લાલ કિતાબમાં જણાવેલા આ 4 ઉપાય કરવાથી જીવનભર નહિં આવે પૈસાની અછત, અને મળશે પૈસા જ પૈસા

ધાર્મિક

દરેક વ્યક્તિ તેમના જીવનમાં અમીર બાનવા ઈચ્છે છે. જેથી તે તેના જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકે અને દરેક શોખ પૂર્ણ કરી શકે. ઘણા લોકોના નસીબમાં ખૂબ પૈસા લખેલા હોય છે. જ્યારે કેટલાક લોકો અમીર બનવાનું માત્ર સ્વપ્ન જ જોઈ શકે છે. જો અમીર બનવા ઈચ્છો છો તો લાલ કિતાબમાં જણાવેલા આ ઉપાય કરો. આ ઉપાય કરવાથી તમારું નસીબ ખુલી જશે અને તમે અમીર બની જશો.

કરો લક્ષ્મીસુક્તના પાઠ: લક્ષ્મી સુક્તના પાઠ કરવાથી માતા લક્ષ્મી ઘરમાં રહે છે. આ પાઠ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. તેથી તમારે ધન લાભ માટે લક્ષ્મી સૂક્તના પાઠ કરવા જોઈએ. દરરોજ આ પાઠ કરવાથી ઘરમાં પૈસા આવશે અને ક્યારેય આર્થિક નુકસાન થશે નહીં. આ પાઠ કરવા માટે સૌથી પહેલા ભગવાન લક્ષ્મીની મૂર્તિ અથવા મૂર્તિની સામે દીવો પ્રગટાવો. ત્યાર પછી લાલ રંગનું આસન પાથરો અને તેના પર બેસી જાઓ. ત્યાર પછી તમારું ઢાંકી લો અને આ પાઠ કરો. આ પાઠ પૂર્ણ થયા પછી માતા લક્ષ્મીનું ધ્યાન કરો અને તમારી ઈચ્છા બોલો. નિયમિત રીતે આ પાઠ કરવાથી તમને ક્યારેય પણ નુક્સાન નહિં થાય.

મીઠાનો ઉપાય: જે ઘરમાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ખરેખર સાફ સફાઈ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તેના કારણે માતા લક્ષ્મી હંમેશા માટે ઘરમાં વાસ કરે છે. તેથી તમારે દરરોજ તમારા ઘરની સફાઈ કરવી જોઈએ અને અઠવાડિયામાં એકવાર દરિયાઈ મીઠાથી પોછા જરૂર લગાવવા જોઈએ. દરિયાઈ મીઠાના પોછા લગાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

પીપળા પર ચળાવો જળ: પીપળના ઝાડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને આ ઝાડ પર જળ ચળાવવાથી માતા પ્રસન્ન થાય છે. શુક્રવારે સવારે પીપળના ઝાડની પૂજા કરો. પૂજા કરતી વખતે ઝાડના મૂળ પર દૂધ ચળાવો અને ઝાડ પાસે દીવો પ્રગટાવો. પૂજા પૂર્ણ થયા પછી પીપળાનું એક પાન તમારી સાથે ઘરે લઈને આવો. આ પાન માતા લક્ષ્મીની મૂર્તિ પાસે રાખો અને માતાની પૂજા કરો. પૂજા કર્યા પછી આ પાન ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી તિજોરીમાં માતાનો વાસ થશે અને તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

લવિંગ અને હળદર: પીળા કપડાની અંદર એક લવિંગ, આખી હળદર અને એક રૂપિયાનો સિક્કો બાંધો. આ કપડાને થોડો સમય મંદિરમાં રાખો અને તેની પૂજા કરો. પૂજા કર્યા પછી આ કાપડ તમારા ઘરના મુખ્ય દરવાજા પર અથવા દુકાનના દરવાજા પર બાંધી દો. આ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની અછત નહિં આવે. ધ્યાનમાં રાખો કે આ ઉપાય શુક્રવારે કરો.