રહી હતી. ઋષિ કપૂરે તેમના મૃત્યુ પહેલા સોશિયલ મીડિયા પર એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેણે કોરોના વાયરસ સામે લડવા માટે એક તમામ લોકોને એક મત થવાની વાત કહી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, “દરેક સામાજિક સ્થિતિ અને માન્યતાઓને માનનારા ભાઈઓ અને બહેનોને એક અપીલ છે. મહેરબાની કરીને હિંસા, પથ્થરમારો અથવા લિંચિંગથી દૂર રહો. ડોક્ટરો, નર્સો, તબીબો, પોલીસકર્મીઓ અને અન્ય લોકો તમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. આપણે સાથે મળીને કોરોના વાયરસ સામે જીતવાનું છે. પ્લીઝ! જય હિન્દ!”

ઇરફાન ખાન: દરેક પાત્રમાં જીવ આપનાર અભિનેતા ઇરફાન ખાનની બોલિવૂડમાં એક અલગ જ જગ્યા હતી. ઇરફાન ખાન લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા, જેના કારણે 29 એપ્રિલ 2020 ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ઇરફાન ખાનના મૃત્યુના થોડા દિવસો પહેલા તેની માતાનું નિધન થયું હતું. આવી સ્થિતિમાં ઈરફાને તેના છેલ્લા સમયમાં કહ્યું હતું કે, “મને લેવા અમ્મા આવી છે …”

કિશોર કુમાર: અભિનેતા અને સિંગર કિશોર કુમાર હંમેશા તેમના ગીત દ્વારા ચાહકોના દિલ પર રાજ કરશે. મૃત્યુના થોડા સમય પહેલા કિશોર કુમારે અસ્વસ્થતા અને બેચેનીની ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં તેણે પોતાની ગભરાટને દૂર કરવા માટે તેના પરિવારને મજાકમાં કહ્યું હતું કે, “હું બિલકુલ ઠીક છું … હા જો તમે ડોક્ટરને બોલાવ્યા તો મને ખરેખર હાર્ટ એટેક આવી શકે છે.”

મીના કુમારી: હિન્દી સિનેમામાં ‘ટ્રેજેડી ક્વીન’ તરીકે જાણીતી અભિનેત્રી મીના કુમારી વિશે કહેવામાં આવે છે કે, તેને દારૂ જેવી ખૂબ જ નુક્સાનકારક ચીજોની ટેવ પડી ગઈ હતી. આ કારણે તેનું સ્વાસ્થ્ય ઝડપથી બગડવા લાગ્યું અને તેનું લીવર ડેમેજ થઈ ગયું. ત્યાર પછી તે માત્ર 45 વર્ષની ઉંમરમાં દુનિયા છોડીને ચાલી ગઈ. મૃત્યુ પહેલાં મીના કુમારીએ કહ્યું હતું કે, “ચંદન, મારી છેલ્લી ઈચ્છા છે કે મારું મૃત્યુ તામારી બાહોમાં થાય…!”

રાજેશ ખન્ના: બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી. આટલું જ નહીં, પરંતુ રાજેશ ખન્નાએ એક પછી એક લગભગ 15 હિટ ફિલ્મ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેમને કેન્સરની બીમારી હતી. ત્યાર પછી તેમણે તેમના બંગલા ‘આશિર્વાદ’ માં અંતિમ શ્વાસ લીધા. રાજેશ ખન્નાએ તેના છેલ્લા સમયમાં કહ્યું હતું કે, “સમય થઈ ગયો .. પેકઅપ.” આ વાત રાજેશ ખન્ના સાથે ફિલ્મ ‘આનંદ’ માં કામ કરી ચુકેલા અભિનેતા અને તેના મિત્ર અમિતાભ બચ્ચને એક પોસ્ટ દ્વારા જણાવી હતી. સાથે જ રાજેશ ખન્નાના નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે, “રાજેશ ખન્નાને તેના છેલ્લા સમયનો પહેલાથી જ આભાસ થઈ ગયો હતો.”