100 એકરમાં ફેલાયેલું ધર્મેંદ્રનું ફાર્મહાઉસ છે ખૂબ જ સુંદર, તેમાં તળાવથી લઈને હેલીપેડ સુધી બધું જ છે, જુવો તેમના ફાર્મહાઉસની તસવીરો

બોલિવુડ

ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મોના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા છે. ધર્મેન્દ્ર હિન્દી ફિલ્મોમાં પોતાના મજબૂત કદ, કાઠી અને એક્શન માટે “હી-મેન” ના નામથી જાણીતા છે. હિન્દી સિનેમાના ઈતિહાસના સૌથી સફળ અભિનેતાઓના લિસ્ટમાં પણ ધર્મેન્દ્રનું નામ આવે છે. ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે અને પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. ધર્મેંદ્ર 60 અને 70ના દાયકાના જાણીતા સુપરસ્ટાર છે. તેમની ફિલ્મો એ બોલીવુડને એક નવી ઉંચાઈ આપી છે. ધરમ પાજીના ચાહકોની સંખ્યા ખૂબ વધુ છે.

ધર્મેન્દ્રએ પોતાની કારકિર્દીમાં તમામ પ્રકારના પાત્રો નિભાવ્યા છે અને તે એક એવા અભિનેતા છે જે પોતાના દરેક પાત્રને ખૂબ સારી રીતે નિભાવવાનું જાણે છે. રોલ ફિલ્મ સત્યકામના સીધા-સાદા પ્રામાણિક હીરોનો હોય કે પછી ફિલ્મ શોલેના એક્શન હીરોનો હોય, કે પછી ફિલ્મ ચુપકે ચુપકેના કોમેડિયન હીરોનો હોય, દરેકને સફળતા પૂર્વક નિભાવીને બતાવનાર ધર્મેંદ્ર એક્ટિંગ કુશળતાના ધની કલાકાર છે.

ભલે ધર્મેન્દ્ર આજકાલ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેમના ચાહકોની સંખ્યા દુનિયાભરમાં લાખો-કરોડોમાં છે. દરેક ધર્મેન્દ્રને ખૂબ પ્રેમ કરે છે. ધર્મેન્દ્ર બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે જેઓ પોતાનું જીવન દેશી સ્ટાઈલમાં જીવવાનું પસંદ કરે છે. ધર્મેન્દ્ર મોટાભાગે તેમના ફાર્મ હાઉસમાં રહે છે, જ્યાં તેઓ ખેતી કરવાથી લઈને પોતાની ગાયો અને ભેંસોને ચરાવતા જોવા મળે છે.

જણાવી દઈએ કે ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવારનવાર તે પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ફાર્મ હાઉસની તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે, જે ટૂંક સમયમાં જ વાયરલ થઈ જાય છે. આ દરમિયાન હવે દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્રએ ચાહકોને માત્ર પોતાના પાલતુ પ્રાણીઓ જ બતાવ્યા નથી, પરંતુ પોતાનું સુંદર ફાર્મ હાઉસ પણ બતાવ્યું છે.

અભિનેતા ધર્મેન્દ્રના ફાર્મ હાઉસમાં પશુ-પક્ષીઓ ઉપરાંત એક સુંદર તળાવ અને હેલિપેડ પણ છે, જ્યાં તેમનું પ્રાઈવેટ પ્લેન ઉભું છે. ધર્મેન્દ્રએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ તમામ ચીજોની માહિતી આપી છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા કલાકારોમાંથી એક છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વીડિયો અને તસવીરો શેર કરતા રહે છે.

ધર્મેન્દ્રએ શેર કર્યો વીડિયો: દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્રએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સૌથી પહેલા ધર્મેન્દ્ર પોતાના ફાર્મ હાઉસની કેરીઓ બતાવતા જોવા મળી રહ્યા છે. ત્યાર પછી ધર્મેન્દ્ર વાછરડાને ચારો ખવડાવતા જોવા મળે છે. સાથે જ તેમના ફાર્મ હાઉસમાં મરઘાઓ અને મરઘીઓ પણ છે, જેને ધર્મેન્દ્ર પોતાના હાથથી ખવડાવતા જોવા મળી રહ્યા છે.

આ પરાંત ધર્મેન્દ્રએ પોતાના ફાર્મ હાઉસનું તળાવ પણ બતાવ્યું છે. સાથે જ ધર્મેન્દ્રએ વીડિયોમાં પોતાનું પ્રાઈવેટ પ્લેન પણ બતાવ્યું છે. દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્રએ આ વિડિયો શેર કરતા પોતાના ટ્વીટમાં લખ્યું કે, “ક્યારથી કેટલું જાણો છો તમે બધા મારા વિશે.”

સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિગ્ગઝ અભિનેતાના ચાહકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે વીડિયો પર કમેન્ટ કરીને તેઓ પોત-પોતાના રિએક્શન પણ આપતા જોવા મળી રહ્યા છે.