શુક્રવારે કરો આ સરળ ઉપાય, માતા લક્ષ્મીના આશીર્વાદ નહિં આવે ઘરમાં પૈસાની અછત

ધાર્મિક

માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની અછત થતી નથી અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે કે શુક્રવારે જે લોકો સાચા મનથી માતાને યાદ કરે છે અને તેમની પૂજા કરે છે. માતાના આશીર્વાદ તેમના પર બની જાય છે અને તેમના જીવનમાં ધન-સંપત્તિ જળવાઈ રહે છે.

માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પણ કોઈ ચીજની અછત થતી નથી અને ધનના ભંડાર ભરેલા રહે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે, તમારે શુક્રવારે તેની પૂજા કરવી જોઈએ અને સાથે નીચે જણાવેલ ઉપાય પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી માતાના આશીર્વાદ મળે છે અને ઘરમાં અન્ન અને પૈસાની અછત થતી નથી.

પૈસાની અછત થાય દૂર: જો ઘરમાં પૈસાની અછત ચાલી રહી છે તો તેને દૂર કરવા આ ઉપાય કરો. આ ઉપાય હેઠળ એક ચોકી પર લાલ કાપડ પાથરીને તેના પર અષ્ટ દળ બનાવી દો. અષ્ટદળ કેસર અને ચંદનને મિક્સ કરીને તેનાથી જ બનાવો. માતા લક્ષ્મીની મૂર્તિ ચોકી પર રાખી દો. ત્યાર પછી એક કળશમાં જળ ભરી દો અને તેને લક્ષ્મીજીની મૂર્તિ પાસે સ્થાપિત કરો. પછી માતાની પૂજા કરો. આ રીતે ચોકીને સજાવીને માતાની પૂજા કરવાથી પૈસાની અછત દૂર થઈ જાય છે અને ઘર પૈસાથી ભરેલું રહે છે.

અવરોધો દૂર કરવા માટે: જીવનના અવરોધો દૂર કરવા શુક્રવારે ઘરની બહાર રોલી વડે સ્વસ્તિકનું નિશાન બનાવો. આ કરવાથી, ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે અને જીવનની બધી સમસ્યાઓ પણ દૂર થઈ જશે. જો કે તમે આ વાતનું ધ્યાન રાખો કે સ્વસ્તિકનું નિશાન સવારના સામયે જ બનાવો. પૂજ કર્યા પછી તમે તેને મુખ્ય દરવાજા પર બનાવી દો અને હાથ જોડીને માતાની પૂજા કરો.

કરો વ્રત કથાના પાઠ: માતા લક્ષ્મીની દરરોજ પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક હોય છે. માતાની દરરોજ પૂજા કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. સાથે શુક્રવારે તમે માતાનું વ્રત રાખો અને તેમની કથા જરૂર વાંચો.

લગાવો આવી તસવીર: પૂજા ઘરમાં માતા લક્ષ્મીની તસવીર જરૂર લગાવો. ઘરમાં માતાની એવી તસવીર લગાવો જેમાં માતા લક્ષ્મીના હાથમાંથી પૈસા પડી રહ્યા હોય. એવું માનવામાં આવે છે કે ઘરમાં આવી તસવીર લગાવવાથી ખર્ચ ઓછો થાય છે અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે.

માતાને અર્પણ કરો કમળ: માતાલક્ષ્મીની પૂજા કરતી વખતે તમારે તેમને કમળનું ફૂલ ચળાવવું જોઈએ. માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચળાવવાથી માતા પ્રસન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.