અહિં આવેલું છે દુનિયાનું સૌથી મોટું કુદરતી શિવલિંગ, બરફ પર ચાલીને દર્શન કરવા આવે છે ભક્તો

ધાર્મિક

હિમાચલ પ્રેદેશમાં આ દિવસોમાં 11 હજાર ફૂટની ઉંચાઈ પર બનેલું કુદરતી શિવલિંગ ચર્ચાનો વિષય બનેલું છે અને લોકો દૂર-દૂરથી આ શિવલિંગને જોવા માટે આવી રહ્યા છે. આ શિવલિંગ મનાલીથી 25 કિમી દૂર સોલંગનાલા નજીક અંજની મહાદેવમાં બનેલું છે. આ શિવલિંગ 30 ફૂટ કરતા વધારે ઉંચી છે. આ કુદરતી શિવલિંગને જોવા માટે પ્રવાસીઓની મોટી ભીડ મનાલીમાં આવી રહી છે.

ખરેખર અંજની મહાદેવથી પડતા ઝરણાંએ બરફનું રૂપ ધારણ કર્યું છે. જે શિવલિંગ જેવા આકારનું છે અને તેનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવલિંગનું કદ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા સુધી વધશે. આ સમયે અહીંનું તાપમાન શૂન્ય પર છે. જેના કારણે તેના કદમાં સતત વધારો થઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આ શિવલિંગ એપ્રિલ, મે અને જૂન સુધી રહેશે અને આ દરમિયાન લાખો પ્રવાસીઓ અહીં આવશે.

અંજની મહાદેવની નજીક આ કુદરતી શિવલિંગ આવેલું છે અને આ સ્થાન સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગ દરમિયાન માતા અંજનીએ પુત્ર મેળવવા અને મુક્તિ મેળવવા માટે આ સ્થાન પર તપસ્યા કરી હતી. ઘણાં વર્ષો સુધી અંજની માતાએ અહીં ધ્યાન કર્યું હતું અને આ તપશ્ચર્યાથી ખુશ થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા હતા. ત્યારથી અહીં કુદરતી રીતે શિવલિંગ બની રહ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે આ શિવલિંગના દર્શન કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

ખુલ્લા પગે આવી રહ્યા છે ભક્તો: અંજની મહાદેવના દર્શન કરવા માટે અન્ય રાજ્યોના લોકો પણ અહીં આવી રહ્યા છે. આ શિવલિંગના દર્શન કરવા માટે લોકો ખુલ્લા પગે આવે છે. આટલી ઠંડી હોવા છતાં પણ લોકોની ભક્તિ પર કોઈ અસર થઈ નથી અને લોકો ઠંડીને ધ્યાનમાં લીધા વગર સૌ મીટર ખુલ્લા પગે ચાલી રહ્યા છે. અહીંના સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ, તે એક દૈવીય ચમત્કાર છે કે બરફમાં ખુલ્લા પગે ચાલવાથી પણ ભક્તોને કોઈ નુક્સાન થતું નથી. આ દિવસોમાં અહીં પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. પરંતુ અટલ ટનલ બંધ થયા પછી અહીં પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

 

કેવી રીતે પહોંચવું: અંજની મહાદેવ સરળતાથી પહોંચી શકાય છે. મનાલીથી સોલંગનાલા સુધીની 15 કિ.મી.ની મુસાફરી ટેક્સી દ્વારા કરી શકો છો. સોલંગનાલાથી અંજની મહાદેવથી પાંચ કિલોમીટર દૂર છે. તમે આ મુસાફરી પગપાળા અથવા ઘોડા દ્વારા કરી શકો છો. અંજની મહાદેવ નજીક એક એડવેન્ચર પાર્ક પણ બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે અહીં આવતા પ્રવાસીઓને પણ અહીં સમય પસાર કરવાની તક મળે.

Leave a Reply

Your email address will not be published.