22 વર્ષમાં કંઈક આટલી બદલાઈ ગઈ છે લારા દત્તા, તેને મેકઅપ વગર ઓળખવી પણ બની જશે મુશ્કેલ, જુવો તેની હાલની તસવીરો

બોલિવુડ

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી લારા દત્તાએ વર્ષ 2000માં મિસ યુનિવર્સનો એવોર્ડ જીત્યો હતો. ત્યાર પછી જ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવ્યું.

જોકે લારા દત્તા હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ દરમિયાન લારા દત્તાએ એક એવી તસવીર શેર કરી છે જેના પર ચાહકો ખૂબ પ્રેમ લૂટાવી રહ્યા છે.

નો મેકઅપ લુકમાં કંઈક આવી દેખાય છે લારા દત્તા: ખરેખર, લારા દત્તાએ જે તસવીર શેર કરી છે તેમાં તે મેકઅપ વગર જોવા મળી રહી છે. લારા દત્તા આ તસવીરમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કે, આ પહેલી વખત નથી જ્યારે લારા દત્તાએ મેકઅપ વગર પોતાની તસવીર શેર કરી છે. તે હંમેશા આવી તસવીરો શેર કરતી રહે છે.

પોતાની લેટેસ્ટ તસવીર શેર કરતા લારાએ લખ્યું કે, “વાસ્તવિક બનવા માટે. કિલર વર્કઆઉટ્સ કર્યા પછી અને મારી જાતને સંપૂર્ણપણે સૂકવી લીધા પછી આજે રાત્રે 7 વાગ્યે હું હતી. આગલી તસવીર 2 કલાક પછીની છે, જ્યારે હું સેલિબ્રેશન માટે સંપૂર્ણ તૈયાર છું. શું ફરક પડે છે? માત્ર એટલો જ છે કે આપણામાંથી કોઈ પણ સૂઈને તેવા નથી જાગતા જેવા આપણે સામાન્ય રીતે જગમગતી તસવીરોમાં જોઈએ છીએ.”

આ ઉપરાંત લારાએ લખ્યું કે,”વાસ્તવિક દેખાવા માટે એક નાનું ગામ પૂરતું છે. કોઈ ફરક નથી પડતો કે તમારો સમય કેવો પસાર થયો છે, તે જરૂરી છે કે તમે તૈયાર છો અને પોતાને દુનિયા સામે રજૂ કરો.” જણાવી દઈએ કે આ તસવીરો સામે આવ્યા પછી ચાહકો લારાની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, ‘તમારી વાસ્તવિકતા સાથે મને પ્રેમ થઈ ગયો છે.” એક યૂઝરે લખ્યું- “આભાર વાસ્તવિક થવા માટે.”

મિસ યુનિવર્સ પછી સ્ટાઈલમાં કર્યું ડેબ્યુ: વાત કરીએ લારા દત્તાની ફિલ્મોની તો તેણે વર્ષ 2003માં આવેલી ફિલ્મ અંદાજથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તે ‘પાર્ટનર’, ‘નો એન્ટ્રી’, ‘મસ્તી’ જેવી ફિલ્મોનો ભાગ બની. તાજેતરમાં જ તેની ફિલ્મ ‘નો એન્ટ્રી’ને 17 વર્ષ પૂરા થયા છે.

વાત કરીએ લારાની પર્સનલ લાઈફની તો તેણે ફિલ્મોમાં સફળતા મળ્યા પછી ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન વર્ષ 2011માં થયા હતા, ત્યાર પછી તેમના ઘરે એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ સાયરા રાખવામાં આવ્યું. લારા દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની પુત્રી સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે.