એક સમયે કુમાર સાનુ પાસે એક ટાઈમ ભોજન માટેના પણ ન હતા પૈસા, આજે છે આટલા અધધધ કરોડની સંપત્તિના માલિક

Uncategorized

કુમાર સાનુ જેમના ગીતો સાંભળીને લોકો આજે પણ ઝૂમી ઉઠે છે. કુમાર સાનુનું નામ એવા સિંગરમાં આવે છે જેમણે પોતાના જીવનમાં ઘણા ગીતો ગાયા છે. કુમાર સાનુ નું ગીત એક વખત જે વ્યક્તિ સાંભળી લે છે તેમને એવું લાગે છે કે જાણે તેમના જીવનના બધા દુઃખ દૂર થઈ ગયા હોય. તેમની સ્ટાઈલ જ કંઈક એવી છે કે તે દરેકના દિલ પર રાજ કરે છે.

જેમ કે તમે બધા જાણતા જ હશો કે કુમાર સાનુએ સંગીતના ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. હવે તમે એ પણ જાણી લો કે સંગીતકાર કુમાર સાનુનું પૂરું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે, જેમને મોટાભાગના લોકો કુમાર સાનુના નામથી જ ઓળખે છે. જણાવી દઈએ કે, તેમણે પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત વર્ષ 1989થી કરી હતી.

તમને જણાવી દઈએ કે વર્ષ 2009માં કુમાર સાનુને સંગીતના ક્ષેત્રમાં તેમના સારા પ્રદર્શન માટે ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો કે કુમાર સાનુ ભારતના લોકપ્રિય સિંગરમાંથી એક છે. જણાવી દઈએ કે કુમાર સાનુએ સૌથી વધુ હિન્દી ગીત ગાયા છે.

સૌથી મહત્વની વાત એ છે કે સંગીતકાર કુમાર સાનુ ગાયક કિશોર કુમારને પોતાના આદર્શ માને છે. આ સ્ટાઈલ તેમને ખાસ બનાવે છે. ખાસ વાત એ છે કે વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘જાદુગર’માં તેમણે પોતાની કુશળતા બતાવી હતી. જેમાં કુમાર સાનુએ ગીત ગાયું હતું. તેના માટે આ સૌથી શ્રેષ્ઠ ક્ષણ હતી.