જુવો કુલદીપ યાદવની તેમના પરિવાર સાથેની કેટલીક ખાસ તસવીરો

રમત-જગત

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની T20 સીરીઝની બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનૌમાં આવેલા એકાના સ્પોર્ટ્સ સિટી માં રમાશે. આ મેચમાં જો હોનહાર બોલર કુલદીપ યાદવના જલવા જોવા મળશે તો તેઓ એક ખાસ સિદ્ધિ મેળવશે.

ખરેખર, T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાની સિદ્ધિ શ્રીલંકાના પૂર્વ સ્પિનર ​​અજંતા મેન્ડિસના નામે છે. મેન્ડિસે T20 ફોર્મેટમાં શ્રીલંકન ટીમ માટે 26 મેચ રમીને 50 વિકેટ લેવાનું કારનામું કર્યું છે.

આ સાથે જ બીજા નંબર પર હાલમાં આયર્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક અડાયર છે. અડાયર એ આયરિશ ટીમ માટે ટી-20 ક્રિકેટમાં 28 મેચ રમીને 50 વિકેટ લેવાનું કારનામું કર્યું છે.

બીજી T20 મેચમાં જો કુલદીપ યાદવ ના જલવા જોવા મળે છે અને તે પાંચ વિકેટ લેવામાં સફળ રહે છે તો તે T20 ફોર્મેટમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારા બીજા બોલર બની જશે.

આ તસવીરમાં માતા પુત્રની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે.