પ્રભાસ માટે કૃતિ સેનના તેના દિલમાં છે ખાસ જગ્યા, કહ્યું ‘બાહુબલી’ સાથે લગ્ન કરવા ઈચ્છું છું પરંતુ….

બોલિવુડ

દક્ષિણ ભારતીય ફિલ્મોના ઘણા એવા અભિનેતા છે જે હિન્દી દર્શકો વચ્ચે પણ ખાસ ઓળખ ધરાવે છે અને તેમની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. ‘બાહુબલી’ અભિનેતા પ્રભાસનું નામ પણ આવા જ સાઉથ સ્ટાર્સમાં શામેલ છે. પ્રભાસ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર છે. ફિલ્મ ‘બાહુબલી’ એ તેને દુનિયાભરમાં અમિટ અને મોટી ઓળખ આપી છે. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી અને સફળ ફિલ્મ છે.

પ્રભાસનું કામ બાહુબલી ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું, પછી બાહુબલી 2 માં પણ તેની શ્રેષ્ઠ એક્ટિંગ જોવા મળી. આ રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મોની મદદથી પ્રભાસ હિન્દી સિનેમામાં પણ ખૂબ જ પ્રખ્યાત બન્યા અને તેમની એક મજબૂત ફેન ફોલોઇંગ બની ગઈ. હવે સમાચાર આવ્યા છે કે પ્રભાસ પર હિન્દી સિનેમાની ઉભરતી અને સુંદર અભિનેત્રી કૃતિ સેનન પણ દિલ હારી બેઠી છે.

પ્રભાસને લઈને કૃતિ સેનને પણ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો છે અને તેણે પોતાના દિલની વાત દરેકને જણાવી છે. કૃતિએ એ પણ જણાવ્યું છે કે તે પ્રભાસ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ કૃતિ એક ઈન્ટરવ્યૂનો ભાગ બની હતી અને આ દરમિયાન તે પ્રભાસ પ્રત્યે પોતાના દિલની વાત કહેવામાં બિલકુલ પણ અચકાઈ ન હતી.

ખરેખર, એક ઈન્ટરવ્યૂમાં કૃતિ સેનનને એ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તે, ‘પ્રભાસ, ટાઇગર શ્રોફ અને કાર્તિક આર્યન માંથી કોને ફ્લર્ટ કરશે, ડેટ કરશે અને કોની સાથે લગ્ન કરશે.’ કૃતિ એ પણ ત્રણેય અભિનેતાઓ સાથે કરવામાં આવનારા કામ વિશે જણાવ્યું અને હવે તેનો જવાબ હેડલાઈન્સમાં છે.

કૃતિએ જવાબ આપ્યો હતો કે, ‘હું કાર્તિક સાથે ફ્લર્ટ કરશે, ટાઈગરને ડેટ કરશે જ્યારે લગ્ન પ્રભાસ સાથે કરવા ઈચ્છશે.’ પ્રભાસને લઈને અભિનેત્રીએ કહ્યું કે, ‘પ્રભાસ ખૂબ ઊંચા છે, મારું પ્રભાસ સાથે ખૂબ સારું ઈક્વેશન છે.’ મને એવું લાગતું હતું કે પ્રભાસ ખૂબ શરમાળ હશે પરંતુ તે તો ખૂબ ખુલ્લા વ્યક્તિ છે.

જણાવી દઈએ કે કૃતિ તો પોતાના દિલની વાત કહી ચૂકી છે, જો કે જોવાનું એ રહેશે કે તેના પર પ્રભાસ નું શું રીએક્સન હશે. નોંધપાત્ર છે કે, પ્રભાસ પણ સિંગલ છે અને તેમણે આજ સુધી લગ્ન કર્યા નથી.

ટૂંક સમયમાં આ ફિલ્મમાં જોવા મળશે પ્રભાસ-કૃતિની જોડી: નોંધપત્ર છે કે ટૂંક સમયમાં પ્રભાસ અને કૃતિ સેનનની જોડી આ ફિલ્મમાં સાથે જોવા મળશે. બંનેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ છે. આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ ભગવાન શ્રી રામના જીવનચરિત્ર પર આધારિત છે. ફિલ્મમાં પ્રભાસ ભગવાન શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે કૃતિ સેનન માતા સીતાની ભૂમિકા નિભાવી રહી છે. સાથે જ પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન રાવણ અને સની સિંહ લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2022 માં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રખ્યાત દિગ્દર્શક ઓમ રાઉત દ્વારા કરવામાં આવી રહ્યું છે.