નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં દેખાય આ સંકેત તો સમજો કે તો સમજો કે તમને મળી ચુક્યા છે માતા દુર્ગાના આશીર્વાદ, મળશે આર્થિક લાભ

ધાર્મિક

નવરાત્રીમાં, જો તમે કોઈ વિશેષ ઇચ્છા સાથે કળશની સ્થાપના કરો છો, તો પછી તમે ચોક્કસપણે તે જાણવા પણ ઇચ્છશો કે તમારી ઉપાસના કેટલી સફળ રહી છે. આ ભક્તિ અને શ્રદ્ધાની બાબત છે, પરંતુ જો તમે નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસો દરમિયાન તમારી સાથે બનનારી ઘટનાઓને નજીકથી જોશો તો તમે ચોક્કસપણે સમજી શકો છો કે તમારી ઉપાસના કેટલી સફળ રહી છે. અમે તમને ખાસ કરીને એવા સંકેતો વિશે જણાવી રહ્યા છીએ જો આ સંકેતો તમને નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસમાં તમને જોવા મળ્યા છે તો સમજો કે તમને માતા દુર્ગાના આશીર્વાદ મળી ચુક્યા છે.

સ્વપ્ન આવવું એ કોઈ નવી બાબત નથી પરંતુ નવરાત્રિ દરમિયાન કેટલાક વિશેષ સ્વપ્ન તમને વિશેષ સંકેત આપે છે. જો તમે ધન પ્રાપ્તિની ઇચ્છા સાથે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કર્યા છે અને જો તમને નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસમાં સ્વપ્નમાં ઘુવડ દેખાય છે તો સમજો કે ધન લાભ થવાની સંભાવના છે. ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે. તેથી નવરાત્રી સિવાય દિવાળીના દિવસે ઘુવડનું સ્વપ્ન સંપત્તિના આગમનનું પ્રતિક છે.

સાજ-શણગાર સ્ત્રીઓ માટે કોઈ નવી વાત નથી, દરરોજ તમને સામાન્ય શણગારમાં ઘણી મહિલાઓ જોવા મળતી હશે. પરંતુ સોળ શણગાર માત્ર નવવિવાહિત સ્ત્રીઓ જ કરે છે અને કોઈ વિશેષ શુભ પ્રસંગે જ મહિલાઓ સોળ શણગાર કરે છે. જો નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કોઈપણ સમયે સોળ શણગારમાં સ્ત્રી જોવા મળે છે, તો સમજો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થયા છે. આગામી દિવસોમાં તમારી આર્થિક-સામાજિક અથવા અન્ય પ્રકારની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

નવરાત્રીની પૂજામાં નાળિયેર અને કમળના ફૂલનું વિશેષ મહત્વ છે, હંસ પણ માતા સરસ્વતીનું વાહન માનવામાં આવે છે. તેથી જો આ દિવસોમાં તમને નાળિયેર, હંસ અથવા કમળના ફૂલો સવારે જોવા મળે છે, તો સમજી લો કે માતા દુર્ગાના આશીર્વાદ તમને મળી ચુક્યા છે. શક્ય છે કે તમે તમારી બુદ્ધિ અને તમારા જ્ઞાનની મદદથી આગામી દિવસોમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો.

સામાન્ય દિવસે પણ ઘરની બહાર નીકળતાં જ ગાયને જોવી શુભ માનવામાં આવે છે. પરંતુ જો નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં મંદિરની બહાર નીકળતા જ સફેદ ગાય દેખાય છે, તો સમજો કે તમને પણ માતા દુર્ગાના આશીર્વાદ મળ્યા છે અને ટૂંક સમયમાં તમારી ઇચ્છાઓ પૂર્ણ થવા જઇ રહી છે. આ વાત નોંધવી જરૂરી છે કે જો કોઈ વ્યક્તિ ગૌશાળાની નજીક રહે છે તો તેને દરરોજ ગાય દેખાવી સામાન્ય બાબત છે. તો આવી સ્થિતિમાં આ સંકેત નથી માનવામાં આવતું.

જો સવારે ઘરની બહાર નિકળતાની સાથે જ શેરડી દેખાય છે તો સમજો કે તમારી પૂજાનો માતા દુર્ગા એ સ્વીકાર કર્યો છે, તમને તેમના આશીર્વાદ પણ મળ્યા છે. આવી સ્થિતિમાં દરેક કામ ઈમાનદારીથી કરો તમને તે કામમાં જરૂર સફળતા મળશે. સવારે આંખ ખુલતાની સાથે જ અથવા પૂજા કરતી વખતે તમને મંદિરના ઘંટનો અવાજ સંભળાય અથવા શંખનો અવાજ સંભળાય છે તો સમજો કે માતા દુર્ગા તમારાથી પ્રસન્ન છે. આવનારા સમયમાં તમને આર્થિક લાભ થશે.

Leave a Reply

Your email address will not be published.